SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ પૂજ્યશ્રીએ મક્કમ નેતૃત્વ લઈને ચાલુ ચાતુર્માસમાં ભાયંદરથી વિહાર કરી જગતૂશાનગર પહોંચી જવાપૂર્વક શાસનરક્ષાનું અભિયાન ઉપાડી લેતાં સમસ્ત જૈન સંઘના ચારે ય ફિરકાઓ તરફથી અભૂતપૂર્વ ટેકો મળ્યો. એક માત્ર તા. ૨૫-૭-૨૦૦૪ના રવિવારથી મન્ત્રજાપસભામાં સાઠહજાર જૈનો ઊમટી પડતાં જૈનોની વિરાટ સંખ્યાનું શક્તિપ્રદર્શન થયું અને કોર્ટના આદેશમાં તત્કાલ સુધારો થયો. દેરાસરની એક કાંકરી પણ ન ખરી. પૂજ્યશ્રીના જીવનનું આ શાસનરક્ષાકાર્ય એમનાં અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કરતાં ય ચડી જાય તેવું થયું. અનેક સૂરીશ્વરોએ–મુનિપુંગવોએ આ મહાન કાર્યને બુલંદ રીતે બિરદાવ્યું. શાસનના આવા રક્ષક-પ્રભાવક અને આરાધક પૂજ્ય આચાર્યદેવશ્રીનાં પ્રત્યેક કાર્યોમાં તેમના વિદ્વાન અને બહુવિધસાહિત્યસર્જક શિષ્યરત્ન પૂ. આ. શ્રી રાજરત્નસૂરિજી મ.નો પ્રધાન સહયોગ રહે છે. બહુમુખી પ્રતિભાસંપન્ન પૂજ્ય આચાર્યદેવશ્રીને વિનમ્ર વંદન! સૌજન્ય : શ્રી શાંતિનાથ દેરાસર પેઢી, બાવન જિનાલય તીર્થ ભાયંદર (વેસ્ટ), મુંબઈ પરમ ગુરુભક્ત, મહાતપસ્વી, સમર્થ સાહિત્યસેવી, પૂ. આ.શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ. સ્નેહ અને સૌજન્યથી શોભતા પૂજ્ય આચાર્યદેવશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને મળીએ ત્યારે સાચા અર્થમાં એક શ્રમણ સંતને મળ્યાનો સહજ આનંદ થાય. લગભગ ૮૪ વર્ષની વયે સંયમ, તપ અને જ્ઞાનની સાધનામાં સતત કાર્યરત જીવન ગાળીને તેઓશ્રી સં. ૨૦૫૪ના શૈ. વ. ૪ના મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. ગુરુભક્તિ અને શાસનપ્રભાવનાની ભાવના પૂજ્યશ્રીના અણુએ અણુમાં વસેલી હતી. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ પોતાના પ્રદાદા ગુરુદેવ યોગનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે જોવા મળે છે. ભારતભરમાં યોગનિષ્ઠ આચાર્યશ્રી'ના હુલામણા નામે સુપ્રસિદ્ધ એવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીએ જોયા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓશ્રીનો ભક્તિભાવ પ્રદાદા ગુરુદેવ પ્રત્યે અપ્રતિમ છે. પરિણામે, તેઓશ્રીને અનેક આશ્ચર્યજનક અનુભૂતિ થઈ છે અને એ અનુભૂતિથી ગુરુભક્તિભાવમાં વધારો થતો રહ્યો છે. ભાવનગર જિલ્લાના થોરડી ગામે જન્મેલા પૂજ્યશ્રીએ Jain Education International ચતુર્વિધ સંઘ સં. ૨૦૦૪માં પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગોડીજીમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂજ્ય અનુયોગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી મહોદયસાગરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીના પિતાનું નામ દુર્લભદાસ અને માતાનું નામ અજવાળીબહેન હતું. બાળપણથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થતાં અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તેમણે સમય થાય અને આંબો પાકે તેમ, યુવાનવયે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, તુર્ત જ એક આશ્ચર્યકારી બનાવ બન્યો. તેઓશ્રીને અગાઉ પથરીનું દર્દ હતું તે વધ્યું. દર્દની કારમી પીડા દરમિયાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું સતત સ્મરણ કરતા રહ્યા અને એમ ને એમ ગુરુભક્તિભાવમાં જ ઓતપ્રોત રહેવા લાગ્યા અને દર્દ ચાલ્યું ગયું. તેમને ગુરુભક્તિ તો કરવી હતી જ; પણ કેવી રીતે કરવી તેનો માર્ગ મળતો ન હતો. એવામાં મુંબઈના અગ્રણી, અનન્ય ગુરુભક્ત, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના મંત્રી શ્રી મણિલાલ પાદરાકરે વિનંતી કરી કે ગુરુ મહારાજનું ઘણું સાહિત્ય હજી અપ્રગટ પડ્યું છે, તેને પ્રગટ કરવા માટે વિશાળ યોજના કરવાની જરૂર છે. આ વિનંતી પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને એવી તો હૃદયસ્પર્શી લાગી કે તે પળથી જ તેમણે દાદા ગુરુમહારાજના અપ્રગટ તેમ જ પ્રગટ પણ અપ્રાપ્ય એવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું આરંભ્યું. તે પુરુષાર્થના પરિણામ રૂપે સુઘડ રીતે મુદ્રિત થયેલા અને અત્યંત લોકપ્રિય નીવડેલા ત્રીસેક ગ્રંથો આજે સમાજમાં ઠેર ઠેર વંચાતા જોવા મળે છે. ગુરુભક્તિથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ પામીને ‘બુદ્ધિપ્રભા’ અને ‘દુર્લભધર્મ’ નામના સામયિકોનો આરંભ કર્યો હતો. કેટલાંક વર્ષો આ સામયિકો સરસ રીતે ચાલતાં રહ્યાં અને લોકોમાં ઉત્તમ રીતે ધર્મપ્રચારનાં કાર્યો કરતાં રહ્યાં. પૂજ્ય આચાર્યદેવશ્રીના શિષ્ય, મુનિવર્યશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ વિદ્યમાન છે. તેઓ ‘મુનિ વાત્સલ્યદીપ’ નામે વિખ્યાત છે. તેઓશ્રી પૂજ્ય આચાર્યશ્રી દેવશ્રીના સંસારી નાનાભાઈ શ્રી પ્રેમચંદભાઈ અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર છે, અને શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે મુંબઈ, અમદાવાદ, કુણઘેર, વેડચા, પાલિતાણા, ભાવનગર, મડાણા આદિ અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિના ઉત્સવો ઊજવાયા. અમદાવાદ નજીક ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે બુદ્ધિનગરમાં બંધાઈ રહેલું જૈન ગુરુકુળ તથા જિનમંદિર પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy