SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ iી માં | valસન ફટકોદ્ધારક, 1 T/ TAT THER ૩૯૨ આચાર્ય-પદ ગ્રહણ કરેલું. વિ. સં. ૨૦૨૯, માગ. સુ. ૩ના પં. શ્રી કલાપૂર્ણ-વિજયજી ગણિવરને આચાર્ય-પદથી વિભૂષિત કરી ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. તે જ વર્ષે ચૈત્ર સુદ-૧૪ના દિવસે આધોઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આગળના દિવસે સહવર્તી મુનિઓએ ઉપવાસ કરવાની ના પાડેલી હોવા છતાં તેઓશ્રીએ મૃત્યુના દિવસે પણ ઉપવાસ કર્યો જ. ચૈત્ર સુદ-૧૪, તા. ૪-૪-૦૪, રવિવારે ઘાટકોપર [...] ૬૦ ફૂટ જેન સંઘના ઉપક્રમે ભાટિયા વાડીમાં વાગડ વી. ઓ. જૈન સંઘ-દાદરના સહયોગથી પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ગુણાનુવાદ થયો. સૌજન્ય: પૂ. પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.સા. તથા પૂ. પં.શ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ડાહ્યાલાલ જેઠાલાલ કુબડીયા (લાકડીયા-કચ્છ) પરિવાર તરફથી શાસનકંટકોદ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. શાસનસ્તંભ-શાસનકંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ૬ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરામભાઈ અને માતાનું નામ ઉજમબહેન તથા પોતાનું સંસારી નામ હઠીચંદ હતું. હઠીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાનો સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ મોતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા-પ્રતિક્રમણ-સામાયિક અને વ્રત-નિયમ–તપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૮૭૬માં લગ્ન થયાં. તેમને બે પુત્રો અને એક પુત્રી થયાં, પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ ન હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦-૧૧- ૧૫-૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીઓ આદિ તપસ્યા કરી સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાનો શુભ નિર્ણય કરાવ્યો. પોતાને છ વિગઈનો ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ (૧) પ.પૂ.આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ. પ્રવર્તક મુનીન્દ્રસાગરજી મ.સા. લેવાની ભાવનાએ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે અને કાટકડા ગામનાં જંગલોમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણોમાંથી પથ્થરો કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાર્તિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨૦ હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ ગયા. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગમોનું સુંદર જ્ઞાનસંપાદન કર્યું. ‘પિંડનિયુક્તિ' ગ્રંથનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy