SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ મુંબઈ અને આફ્રિકા આદિ દૂર દૂરના પ્રદેશોમાં પણ ગયેલા. પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધર્મવાણીથી નવપલ્લવિત રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્માઓ દ્વારા થતું રહ્યું. અનેક મહાત્માઓ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. જૈનશાસનની જ્વલંત જ્યોતને અખંડિત રાખવામાં જે મહાપુરુષોનું જબ્બર યોગદાન છે તેવા મહર્ષિઓના સહાયક બની રહેવાની પૂજ્યોની પરંપરાને તેઓશ્રીએ પણ બરાબર જાળવી રાખી છે. વીરશાસન’ નામથી પ્રકાશિત થતા સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં ‘મહાવીરશાસન' નામથી સં. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન, જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના તંત્રીપદે પ્રારંભાયું તે જ ખેતશીભાઈ સં. ૨૦૧૦ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારી પૂ. મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, શાસનરક્ષક સૂરિપુરંદરોની ગૌરવકથાઓ અને રક્ષામંત્રની મહોપકારિતા સંભાળીને તેઓશ્રીએ પણ શાસનના અનેકવિધ પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રારંભ કર્યો. તેઓશ્રીની સંયમની ઉત્કૃષ્ટ સાધના તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદવીથી અલંકૃત કરવા કહ્યું, પરંતુ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વર્ગની વાટે સંચર્યા. ત્યાર પછી તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે પંન્યાસ પદવી આપી. ત્યારબાદ તેઓશ્રીને સં. ૨૦૩૮માં પૂ. આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીય પદે—આચાર્ય પદે આરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. ‘શ્રી મહાવીરશાસન'ની જેમ જૈનશાસન' સાપ્તાહિક તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ પ્રાચીન ગ્રંથોના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી છે અને હસ્તલિખિત ગ્રંથોના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, છ'રીપાલિત યાત્રાસંઘો આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા હાલારની પ્રજાને પણ ધર્મરક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ તેઓશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને બહુતયા હાલાર પ્રદેશ (જામનગર જિલ્લા)માં વિચરતા પૂજ્યશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની જ્યોતને અણનમ બનાવી રાખવામાં Jain Education International For Private ચતુર્વિધ સંઘ સફળતાને વરેલા ‘હાલારકેશરી’ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયજિનેન્દસૂરીશ્વરજી મહારાજને ભાવભરી શતશઃ વંદના! નામ : શ્રી કાંતિલાલ ગોવર્ધનભાઈ મહેતા. ગામ : ચોબારી (કચ્છ-વાગડ) તા. ભચાઉ. માતુશ્રી : શ્રીમતી રંભાબહેન ગોવર્ધનભાઈ મહેતા. જન્મ : વિ. સં. ૧૯૮૭, માગશર વદ-૧, શનિવાર તા. ૬-૧૨-૧૯૩૦. વ્યાવહારિક અભ્યાસ : મેટ્રિક પાસ, પાલિતાણા જૈન ગુરુકુળ. ધર્મપત્ની : જડાવબહેન (હાલ પૂ. સાધ્વીજી શ્રીચંદ્રમાલાશ્રીજી મ.). ભાઈ–બહેન : નાનાલાલ, મોહનલાલ, ચાંદુબહેન. વેપાર : કાપડની દુકાન–દાદર (મુંબઈ). સંતાન : પુત્રી–ઇન્દુમતીબહેન. દીક્ષાસ્થળ : વિ. સં. ૨૦૧૨, વૈશાખ સુદ-૭. વણીગામ (મહારાષ્ટ્ર) ૨૪ વર્ષની ઉંમરે. દીક્ષાદાતા : સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શિક્ષાદાતા : વર્તમાન તપોનિધિ, ન્યાયવિશારદ. પૂ. આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. ગુરુવર્ય : આબાલ બ્રહ્મચારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા. હાલ ઉંમર : ૭૩ વર્ષ. દીક્ષાપર્યાય : ૫૦ વર્ષ. સ્વતંત્ર ચાતુર્માસ : કર્મ સાહિત્ય-નિષ્ણાંત પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ પૂર્વક : કચ્છ, મારવાડ, મુંબઈ, બનાસકાંઠા, સુરત, નવસારી, પાલિતાણા, મહારાષ્ટ્ર, ડીસા, ભૂજ, ભચાઉ વગેરે સ્થાનોમાં. ગણિ પદપ્રદાન : વિ. સં. ૨૦૪૧ ફાગણ સુદ-૩, હસ્તગિરિ મહાતીર્થ–પાલિતાણા. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર મહારાજાના પુનીત હસ્તે. યોગસાધના—યોગોલ્રહન : ૧૨ માસ પર્યન્ત, પન્ના-રૂપા ધર્મશાળા–પાલિતાણા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy