SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! (સંકલન : પૂ. પં. શ્રી હેમચંદ્ર વિ. મ.સા.) સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, ભક્તિનગર, શંખેશ્વર દીર્ધ તપસ્વી, શાસનદીપક, મહાન પ્રભાવક શ્રીમદ્ આચાર્યપ્રવર શ્રી રંગવિમલસૂરીશ્વરજી મ. ભારતભૂમિ સંતો મહંતોની જન્મદાત્રી છે. આ ભૂમિના પુણ્યશ્લોક મહાપુરુષોએ પ્રાણીમાત્રનું કલ્યાણ કર્યું છે. મારવાડના જાલોર પરગણા પાસે આહોર નામના ગામમાં શેઠ બદાજી અને સુશીલ ખીમીબાઈને ત્યાં પાંચમા સંતાનરૂપે વિ. સં. ૧૯૪૦ના આસો સુદ ૧૦ના મંગળ દિવસે પુત્રરત્નનો જન્મ થયો તે જ આપણા ચરિત્રનાયક પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી. બચપણનું નામ ગેમાજી. ચંદ્રની કળાની જેમ બાળક ગેમાજી વધવા લાગ્યો. વ્યાવહારિક શિક્ષણ ચાર વર્ષ લીધું અને સાથે સાથે સામાયિક પ્રતિક્રમણનાં સૂત્રો પણ શીખી લીધાં. ગુરુ મહારાજોના સંપર્કથી ગેમાજીનો આત્મા જાગી ગયો. ધર્મનો પાકો રંગ લાગી ગયો. મરુધરનું મોતી શુદ્ધ સ્ફકિટ બની ગયું. સ્થાનકવાસી મુનિ બન્યા. જ્ઞાન અને પ્રતિભાના બળે મૂર્તિપૂજામાં સત્ય લાધ્યું અને મૂર્તિપૂજક ગચ્છમાં મુનિપણું સ્વીકાર્યું. અધ્યયન અને અધ્યાપન દ્વારા યોગ્યતા કેળવી આચાર્યપદવીને લાયક બન્યા. પૂજ્ય આચાર્યશ્રીના જ્યાં જ્યાં પગલાં પડ્યાં ત્યાં ત્યાં ધર્મરંગનાં છાંટણાં થયાં. કુસંપ અને તડ હતા ત્યાં પૂજ્યશ્રીએ સંપ કરાવ્યો, જૈન શાસ્ત્રોનો અભ્યાસ ઝીણવટથી કર્યો. વિ. સં. ૧૯૬૬ના કારતક વદિ-૬ના રોજ પાલિતાણામાં પૂ. પંન્યાસશ્રી સૌભાગ્યવિમલજી ગણિવર્યે તેમને ભાગવતી દીક્ષા આપી મુનિ રંગવિમલજી નામ રાખ્યું. પૂ. મુનિશ્રી મુક્તિવિમલજી મ.ના પ્રથમ શિષ્ય બન્યા. દીક્ષા પછી આપણા ચરિત્રનાયક પૂ. ગુરુદેવ સાથે ગ્રામાનુગ્રામ વિચરતા પ્રથમ ચાતુર્માસ અમદાવાદમાં, બીજું ચાતુર્માસ મૂળીમાં તેમનાં વ્યાખ્યાનોમાં ઉપાશ્રય શ્રોતાજનોથી ચિક્કાર ભરાઈ જતો. વિ. સં. ૧૯૮૪ માગશર સુદિ-૩ ના રોજ વિજાપુરમાં પૂ.આ. શ્રી અજિતસાગરસૂરિજીએ ગણિ પદવીથી અને તે પછી પંદર દિવસ બાદ માગશર વિંદ-૬ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ પાટણ મુકામે સં. ૨૦૦૫ના ફાગણ સુદિ-૨ ને ગુરુવારે પ.પૂ.આ. શ્રી વિજયન્યાયસૂરીજી મહારાજે પં. શ્રી રંગવિમલજી મ.ને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. પૂ. રંગવિમલસૂરિજીએ જગ્યાએ–જગ્યાએ ઉપધાન તપો કરાવ્યાં, અઠ્ઠાઈ મહોત્સવો તો ગામેગામ થતા, પૂજાઓ, પ્રભાવનાઓ, અંગરચનાઓ, ભાવનાઓ, સ્વામીવાત્સલ્યો, નવકારશીઓ પણ ગામેગામ થતાં. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠામહોત્સવો અને અંજનશલાકાઓ પણ ધામધૂમથી થતાં. પૂજ્યશ્રીએ જીર્ણોદ્ધાર પણ કરાવ્યા અને જ્ઞાનભંડારોના ઉદ્ધાર પણ કરાવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક સંઘો પણ નીકળ્યા હતા. પૂજ્યશ્રીની સાહિત્યસેવા પણ ઘણી છે. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી મુક્તિવિમલજી જૈન ગ્રંથમાળાની સ્થાપના સં. ૧૯૯૨માં થઈ, તેમાં ૧૭ ગ્રંથો પ્રકાશિત થયા. ૨૦૧૫ના આસો વદિ ૦)) (દિવાળી પર્વના દિવસેભગવાન મહાવીરના નિર્વાણ)ના દિવસે જૂના ડીસામાં શાસન શિરોમણિ, પુણ્યપ્રતાપી મહાતપસ્વી આત્મા સવારના ૧૦-૪૦ મિનિટે ૭૬ વર્ષની ઉંમરે નાશવંત દેહ છોડીને સ્વર્ગે સિધાવ્યા. તે વખતે કંકુની થાળીમાં પગલાં પડ્યાં અને નંદાવર્તનો સાથિયો થયો. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે સ્થળે સ્થળે અટ્ટાઈ મહોત્સવો, શાંતિસ્નાત્રો, પૂજાઓ તપશ્ચર્યાઓ આદિ શુભ કાર્યો થયાં હતાં. પૂ.આ.શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ મહાન ધર્મપ્રભાવક અને પ્રખર પ્રવચનકાર હતા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણ, અમદાવાદ આદિ અનેક સ્થળોએ વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટરૂપે શાસનપ્રભાવક કાર્યો અને અનુષ્ઠાનો યોજાયાં હતાં. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્યાપન, ઉપધાન, દીક્ષા-પદ-પ્રદાન, યાત્રાસંઘો અને વિવિધ પ્રસંગોપાત ઓચ્છવ–મહોત્સવો પણ ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રીતે સુસમ્પન્ન થયાં હતાં. પૂજ્યશ્રીનાં જ્ઞાન-ધ્યાન-તપ-જપ-ઉપદેશ અને પ્રવચનવાણી તેમ જ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના અને પરોપકારની પ્રબળ ભાવનાના બળે વિમલશાખાનો પ્રભાવ પણ સારો એવો વિસ્તર્યો હતો. સૌજન્ય : શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિ મિત્રમંડળ પાલનપુર તરફથી અનેક ગુણરૂપી પુષ્પોથી નંદનવન સમાન–ઉગ્ર– તપસ્વી–શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતારજીને ત્યાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy