SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ લેખની સમાપ્તિ વખતે મારા સંસારી માતુશ્રી, બા મહારાજ, સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજીને પણ યાદ કરીને મારી ભાવાંજલિ આપું છું. તેઓશ્રી બીલીમોરા મુકામે સન ૧૯૯૯માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. તા. ૨-૪-૯૯ બંને દિવંગત આત્માની મારી ઉપર નિરંતર કપા વરસતી રહે તેવી આ શિશુની અભ્યર્થના. સ્વ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી ચિદાનંદસૂરિજી મ.ની વાર્ષિક પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમના શિષ્ય અને શિશુ પ્રવર્તક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રવિજયની શતશઃ વંદના. સહયોગી : પ્રભુલાલ ગોસર લાધા પેથડ પરિવાર શાંતિવન સોસાયટી, ઉમરગામ, જિ. વલસાડ. વ્યાકરણ– સાહિત્ય-ન્યાયતીર્થ પરમશાસનપ્રભાવક દભવતી તીર્થોદ્ધારક વિદ્વાન પ્રવક્તા પૂજ્યપાદ આચાર્યદિવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનો જન્મ પણ આ જ ડભોઈનગરીમાં વિ. સં. ૧૯૮૮ના મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ)ના પાવન દિને થયો હતો. ધર્મપરાયણ પિતા ચિમનભાઈ અને સંસ્કારશીલ માતા મણિબહેનના સુખી સમૃદ્ધ અને સંસ્કારી કુટુંબના કારણે બાલ્યકાળથી જ તેમનામાં ધર્મસંસ્કારો દઢ અને વૃદ્ધિગત બન્યા હતા. લઘુવયથી જ ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસમાં તેમની તેજસ્વી પ્રતિભા ચમકતી હતી. બાલ્યવયે તેમની ધાર્મિકસૂત્રો બોલવાની વિરલ છટા અને ગાથાઓ, શ્લોકો, પ્રાર્થના ગાવાની અનુપમ શૈલી તેમ જ કંઠની હલક એટલી ભાવોત્પાદક, હૃદયંગમ અને મધુર હતી કે ખુદ પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ પોતે સં. ૨૦OOના ચોમાસામાં પકખીચોમાસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેમની પાસે બૃહત્ક્રાંતિ બોલાવતા હતા અને ખાસ કરીને અજિત-શાંતિ-સ્તવનનું ગાન કરાવતા હતા એ જ રીતે, વ્યાવહારિક અભ્યાસમાં પણ તેઓ દરેક ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા હતા. પૂજ્યોની છાયામાં સાથે રહીને ગુજરાત-સૌરાષ્ટ્રકચ્છમાં પાદવિહાર દ્વારા ફરીને અનેક ગામ-નગર-તીર્થોની યાત્રાઓ સાથે ધર્માભ્યાસ કરવા દ્વારા સંયમની કેળવણી લઈને, દીક્ષા માટે તત્પર બનતાં, તેમને વિ. સં. ૨00૪ના ફાગણ સુદ બીજના રાજકોટ પાસેના ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ચતુર્વિધ સંઘ ધર્મવિજયજી મહારાજે દીક્ષા આપી અને મુનિશ્રી સૂર્યોદયવિજયજીના નામે જાહેર કરી મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયાનન્દવિજયજીના શિષ્ય બનાવ્યા. દીક્ષા પછી પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીનું આદર્શ જીવનઘડતર કરવા માંડ્યું. પરિણામે જ્ઞાનોપાસના, ગુરુભક્તિ, સેવા, શુક્રૂષા, વિનય, વિવેક, સમર્પિતતા, મધુરતા, કાર્યતત્પરતા, કુશાગ્રતા આદિનો સુમેળ સધાતાં “સોનામાં સુગંધ ભળે' તેમ, તેઓશ્રી સૌના જાણીતા અને માનીતા પણ બની ગયા. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીના નિકટતમ અને એકનિષ્ઠ અખંડ ગુરુકુલવાસના કારણે તેઓશ્રીની પરમ કૃપાથી, તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિપ્રભા સાથે પ્રબળ પુરુષાર્થથી મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજનો ધર્મશાસ્ત્રાદિનો અભ્યાસ ઊંડો અને વ્યાપક બન્યો. તેઓશ્રીની પારગામી પ્રજ્ઞાએ અતિ અલ્પ સમયમાં ચમકારા દર્શાવવાનું શરૂ કરી દીધું. માત્ર ૧૫ દિવસમાં પખીસૂત્ર અને ૧ દિવસમાં ગુણસ્થાનકસમારોહ સંસ્કૃત પ્રકરણ કંઠસ્થ કરી લીધું હતું. આગળ પ્રગતિ કરતાં તેઓશ્રીને પ્રકરણો, ભાષ્યો, કર્મગ્રંથો, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થાધિગમસૂત્ર તેમ જ એનાં સ્વોપજ્ઞ ભાષ્ય, ટીકાઓ વગેરે ધર્મગ્રંથોનો પ્રૌઢ અને ગંભીર અભ્યાસ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી પાસે કર્યો. ઉપરાંત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, તર્ક, ન્યાય, કોષ, છંદ, આદિનો વિશદ અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેઓશ્રીએ દર્શનના પ્રકાડ વિદ્વાન પંડિતવર્ય શ્રી ઈશ્વરચંદ્રજી વગેરે પાસ કરીને તે તે વિષયોમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓશ્રીની અધ્યયન-અધ્યાપનચિ પણ એવી જ છે. તેઓશ્રીએ ઘણાં સાધુ-સાધ્વીજી તેમ જ જિજ્ઞાસુઓને ધાર્મિક પ્રકરણાદિ ગ્રંથો અને સંસ્કૃત-વ્યાકરણાદિનો અભ્યાસ કરાવેલ છે. પોતાના વિદ્યાવ્યાસંગી બાલશિષ્ય મુનિશ્રી રાજરત્નવિજયજીને પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થાધિગમાદિ ધાર્મિક ગ્રંથો અને ટીકાઓ તેમ જ વ્યાકરણ, કાવ્ય, કોષ, તર્ક અને છંદ વિષયક ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ જાતે નિરંતર અદ્યાવધિ અસ્મલિત કરાવી રહ્યા છે. તેમાં પૂજ્યશ્રી ક્યારેય શ્રમને ગણકારતા નથી કે તે માટે તેઓશ્રીને સમયાભાવનો સવાલ જ નથી. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, જૈન એજ્યુકેશન બોર્ડ વગેરે શિક્ષણસંસ્થાઓનાં ઉચ્ચ ધોરણોની તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણાદિની વિશારદ-ભૂષણ પરીક્ષાઓના પ્રશ્નપત્રો વર્ષો પર્યત તેઓ તૈયાર કરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy