SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૦૫ આજે સમસ્ત જૈન સંઘો અને સાધુસમુદાયોમાં બૂક- પંચાગો (ચોપડી-પંચાંગો) અવનવી પદ્ધતિએ ઓફસેટ પ્રિન્ટિંગ દ્વારા આકર્ષક ઢબે ખૂબ ખૂબ પ્રચલિત-પ્રસિદ્ધ બની ગયાં છે, પરંતુ સાધુસમુદાયમાં સર્વપ્રથમવાર વ્યવસ્થિત પદ્ધતિએ એનો પ્રારંભ કરવાનું શ્રેય તેઓશ્રીને ફાળે જાય છે. વિ. સં. ૨૦૧૭માં પૂ. સિદ્ધાંતનિષ્ઠ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેઓશ્રીએ સર્વપ્રથમવાર બૂક-પંચાંગનું સુંદર અને આકર્ષક આયોજન કરીને સંપાદન-પ્રકાશન કર્યું હતું અને તે પછી વર્ષો પર્યત હજારો-લાખોની સંખ્યામાં એ બૂકપંચાંગનું સંપાદન-પ્રકાશન તેઓશ્રી દ્વારા ચાલુ રહ્યું. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીની સતત અને અખંડ નિશ્રામાં આજીવન રહેવાના કારણે પૂજ્યશ્રીમાં શાસનપ્રભાવક કાર્યોની સૂઝ-સમજ અને શક્તિસામર્થ્ય પણ એટલાં વિસ્તર્યો કે તેઓશ્રી પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રીની છાયારૂપ-એકરૂપ અને શ્રીસંઘના માર્ગદર્શક શ્રમણ પણ બની ગયા. આથી જ પૂ. યુગદિવાકરશ્રીના સાંનિધ્યે શાસનપ્રભાવનાનાં અખંડ પ્રવર્તતાં વિધવિધ કાર્યોમાં તેઓશ્રીનું તર્પણ સદાય વહેતું રહ્યું. એક રીતે તેઓશ્રીએ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રીના જીવનકાર્યમાં પોતાની જાતને અર્પ દીધી હતી. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી તેઓશ્રીને ક્યારેય સ્વતંત્ર ચાતુર્માસ માટે આજ્ઞા આપતા ન હતા; સદાય પોતાની સાથે જ જીવનના અંતિમ શ્વાસ પર્યત રાખ્યા હતા. તે પછી જ તેઓશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ કરવાનો પ્રારંભ કર્યો. સ્વતંત્ર ચાતુર્માસના પ્રથમ જ વર્ષે વિ. સં. ૨૦૩૯માં સાંઘાણીમાં તે સમયે રૂ. ૧૨ લાખના ખર્ચે આલિશાન “ધર્મવિહાર' ઉપાશ્રય-નિર્માણ અને ઉપધાન તપ આરાધના કરાવવા રૂપે તેઓશ્રીએ શાસનપ્રભાવનાનાં મંગલાચરણ એવાં કર્યા કે અનરાધાર વરસતી ધર્મ' કપાના પ્રભાવે એની ક્ષિતિજો સદા વિસ્તરતી જ રહી છે. છેલ્લા એક દાયકામાં તેઓશ્રીના વરદ હસ્તે વિવિધ શિખરબદ્ધ જિનાલયોનાં અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવો થયાં છે, જેમાં બોરીવલી-કાર્ટર રોડ સંઘ, વસઈ રોડ સંઘ, મજામ-ડોકયાર્ડસંઘ, જગડૂશાનગર સંઘ, ડભોઈતીર્થ જૈન સંઘમાં યોજાયેલ અંજનશલાકા મહોત્સવોએ તો અદ્ભુત નવઇતિહાસોનું સર્જન કર્યું છે. છેલ્લા દશકામાં ૪૧ પ્રતિષ્ઠા કરાવનાર પૂજ્યશ્રીની પ્રેરણાથી હાલમાં વિ. સં. ૨૦૬૦માં ઠાકુરદ્વાર જૈન સંઘમાં ચોવીશ દેવકુલિકાયુક્ત વિરાટ મહાજિનાલય નિર્માણ પામી રહ્યું છે. ઉપાશ્રયોની વાત વિચારીએ તો ડભોઈતીર્થમાં રાજમહેલ શા રમણીય “મહો. યશોવિજયજી જૈન ઉપાશ્રય' વગેરે ઉપાશ્રયો લગભગ ૧૫ સ્થળે તેમની પ્રેરણાથી નિર્માણ પામ્યા છે. પૂજ્ય યુગદિવાકરશ્રીની ઉપકાર સ્મૃતિરૂપે આમાંના મોટા ભાગના ઉપાશ્રયોનાં નામ તેઓની પ્રેરણાથી “ધર્મવિહાર' “ધર્મધામ' જેવા રખાયાં છે. હાલમાં પણ ભાયંદર-બાવન જિનાલયતીર્થે તેઓશ્રીના ઉપદેશથી “ધર્મ આરાધના ભવન’ આકાર લઈ રહ્યું છે. | ઉપધાન તપ આરાધના છેલ્લાં વર્ષોમાં લગભગ શૃંખલાબદ્ધરૂપે તેમની નિશ્રામાં થયાં છે. પૂજ્ય યુગદિવાકરશ્રી પછી તેમના સમુદાયમાં સૌથી વધુ ઉપધાન પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં છે. પૂજ્ય સાથે ૭૧ છોડ-પ૫ છોડ-૫૧ છોડ આદિના ભવ્ય ઉદ્યાનો પણ સમયાનુસાર સરસ થયાં છે. લગભગ દરેક અંજનશલાકા-ઉપધાનાદિ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા મહોત્સવો પણ થાય છે. તેમાં વિ. સ. ૨૦૫૭ના માગ. શુદિ પાંચમે ડભોઈ તીર્થે માળમહોત્સવની સાથે યોજાયેલ પાંચ બાલકુમારો અને એક બાલકુમારિકા સહિત છ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ખાસ ઉલ્લેખનીય છે. ડભોઈતીર્થની ૧૩૬, દીક્ષાઓના ઇતિહાસમાં અને પૂજ્યશ્રીના સમુદાયના ઇતિહાસમાં એક સાથે પાંચ ભાઈઓની દીક્ષાની ઘટના આ સર્વપ્રથમ જ હતી. શ્રી શત્રુંજય તીર્થ-શ્રી કલિકુંડતીર્થ, વહેલાલતીર્થ વગેરેના છ'રીપાલક સંઘો પણ પૂજ્યશ્રીની નિશ્રામાં ખૂબ આરાધનાપૂર્ણ રીતે યોજાયા છે. આ વર્ષે પૂ. યુગદિવાકરશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે તેમના ગ્રન્થોનાં સંશોધન-સંવર્ધન અને સંપાદનનો યજ્ઞ આરંભીને તેઓએ માત્ર સવા વર્ષમાં ૧૫ દળદાર પુસ્તકો-ગ્રન્થો સંઘને ધર્યા છે. આ ઉપરાંત તેમનાં પ્રવચનોનું ‘નવપદ ધરજો ધ્યાન’ પુસ્તક સંઘમાં પ્રિય બન્યું છે. છેલ્લાં વર્ષોમાં પૂજ્યશ્રીની પ્રભાવક નિશ્રામાં બે ઘટનાઓ ખૂબ ઉલ્લેખનીય છે. તેમાં એક છે તેમની સાંસારિક જન્મભૂમિ પંદરસો વર્ષ પ્રાચીન તીર્થ ભૂમિ ડભોઈનો ઉદ્ધાર, પ્રાચીન શાંતિનાથ દેરાસરનાં સ્થાને ૨૪ કલિકાયુક્ત ભવ્ય શિખરબદ્ધજિનાલય, બે ઉપાશ્રયો, નૂતન પાઠશાળાભવન, જૈન ભોજનશાળા-ધર્મશાળાયુક્ત જૈન ભવન, નવપદ હાઇસ્કૂલ, યશોવાટિકા ઉદ્ધાર વગેરેના કારણે આજે ડભોઈતીર્થની જે રોનક બદલાઈ ગઈ છે તે પૂજ્યશ્રીની પ્રેરણાને આભારી છે. સંઘે આથી એમને યથાર્થપણે જ જાહેર સમારોહમાં ‘દર્ભાવતીતીર્થોદ્ધારક’ બિરુદ અર્પણ કર્યું હતું. બીજી ઘટના એટલે ઘાટકોપર-જગડૂશાનગરના વિરાટ શિખરબદ્ધ જિનાલયની રક્ષા. પૂજ્યશ્રીની નિશ્રામાં જ જેની અંજનપ્રતિષ્ઠા થયેલ એ આ મહાજિનાલયને વિ. સં. ૨૦૧૦માં કોર્ટ આદેશથી તોડી પાડવાની હિલચાલ થતાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy