SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ તવારીખની તેજછાયા પ.પુ. ઉપકારી ગુરુદેવ શ્રી પં. ભદ્રંકર વિ. ગણિવર્યશ્રીની તબિયત હવે અસ્વસ્થ રહેવા લાગી હતી. તેથી મારવાડમાં રહેવાનું યોગ્ય ધારી ત્યાં ગયા. ત્યાં તેઓશ્રીને પંચસૂત્ર, નવસ્મરણ આદિ સમાધિસાધક સૂત્રો સંભળાવવાનું કાર્ય પોતાની ફરજ સમજીને બજાવવા લાગ્યા. ત્યારબાદ પૂ. પંન્યાસજી ભગવંત એમના ઉપકારી પરમ ગુરુદેવ, સંઘહિતચિંતક પ. પૂ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી પાટણ પધાર્યા અને પોતાના ગુરુદેવની નિશ્રામાં છેલ્લું ચાતુર્માસ થયું. જ્યારે પૂ. કુંદકુંદ વિ. મ.નું ચાતુર્માસ પૂ. આચાર્ય ભ.ની આજ્ઞાથી પિંડવાડા થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. ગુરુદેવની સેવામાં પાટણ હાજર થઈ. પૂર્વવત્ આરાધનામાં સહાયક થવા લાગ્યા. ત્યાં પૂ. પંન્યાસજી મ.ની તબિયત વધુ નાજુક બની અને સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ની રાતે પખી પ્રતિક્રમણમાં સકળ સંઘની સાથે ક્ષમાપના કર્યા પછી શ્રી નવકારનો જાપ કરતાં ૮=૦૩ મિનિટે સમાધિપૂર્વક જર્જરિત દેહનો ત્યાગ કર્યો. તે દિવસ પૂજ્યશ્રી માટે સૌથી વધારે ઉદાસ ભાસિત થયો. દિવસોને પસાર થતાં વાર નથી લાગતી એમને યોગ્ય જાણી, પૂ. ગચ્છાધિપતિ તરફથી આજ્ઞા આવતાં પૂજ્યોએ પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ.ને ભગવતીજીનાં યોગમાં દાખલ કર્યા. સં. ૨૦૩૭ના કારતક વદ ૫-ના દિવસે હાલારનાં સેંકડો ભાવિકોની હાજરીમાં વિશિષ્ટ મહોત્સવપૂર્વક પંન્યાસ પદ ઉપર આરૂઢ કર્યા. ભાવિકોએ તે દિવસે ગુરુભક્તિથી પ્રેરાઈને સ્વઇચ્છાનુસાર જીવદયા, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ તેમ જ સાત ક્ષેત્રોમાં સારા પ્રમાણમાં લાભ લઈને ધન્યતા અનુભવી. પૂજ્યશ્રી પણ નમ્રતાપૂર્વક મળેલા પદને વહન કરવા લાગ્યા. પરમાત્માની આજ્ઞાપૂર્વક સંયમ પાળતાં ખૂબ આરાધક બન્યા અને સં. ૨૦૩૮માં પરમારાથ્યપાદ ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તરફથી પૂ. કનકચંદ્ર સૂ. મ. ઉપર આજ્ઞાપત્ર આવ્યો કે “પં. કુંદકુંદ વિજયજીને આચાર્ય પદ પર આરૂઢ કરવા.” અને પૂજ્યશ્રીને પણ જણાવ્યું કે, “ભલે તમને પદવીની અપેક્ષા ન હોય, પણ મારી આજ્ઞા છે કે તમારે હવે આચાર્ય પદ ગ્રહણ કરવાની જરૂર છે.” આમ તેમને પૂજ્યોએ આચાર્ય પદવી આપી. તેઓ હાલારના ઇતિહાસમાં પ્રથમ જૈનાચાર્ય બન્યા. પૂજ્યોની કપાથી હાલારની પ્રજાના હિતની ભાવનાથી પ્રવચનો-પુસ્તકો-પ્રેરણાઓ દ્વારા અને મુનિરાજ શ્રી મહાસેનવિજયજી-ને સહાયક બનીને હાલાર અને હાલારીઓમાં ભવ્ય શાસનપ્રભાવના કરાવતા રહ્યા. અને ગુરુબંધુ અને સંસારીબંધુની એક જ ખેવના કેઆપણી સકલ ભદ્રિક અને ધર્મમાં અબુધ પ્રજાને ધર્મમાર્ગમાં જોડવી. તે માટે ઘર ઘર નવકાર મંત્રનું રટણ, ગામોગામ પહેલાં ભગવાનની છબીઓ અને પછી જિનાલયોનું નિર્માણ, સામૂહિક અનુષ્ઠાનો દ્વારા ક્રિયાઓનું જ્ઞાન અને શત્રુંજયની યાત્રા કરાવીને ભવ્યત્વની છાપ પડાવવાનું મહાન કાર્ય કર્યું. પૂજ્ય ગુરુદેવ પૂજ્યપાદ પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રા અને આશીર્વાદથી હાલારમાં સર્વપ્રથમ ઉપધાનતપ-છ'રીપાલિતસંધ-નવપદજીની ઓળી વગેરે અનુષ્ઠાનોથી ધર્મને જાગતો કરી દીધો. સં. ૨૦૩૮નું અંતિમ ચાતુર્માસ નવરંગપુરામાં કર્યું. પછી ઉપધાન તપ કરાવવા માટે હાલારમાં પધારવાની વિનંતીથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાપૂર્વક હાલારમાં પધાર્યા. જામખંભાળિયામાં ઉપધાનતપની શરૂઆત થઈ અને ૧૨ દિવસ પછી અચાનક તબિયતમાં કિડની ડેમેજ થઈછતાં ગજબની સમાધિ હતી. ભક્તજનો પૂજ્યશ્રીને આપદુધર્મ તરીકે મોટા કોઈ શહેરમાં લઈ જવાની વિચારણા અંદરોઅંદર કરવા લાગ્યા. તે માટે જરૂરી આજ્ઞા મેળવવા દોડાદોડ શરૂ થઈ. શરીરનું યંત્ર ખોટકાતું જતું હોવા છતાં અત્યંતર રીતે સજાગ અને સભાન પજ્યશ્રીને આ હિલચાલનો મર્મ સમજાઈ ગયો. એટલે તેઓશ્રીએ પોતાના હાથે જ પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ઉપર એક પત્ર લખીને બંધુનિ શ્રી મહાસેન વિજયજી મહારાજને તથા એમના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજી મ. ને આપ્યો. પત્રમાં લખ્યું હતું કે-“આ બિમારીમાં હું કદાચ બેભાન બની જાઉં, તોય મારા ચારિત્રધર્મને બાધક આવે એવી કોઈ પ્રવૃત્તિ મારા શરીર અંગે ન કરાય અને વડીલોની કૃપાથી નવકારમાં જ ધ્યાન રહો.” અને છેલ્લે ભક્તોની હાર થઈ. તેમની ભાવના મુજબ ત્યાં જ નવકારની ધૂન ચાલુ હતી. અનેક ભાવિકોની મેદની વચ્ચે એમના ગુરુદેવ અને શંખેશ્વર દાદાના ધ્યાનમાં ખૂબ સમાધિ, સભાનતાપૂર્વક ૨૦૩૯ ફાગણ સુદ-૪ના સવારના ૧૦=૦૩ મિનિટે પોતાના આત્મા સાથે શરીરનો સંબંધ પૂરો કરીને દેવલોકની વાટે સંચર્યા. આ ધરતી ઉપર એક આચાર્ય મ.ની ખોટ પાડી. સૌજન્ય : અમૃતબેન લખમશી વીશરીયા-લંડન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy