SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! (સંકલન : પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વર મહારાજના વિનય શિષ્ય પૂ. પં. હર્ષસાગરજી મહારાજ) પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગર મ.સા. તથા છે. પં હર્ષસાગરજી મ.ની પ્રેરણાથી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ પૂના મહારાષ્ટ્રના સૌજન્યથી હાલારના ઈતિહાસમાં પ્રથમ જૈનાચાર્ય બન્યા પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મ.સા. | ગુજરાતમાં જામનગર જિલ્લાના હાલારના પ્રાન્તમાં સિંહણ નદીના કાંઠે અનેરી જાહોજલાલીથી ભરપૂર એવા મોટા માંઢા ગામની પુનીત ધરાને પવિત્ર કરતા, અનેકોને આનંદ આપતા શા. પૂંજાભાઈ નોંઘા ખીમસિયાને ઘેર માતા માકાબહેનની કુક્ષિએ સર્વ દિશાઓને પ્રકાશિત કરતા એવા બાલરત્નનો જન્મ વિ. સં. ૧૯૭૩ના ફાગણ સુદ ૧૧ને દિવસે થયો. અનેરા લાલન-પાલનપૂર્વક વૃદ્ધિને પામતા માતાપિતાના વાત્સલ્યનું પાન કરતા, ધર્મની સુષુપ્ત ભાવનાને પ્રગટ કરતા કુમાર કેશવજીભાઈ–કેશુના હુલામણા નામથી સર્વને પ્યારા થઈ ગયા. કિશોર અવસ્થામાં પણ હોંશિયાર વિદ્યાર્થી તરીકે સ્થાન પામ્યા. બુદ્ધિની સ્વયં પ્રતિભાથી તેમ જ તે અરસાની આઝાદીની લડતથી પ્રેરાઈને ચુસ્ત ગાંધીવાદી તરીકેનું જીવન જીવવા લાગ્યા યુવાવસ્થામાં પહોંચેલા આ નાનકડા યુવાને થોડાં વર્ષોમાં અભ્યાસ–દેશસેવા તથા વ્યાપારાદિમાં સારી સફળતા પ્રાપ્ત કરી, અને “પુત્રનાં લક્ષણ પારણામાં' એ યુક્તિને સાર્થક કરતા લોકપ્રિયતા મેળવતા આગળ વધવા લાગ્યા. તેમાં પોતાના વડીલ બંધુ માણેકભાઈ (મુનિ શ્રી મહાસેન વિજયજી મ.સા.) ના સંપૂર્ણ સહકારથી પોતાની બૌદ્ધિક પ્રતિભાને વધાવવા લાગ્યા. - તેમાં એક વખત સોનાનો સૂરજ ઊગ્યો. જીવનનો પ્રકાશ પાથરતી પો ફાટી. હાલારરત્નના બિરુદનું બીજ વપન થવાની અનેરી ઘડી આવી. વડીલ બંધુ માણેકભાઈએ એમને કહ્યું કે, “આપણે લાલબાગમાં પધારેલ પરમ અધ્યાત્મ મૂર્તિ, સમતાવંત, સાક્ષાતુ મૈત્રીની પ્રતિમા સમાન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં દર્શન કરીએ અને આત્માને કતાર્થ કરીએ.” ભાઈની આવી અવસરોચિત પ્રેરણાથી, આવી અનુપમ વિરલ વિભૂતિનાં દર્શન કરવાની ભાવના જાગી. તેઓશ્રી લાલબાગ ઉપાશ્રયમાં ગયા, ત્યારે સામેથી સાક્ષાત્ કૃપાસાગર ચતુર્વિધ સંઘ ઉપકારી પૂ. ગુરુદેવનાં દર્શન માત્રથી જ અંતરમાં જાણે પ્રકાશ ન થયો હોય, કે “આ મહાપુરુષનાં ચરણોમાં જીવન પસાર કરવું–મારું જીવન અને મારું સર્વસ્વ આ મહાપુરુષ” બસ, મનોમન આ નિર્ણય કરી એકસરખી વિચારધારાની મગ્નદશામાં પૂ. ગુરુદેવનાં ચરણોનું આલિંગન કર્યું. મન ગુરુદેવ પાસે મૂકી શરીરને ઘેર લાવ્યા. દીક્ષા માટે વડીલોની રજા સહેલાઈથી મળી જાય તે માટે છ વિગઈનો સર્વથા ત્યાગ કરી ફક્ત “છાશ અને રોટલા” નો આહાર લેવા લાગ્યા. તેથી વડીલોને એમના ત્યાગની ઝાંખી થઈ અને તેમના સ્નેહ અને મોહ ઓગળી ગયા અને ઉપકારક એવા સાધુપણાને વરવા કેશવજીભાઈને સંમતિ આપી. એમના ગુરુ મહારાજે પૂજ્ય ઉપકારી કર્મસાહિત્ય નિષ્ણાંત, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમ સૂરીશ્વરજી મહારાજા પાસે મોકલીને શુભ મુહૂર્ત કઢાવ્યું. મુહૂર્ત લઈને હાલારમાં આવ્યા. હાલારનાં બાવન ગામોમાં તથા જામનગરમાં દિગવિજય પ્લોટમાં વસતા સ્વજ્ઞાતીય ભાઈઓને સામાયિકનાં ઉપકરણોની લહાણી કરી અને પોતાના વડીલો સાથે કચ્છના તીર્થોની યાત્રા કરી. | મુહૂર્તના દિવસે સહકુટુંબ મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણી ગામમાં બિરાજતા પૂ. પંન્યાસજી ભગવંતની નિશ્રામાં પહોંચી ગયા. અનેરા ઉલ્લાસપૂર્વક “મુનિ કુંદકુંદવિજયજી' તરીકે દીક્ષિત થયા. દીક્ષિત થયેલ કેશુભાઈ, હાલારમાંથી તપગચ્છમાં પ્રાયઃ પ્રથમ હતા. મુનિ શ્રી કુંદકુંદવિજયજી પોતાના ઉપકારી પૂ. ગુરુદેવ આદિ વડીલોની વૈયાવચ્ચ–સેવા, અભ્યાસ, તપ-જપ માં મગ્ન બન્યા. થોડા જ વર્ષોમાં પૂજ્ય ગુરુદેવની કૃપાદૃષ્ટિથી શાસ્ત્રોના ગહન અધ્યયનમાં સારી રીતે આગળ વધી રસાસ્વાદને માણવા લાગ્યા. એમાં વળી સં. ૨૦૧૩માં માણેકભાઈનાં ધર્મપત્ની સમાધિપૂર્વક અવસાન પામ્યાં. તેમના આત્મશ્રેય નિમિત્તે મહોત્સવમાં ગુરદેવની આજ્ઞાથી પૂજ્યશ્રી માંઢા પધાર્યા. ભાઈભાઈનું હેત અહીં સફળ થયું અને એમને વિચાર આવ્યો. વડીલ બંધુ માણેકભાઈની પ્રેરણાથી અને એમના ઉપકારથી હું આ માર્ગને પામ્યો, તો મારી પણ ફરજ છે કે મારે મારા ભાઈને ચારિત્રના આ પરમોત્કૃષ્ટ માર્ગમાં લાવવા જોઈએ. બે દિવસમાં તૈયારી પણ થઈ ગઈ અને વૈશાખ સુદ-૩ ના દીક્ષા આપીને બંધુ બેલડીએ સ્વ–પરોપકારનાં પરમશ્રેય કાર્યમાં પોતાનું જીવન બુઝાવી દીધું. વ્યા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy