SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા અશુભ કર્મના ઉદયથી અન મોહને આધીન થઈ કુટુંબીઓએ કોર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયનો વિલંબ થવાથી મોટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા માટેની તૈયારી કરવી પડી, પરંતુ અંતરના દૃઢ વૈરાગ્ય ભાવથી ભાવભીરુ એવા ચંદનમલજીએ અજ્ઞાતવશ લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૌષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા, પરંતુ અંતરમાં દુ:ખની સાથોસાથ એક જ અભિલાષા હતી કે મારી લાડલી દીકરી ભવિતવ્યતાના યોગે કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના અંતરાયના ઉદયે મોક્ષમાર્ગને બદલે ખૂબ જ દુઃખાતા દિલે સંસારમાર્ગે જઈ રહી છે, પરંતુ હવે સુંદર આરાધના કરીને સંસારની મોહમાયા જાળમાં ફસાવાને બદલે અધિકાધિક પુણ્ય બાંધીને ચરિત્ર મોહનીય કર્મ અંતરાય તોડીને ભવાંતરમાં જલ્દીમાં જલ્દી સંયમ પામી શાશ્વતસુખ પામે તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૧૧ના માગસર સુદ ૬ના સંયમ અપાવ્યું અને પૂ. સા.શ્રી દિનમણિશ્રીજી બન્યાં. ત્યાર બાદ ચંદનમલજી પોતે પણ પોતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજયજી બન્યા. દીક્ષાના પ્રારંભ કાળમાં પૂ. ગુરુવર્યોની સેવા–વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગામ-નગરોમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયનો અનુમોદનીય રસ છે. સં. ૨૦૩૨માં તપનો ઉલ્લાસ વધતાં Jain Education International ૩૩૧ છટ્ટથી વરસીતપ કર્યું હતું. છટ્ટને પારણે આયંબિલ કરીને નવપદજીની આરાધના પણ ચાલુ રાખી. સં. ૨૦૪૨માં ગણિ પદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસ પદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ધ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ યોગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્વિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ–ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ નામે ઉદ્ઘોષિત થયા. ૨૦૫૪માં વર્ષીતપ કરેલ તે વખતે નાનાં નાનાં બે ઓપરેશન કરાવવાં પડ્યાં. ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા અને તપ પ્રત્યેના તીવ્ર અનુરાગને પ્રભાવે જ ધર્મનિષ્ઠ સુશ્રાવક ડો. પત્રાવાલાની સેવાભક્તિથી તપ નિર્વિઘ્ને પૂર્ણ કરેલ. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનોમાં વિવિધ આરાધનાઓ, અનુષ્ઠાનો અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવો અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થઈ રહ્યાં છે. આવા પુણ્યપ્રભાવી પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના! સૌજન્ય : શ્રી ખીવાન્દી જૈન સંઘ (જિ. પાલી) રાજસ્થાન મહાન ત્યાગી, વૈરાગી, નિસ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરિજી મ. પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા રતનબહેનના લાડીલા પુત્રનું નામ ધનરાજજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. અઢળક સંપત્તિનો વારસો મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મસંસ્કારો પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા દુનિયાદારીનો અનુભવ લેતાંલેતાં બાબુભાઈ યૌવનને ઊંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કોડ સેવી બાબુભાઈનો લગ્નપ્રસંગ મનાવ્યો. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને પરિપરાયણ મળ્યાં. બાલ્યવયમાં પડેલા સંસ્કારો જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ–ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ-શાસનને પણ વફાદાર બન્યા. પૂ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy