SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શાસ્ત્રજ્ઞાનના વિદ્યા વારિધિઓ પણ ધમા સર્વજ્ઞ પ્રભુના શાસનની અજોડતા તેના અવ્વલ અને અઢળક શાસ્ત્રખજાનાને આભારી છે. જૈન શાસનનો ભવ્ય જ્ઞાનખજાનો માત્ર તેના શ્રુતભંડારોમાં જ સચવાયેલો નથી, પણ જીવંત શ્રુતભંડાર સમા શ્રુતધરો વિશાળ સંખ્યામાં આજે પણ વિદ્યમાન છે. પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ શ્રમણજીવનની નિત્યક્રિયા છે. સૂત્ર અને અર્થનું વિનિયોજન એ જૈન શાસનની આગવી શ્રુતપરંપરા છે. સ્વ-પર દર્શનનાં શાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને વિદ્વત્તાથી ઓપતા વિદ્યાવારિધિ સમા સૂરિવરો અને મુનિવરોથી જૈન શાસન દીપે છે. જૈનાગમોના પ્રકાંડ વિદ્વાનોથી જૈન સંઘ આજે પણ સમૃદ્ધ છે. દાર્શનિક ગ્રન્થોના અભ્યાસીઓ, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના પારંગતો, પ્રાકરણિક ગ્રન્થોના વિદ્વાનો તથા જ્યોતિષ અને શિલ્પશાસ્ત્ર જેવા વિધાશાસ્ત્રના પારગામીઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. શ્રુત-અધ્યયનની સાથે સંસ્કૃત-પ્રાકૃત-ગુર્જરગિરામાં અભિનવ ગ્રન્થોનું સર્જન કરનારા શાસ્ત્રસર્જકો પણ આજે દૃષ્ટિગોચર થાય છે, તે વર્તમાન જૈન સંઘનું ઊંચુ ગૌરવ છે. આ શાસ્ત્રવેત્તાઓએ જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો છે, અપૂર્વ ચેતના પ્રગટાવીને અભિનવ સંસ્કારો આપ્યા છે. ભિન્નભિન્ન વિષયના નિષ્ણાંતોએ પોતાના સમગ્ર જીવનને તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયની સુવિશુદ્ધ આરાધના કરવાપૂર્વક જિનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જોડી દીધું હતું. ગુણરત્નના સાગરસમાન આવા અનેક પૂજ્યો અને આવા પ્રખર વિદ્યાવારિધિઓને કોટિશઃ વંદના! શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય (ત્રિસ્તુતિક) મહાન શાસનપ્રભાવક, ક્રિયોદ્ધારક અને ‘શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ'ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિબોધક મહાન આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩ મી પાર્ટ ક્રિયોદ્વારક શ્રી રત્નસૂરિજી અને ૬૭મી પાટે શ્રી પ્રમોદસૂરિજી મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી પાટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયો હતો. શ્રમણસંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંઘને પ્રભાવક મહાપુરુષોની અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ ક્રિયોદ્ધારક મહાપુરુષો થયા. તેમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિયોદ્ધારક હતા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ Personal Use Only જિયોને અને શ્રી બિવાન રાજેન્દ્ર વિયોના સર્જક विधायकः स्ववीयपर बनी નીચલી સામે ચીચપીમથા तस्मै श्री गुरव नमः મહાન ક્રિયોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષના સર્જક પ.પૂ. આ. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy