SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ સમર્થ શાસનસંરક્ષક જ્યોતિર્લિંદ, શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૮૧માં સૌરાષ્ટ્રના વરસડા ગામે થયો હતો. પિતાનું નામ જગજીવનદાસ. માતાનું નામ કપૂરબહેન અને તેમનું પોતાનું જન્મનામ ધનજીભાઈ હતું. ધર્મપરાયણ માતાપિતાએ પુત્ર ધનજીમાં ધર્મસંસ્કારનું સિંચન ઘણા જતનપૂર્વક કર્યું હતું. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ લેતાં લેતાં ધનજીભાઈમાં વયની વૃદ્ધિ સાથે ધર્મપરિણતિ પણ વિકાસ પામી અને અવારનવાર સાધુમહારાજોના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્યભાવના જાગૃત બની અને આગળ જતાં દઢ પણ થઈ. તેના પરિપાક રૂપે સં. ૨૦૦૧ના જેઠ સુદ ૧૩ના શુભ દિવસે પિંડવાડામાં આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મહારાષ્ટ્ર-કેસરી પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી ધનપાલવિજયજી નામે જાહેર થયા. | મુનિશ્રી ધનપાલવિજયજી મહારાજના દીક્ષાદાતા દીક્ષાગુરુ ઉત્કૃષ્ટ સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા. તેઓશ્રીના આશીર્વાદ અને સંયમજીવનની ઉત્તમ તાલીમ-બને મળ્યાં. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે થોડા સમયમાં જ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી બન્યા. શાંત-સરળ સ્વભાવી હોવાને કારણે અંતરંગ ગુણોનો સારો વિકાસ થયો અને સ્વ-પર સમુદાયમાં સૌને પ્રિય બન્યા. તેઓશ્રીએ જ્યોતિષવિદ્યાનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી પોતાના પૂ. ગુરુદેવને મુહૂર્ત આદિ કાર્યોમાં ખૂબ સહાયક બન્યા. આવી અનેક યોગ્યતા પ્રાપ્ત કરતાં તેઓશ્રીને ગણિ-પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર વિકાસ સાધતાં સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ના દિવસે મહારાષ્ટ્રના જલગાંવ નગરે આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી નામે ઘોષિત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી તેમનાં પગલે પગલે મહારાષ્ટ્રમાં વધુ વિચરતાં તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા આદિ અનેકવિધ શાસનકાર્યો થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી હાલમાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે. પૂજ્યશ્રીનું વાત્સલ્ય નાનાં-મોટાં સૌ ઉપર એકસરખું વરસતું રહ્યું છે. તેઓશ્રીની ઉદારતા, સરળતા, નમ્રતા, સહિષ્ણુતા, ગંભીરતા અને પ્રભાવકતા દ્વારા અનેક ભવ્યાત્માઓ ભવ–આલોચના દ્વારા આત્મશુદ્ધિ અને આત્મવૃદ્ધિ ચતુર્વિધ સંઘ પામી રહ્યા છે. પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં શાસનનાં અનેકવિધ કાર્યો થયાં છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટીશઃ વંદના! પૂ. પંન્યાસશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી સુશ્રાવકો તરફથી જિનશાસનના શણગાર, પરમ સ્વાધ્યાયપ્રેમી ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મ.સા. પિતાશ્રીનું નામ શ્રી હીરાચંદ આશાજી નાગોત્રા સોલંકી હતું ને માતુશ્રીનું નામ દિવાળીબહેન હતું. શાળાનો અભ્યાસ સુરતમાં કરેલ; પૂજ્યશ્રી બાળપણથી જ ધર્મપ્રેમી ને સંયમના અનુરાગી હતા. ધાર્મિક અભ્યાસના પણ રસિયા હતા. સંસારમાં રહીને પણ તેમને વીતરાગના ધર્મના ત્યાગ, તપ, જ્ઞાન, ધ્યાન પ્રત્યે અવિહડ રાગ હતો. પાંચેટિયા મુકામે રાજસ્થાનમાં પિતાપુત્રએ સાથે દીક્ષા લીધી હતી. તેમના ગુરુનું નામ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયના ઉગ્ર તપસ્વી, વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્ય શ્રી નિપુણપ્રભસૂરિ હતું. પૂજયશ્રીએ સંયમના સ્વીકાર સહિત જ્ઞાન, ધ્યાન સાથે-સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ (ખાનદેશ), મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે અનેક સ્થળોએ વિહાર કરીને સારી શાસનપ્રભાવના કરી છે. પૂજ્યશ્રી સાધુસાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાગણને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિનું સુંદર માર્ગદર્શન આપી રહ્યા હતા. પૂજ્યશ્રીએ શ્રી પદ્માવતી પ્રકાશન મંદિર (ટ્રસ્ટ) ના ઉપક્રમે “ચંદરાજાનો રાસ', “શ્રી ભરતેશ્વર બાહુબલી ભાગ-૧, ૨, ૩” “પુષ્પાવતી–મંગલસિંહનો રાસ', “દિવ્યજીવનને પગલે પગલે” તથા “જીવનનું અંતિમ માંગલ્ય” વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. તેમ જ “યુગાદિ-દેશના” પુસ્તક તથા અંતિમ પુસ્તક શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવ યાને અક્ષયતૃતીયા’નું પણ સંપાદન સુંદર રીતે કરીને જ્ઞાનનો જોરદાર યજ્ઞ જીવનમાં કરીને અનેક જીવોને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સુંદર પ્રયત્ન કર્યો હતો. તેમના જીવનમાં સ્વાધ્યાય જ સર્વસ્વ હતો. સિદ્ધભૂમિની શીતલ છાયામાં આવીને દાદાજીની યાદગાર યાત્રા કરીને છેલ્લે જવાના દિવસે ફાગણ વદ ૮ ના રોજ સવારે પોતાના પ્રશિષ્ય ઉગ્રતપસ્વી પૂ. શ્રી હેમકીર્તિમુનિજી મ.સા. ને તથા સમુદાયવર્તી પૂ. સાધ્વીજી શ્રી મયૂરરત્નાશ્રીજી મ.સા. ને પણ વર્ષીતપનો પ્રારંભ કરાવ્યો. પૂજ્યશ્રી જીવનની છેલ્લી ઘડી સુધી રત્નત્રયીની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy