SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ તવારીખની તેજછાયા આરાધનામાં સતત જાગ્રત રહ્યા હતા. સ્વર્ગસ્થ આચાર્યશ્રી ચિદાનંદ સૂરીશ્વરજીને અધ્યજિલિ લેખક :–પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી (મુનિ) મ. (આચાર્યશ્રીના શિષ્ય અને શિશુ) - જન્મ : વૈશાખ વદ-૧૦, તા. ૩૦-૫-૧૯૧૩ (સુરત). દીક્ષા : વૈશાખ વદ-૧૧, વિ. સં. ૨૦૦૩ (પાંચેટિયા- રાજસ્થાન). પંન્યાસ પદ : ફા. સુ. ૭, વિ. સં. ૨૦૨૬, તા. ૧૪૩-૧૯૭૦ (પાટણ). આચાર્ય પદ–વૈશાખ વદ ૧૧. વિ. સં. ૨૦૪૦ તા. ૨૬-૫-૧૯૮૪ (માંડવી-સુરત). કાળધર્મ-ફાગણ વદ ૮. વિ. સં. ૨૦૬૦ તા. ૧૪-૩૨૦૦૪ (પાલિતાણા). મહાપુરુષોનું જન્મ-જીવન તથા મૃત્યુ બધું જ મહોત્સવરૂપે હોય છે. મહાપુરુષોના જીવનની આ એક લાક્ષણિકતા છે. , જન્મ સ્વના શ્રેય કાજે, જીવન–સ્વપરના કલ્યાણ કાજે, અને મૃત્યુ પણ અજન્મા (મૃત્યુંજયી બનવાના મનોરથ માટે સર્જાયેલું હોય છે. મારા પરમ ઉપકારી, હિતકારી ગુરુદેવશ્રી તથા સંસારી પક્ષે પિતાશ્રી એવા ગચ્છાધિપતિ સ્વ. આચાર્યશ્રી ચિદાનંદ સૂરિશ્વરજી મ.સા. પાલિતાણા-સિદ્ધક્ષેત્રમાં ફા. વ. ૮, રવિવાર, તા. ૧૪-૩-૨૦૦૪ના મધ્યાહ્ર સ્ટા. ટા. ૩-૩૦ વાગે પ૭ વર્ષનો દીર્ધ સંયમપર્યાય પાલન કરીને ૯૧ વર્ષની જૈફ ઉંમરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા તે ઘટનાને યાદ કરીને આ લખતાં મારું હૃદય કંઈક દ્રવિત બની જાય છે. તેમનાં ચરણમાં નતમસ્તક બની આ મારી નમ્ર અર્પાજલિ-ભાવાંજલિ આપીને કંઈક કૃતકૃત્યતાનો ભાવ વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. આજે તેઓશ્રી પાર્થિવદેહે ભલે નથી છતાં મારું મન તેમના ફોટામાં પણ જીવંતતા અનુભવે છે અને આજે પણ તેઓશ્રી મારે મન આંખ સામે જ પ્રત્યક્ષ છે. પરોક્ષરૂપે તેમની કૃપાવર્ષા મારી ઉપર વરસી રહી છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વહસ્તે મારી ઉપર લખેલા ચાર પત્રો અહીં યથાવત્ ઉદ્ધત કર્યા છે. તેમાં જણાવ્યા મુજબ તા. ૮-૪- ૨૦૦૨ના પત્રમાં પૂજ્યશ્રીએ “હવે પત્ર લખવા કરતાં રૂબરૂ આવવું ઉચિત રહેશે.” આ લખીને મને પહેલેથી જ સંકેત આપી દીધો હતો, એટલે મેં સન-૨૦૦૨માં પાલિતાણા મુકામે ધાનેરા ભુવનમાં ચાતુર્માસ રહીને પૂજ્યશ્રીની સેવા-ભક્તિનો યતુકિંચિતુ લાભ મને મળી શક્યો. બીજા બધા પત્રોનું લખાણ એટલું બધું સ્પષ્ટ છે કે તેઓશ્રીની અંતિમ ભાવના સિદ્ધગિરિની છત્રછાયામાં રહેવાની હતી અને તે ભાવના આખરે ફળીભૂત પણ થઈ. પૂજ્યશ્રીની સ્વાધ્યાયરુચિ એટલી બધી તો પ્રબલ હતી કે–આવનાર દરેક ગૃહસ્થ કે સાધુ-સાધ્વીજીને અધ્યાપન માટે પ્રેરણા કરતાં રહેતાં અને સ્વયં તેમાં નિમગ્ન રહેતા. આ સંસ્કારથી જ તેઓશ્રી સમાધિ–મૃત્યુને સહજ બનાવી શક્યા હતા. પૂજ્યશ્રી પોતાનું અંતિમ ચાતુર્માસ સન-૨૦૦૩માં પાયધુની, મુંબઈ કરીને તુરત જ પાલિતાણા પ્રતિ વિહાર કર્યો ત્યારે મેં પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી કે-આપશ્રી વાલકેશ્વર-બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસરના શતાબ્દીમહોત્સવ પ્રસંગે પધારીને પછી જશો, પરંતુ યોગાનુયોગ ન હોઈ તેઓશ્રીએ મને એક પત્ર લખીને આપ્યો–જે પત્ર વાલકેશ્વર, દેરાસરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઝવેરી પરિવાર તથા આ. દેવ શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.ને સંબોધીને લખ્યો હતો. તેમાં પણ પૂજ્યશ્રીએ એ જ લખ્યું હતું કે–દેરાસરના આ શતાબ્દીમહોત્સવમાં મારે આવવું જ જોઈએ છતાં મારા પ્રતિનિધિ તરીકે મારા મુખ્ય શિષ્ય અને સંસારી પુત્ર મુનિશ્રી મૃગેન્દ્ર મુનિને મોકલવા આજ્ઞા કરી છે, કારણ હાલ મારી ઉંમર ૯૦ ઉપરની છે એટલે જલ્દી સિદ્ધગિરિ જવાય તો સારું. આવા ભાવને વ્યક્ત કરતો પત્ર અહીં ઉદ્ધત કર્યો છે. પૂજ્યશ્રીના કાલધર્મ બાદ બરોબર એક મહિના પછી ચિત્ર વદ-૮ તા. ૧૨-૪-૨૦૦૪, સોમવારનો દિવસ પણ આવી પહોંચ્યો અને મેં એક ચમત્કાર અનુભવ્યો જે અત્રે રજૂ કરું છું. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય, ૪-૩૦ થી પ-00 વચ્ચેનો લગભગ ટાઇમ. હું અર્ધ-જાગૃતસ્થિતિમાં હતો. પૂજ્યશ્રી સાધુવેશમાં જ હતા. મેં તેમની સાથે વાર્તાલાપ કર્યો. પૂ.શ્રી નું પાર્થિવ શરીર તો પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું હતું. તેઓ જાણે મને કાંઈક કહેતા હતા અને હું સફાળો જાગી ગયો, પણ હું મારી આ રોજનીશીની ડાયરી પૂજયશ્રીને બતાવવા જતો હતો. બસ. બધું જ અદશ્ય...!!” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy