SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ શાસનસ્તંભ આચાર્યદેવના નામને તેમ જ તેઓશ્રીનાં શાસનરક્ષાનાં કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં તૈયાર થઈ રહેલ સમાધિમંદિર તથા સંગેમરમરના શિલ્પકલાયુક્ત ગુરુમંદિરના નિર્માણ માટે શ્રીસંઘે છૂટે હાથે સદ્વ્યય કર્યો. કોટિ કોટિ વંદન હજો એ શાસનના એ અજોડ સંરક્ષક સિંહપુરુષને! સૌજન્ય : બાબુલાલ લક્ષ્મીચંદ કેશવજી કુંઢડાવાળા પરિવાર હાલ કાંદીવલી-મુંબઈ તવારીખની તેજછાયા. અનુવાદ “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર', ‘તત્ત્વતરંગિણી' ગ્રંથ કુમહાવિષ જાંગુલી’ મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીનઅર્વાચીન ઇતિહાસોની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનગ્રંથો બનાવ્યા, અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન ચોવીશી, ચૈત્યવંદન ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, આગમશાસ્ત્રો, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીએ અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાધ્યો. પૂજ્યશ્રીએ અનેક ગામોમાં જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં. સેંકડો પ્રતિમાજીનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પોતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજાઓને પ્રવ્રયા આપી શાસનને સુપ્રત કર્યા તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દોર્યા. પૂજ્યશ્રીની શાસનસેવાને અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ ચતુર્વિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે ‘શાસન કંટકોદ્ધારક' ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘોષણા કરી. પાલિતાણામાં પદવીસમારંભ યોજવાનો નિર્ણય થયો. સં. ૨૦૦૭ના મહાવદ પાંચમે વયોવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી અમરશી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને સં. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ ને ગુરુવારે ગણિ પદ આપ્યું. સં. ૨૦૨૨માં પાલિતાણામાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ ને શનિવારે ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ, તેઓશ્રી પોતાની દેખરેખ તળે રૂ. એક લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકોદ્ધારક જ્ઞાનમંદિર તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પોતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ બિમારી શરૂ થઈ. સુજાણ ડોક્ટરો નિરુપાય રહ્યા. સતત ઉપાયો ચાલુ હોવા છતાં શ્વાસનો વ્યાધિ વધતો ચાલ્યો. જેમ જેમ વ્યાધિ વધતો ચાલ્યો તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે સ્વસ્થતાથી વાતો કરતાં, ૩-૪ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગગમન થયું. જૈનસંઘોએ મહાન જ્યોતિર્ધર ગુમાવ્યો! પૂ. આગમોદ્ધારક ગ્રંથમાળા'ના પ્રયોજક, અનેક શિલાલેખો–પ્રતિમાલેખોના સંગ્રાહક અને સમર્થ જ્ઞાની-તપસ્વી, પરમોપકારના કર્ણધાર પૂ. આચાર્યશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સૈકાઓથી ભારતભૂમિ ધર્માચાર્યોના ઉપદેશથી ગાજતી રહી છે એ આપણું પરમ સૌભાગ્ય છે. માનવજીવનમાં, અનેક સંસ્કૃતિવિષયોમાં જેવા કે ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વ્યાકરણ આદિમાં જૈનાચાર્યોનું જે બહુમૂલ્ય પ્રદાન સમયે સમયે ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે તેમાં આગમોદ્ધારક સમુદાયના એક વર્તમાન આચાર્યભગવંત વાત્સલ્યમૂર્તિ શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના કઠિન પરિશ્રમની પણ નોંધ લીધા વિના ચાલે તેમ નથી. જેમના અનુપમ વ્યક્તિત્વથી અનેક જૈન-જૈનેતરો પૂજ્યશ્રીના પૂજક અને ભક્ત બન્યા એવા આચાર્યશ્રીનો જન્મ ગુજરાતની ધર્મનગરી ગણાતી કપડવંજની પવિત્ર ભૂમિમાં ત્યાંના શ્રીવીસાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરીખ કુટુંબમાં ઈ.સ. ૧૯૧૨માં થયો હતો. સંસારી નામ કાંતિભાઈ. નામ જેવી જ સગુણોથી શોભતી ધર્મરેખાઓ લલાટે અંકિત થયેલી હતી. માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ સોમચંદભાઈ. માણેક અને સોમની શાંત શીતલ પ્રભા-કાંતિથી કાંતિભાઈનું વ્યક્તિત્વઘડતર થયું હતું. ધર્મપ્રેમી માતાપિતાએ તેમને અધિક વાત્સલ્યભાવે ધર્મસંસ્કારો આપ્યા. શ્રમણધર્મના ઉચ્ચતમ સંસ્કારો અને આગવી કોઠાસૂઝને કારણે જોતજોતામાં શ્રી કાંતિભાઈએ આંતરિક પવિત્રતાનો વિલક્ષણ વિકાસ સાધ્યો. સમય જતાં શ્રી જિનશાસનના પ્રભાવે અનેક મહાપુરુષોનો સુયોગ સાંપડ્યો. મન પૂર્ણપણે સંયમમાર્ગે વિચરવા તત્પર બન્યું. સં. ૧૯૮૭માં તેઓશ્રીએ પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મહારાજની નિશ્રામાં કપડવંજ મુકામે પ્રવ્રજ્યા અંગીકાર કરી, સંયમસાધનાનો કઠિન માર્ગ અપનાવ્યો. સં. ૧૯૮૭ના અષાઢ સુદ ૧૪ના દિને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy