SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા Xolo તેઓશ્રીની શાસનપ્રભાવનાનું એક જ્વલંત પ્રતીક છે. તેઓશ્રી વર્ષોવર્ષ અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય કરાવતા રહ્યા છે. ઉપકારવશ વિદ્યાર્થીઓને ભાવવિભોર થઈને કહેતા રહે છે કે, “તમે પણ જીવનમાં બીજાને ઉપકારી થજો.” તપાગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી પામેલા પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ શાસનસેવા, ગુરુભક્તિ અને સાહિત્યસેવામાં રચ્યાપચ્યા રહેતા હતા. કેટલાંયે વર્ષોથી પૂજ્યશ્રી ઉગ્ર તપસ્યા પણ કરે, અસ્વસ્થ તબિયતમાં પણ તપશ્ચર્યાનો ક્રમ અવિરત ચાલુ હોય. શાંત અને સૌમ્ય મુખમુદ્રાથી માંગલિક સંભળાવતા હોય ત્યારે સૌને એક ઉત્તમ મુનિવરનો આદર્શ જોવા મળે. એક ચારિત્રપૂત અને કલ્યાણકારી મૂર્તિ અનેકોને પ્રેરણારૂપ બની રહે એવા સમર્થ આચાર્યદેવના વરદ હસ્તે અવિરત શાસનપ્રભાવના થતી રહી હતી. પૂજ્યશ્રીને શતશઃ વંદના! - * મા (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગુજ્ઞાના અજોડ ધારક, બારડોલીના પનોતાપુત્ર, ખમતીધર સાહિત્યસર્જક પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ. . ગુજરાતના સપૂત સરદાર પટેલને યાદ કરો એટલે બારડોલી યાદ આવે. બારડોલી નજર સમક્ષ ખડું થઈ જાય. બારડોલીનો આખોય નકશો આંખ સમક્ષ રમી રહે. બારડોલીની સડકો અને પહોળા પહોળા માર્ગો આંખ આગળ ઊંચકાય. બારડોલીનાં કતારબંધ મકાનો, વાણિયાવાસની મેડીઓ અને પાટીદારોનાં ટ્રેક્ટરો નજર સમક્ષ રચાઈ જાય. સરદાર પટેલવાળા પેલા બારડોલીના સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ તે જ આ નગરી. પણ સમયના વહેણ સાથે સંદર્ભો પણ બદલાતા હોય છે. સરદારવાળું બારડોલી ક્યારે કોઈ દિવ્યાત્માના નામ સાથે પણ સંકળાઈ જાય. સંદર્ભો બદલાય. સૂચિતાર્થો બદલાય. અનુસંધાનમાં આમૂલ પરિવર્તન આવે, એવું પણ બને. બારડોલી નગરી. કોને ખબર કે જિનશાસનને ઉજાળનાર જિનધર્મની ઉજ્વળ પરંપરામાં ઉજમાળી યશકલગીઓ ઉમેરનાર અને સંયમજીવન દ્વારા પ્રશાંતપણે આગળ વધી, પોતાના તપોભૂત જીવનમાં પોતાની દિવ્ય કલમ દ્વારા ઉત્તમ સાહિત્યિક કૃતિઓ જગતનાં ચરણે ધરનાર એક દિવ્યાત્મા રૂપી છોડ આ જ ભૂમિમાંથી પાંગરશે? કોને ખબર? કોણ જાણી શકે? સંવત ૧૯૮૪ની સાલ હતી. ભાદરવા સુદ એકમનો શુભ દિન હતો. ધર્મપ્રેમી શ્રાવક નગીનદાસભાઈ શાહનું ઘર હતું. ત્યારે એ શુભ ઘડીએ એમનાં ધર્મપત્ની કમળાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું મનહર. બસ, આ બાળક મનહર એ જ પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મહારાજ. તેમણે બારડોલીમાં જ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું. બચપનથી જ એમની ગ્રહણશક્તિ ખૂબ તેજ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy