SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 330 ફાગણ સુદ ૧૪ના દિવસે થયો. માતાપિતાના શુભ સંસ્કારોને પ્રભાવે યુવાન વયમાં અનેકવિધ ધર્મસાધના અને ધાર્મિક અભ્યાસ કરવા સાથે સંસારની અસારતા સમજીને, સં. ૨૦૦૨ના માગસર સુદ ૪ને દિવસે અમદાવાદમાં સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમ ગ્રહણ કર્યા બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં રહીને સતત જ્ઞાન-ધ્યાનતપ-ત્યાગ અને સંયમજીવનની સાધના કરવાપૂર્વક, જુદાં જુદાં અનેક સ્થળોએ ચાતુર્માસની લહાણ આપી છે. શ્રી સંઘમાં અત્યંત આનંદ અને ઉલ્લાસપૂર્વક ધર્મજાગૃતિમાં વૃદ્ધિ કરી છે. સરળ સ્વભાવ, અંતરની ઉદારતા, સૌ પ્રત્યે પ્રેમભાવ, પ્રસન્ન સસ્મિત ચહેરો, શાસનકાર્યોમાં અપ્રમત્ત પ્રવૃત્તિ, ગુરુદેવો પ્રત્યે વિનયવિવેક આદિ સર્વ ગુણલક્ષણોને પ્રભાવે પૂજ્યશ્રી નાનાંમોટાં સૌનાં પ્રીતિપાત્ર છે. પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા અનેક સ્થળોએ ઉપધાન તપની આરાધના આદિ ધર્મપ્રવૃત્તિઓ થઈ છે. મલાડ (વેસ્ટ)માં દેવકરણ મૂળજી જૈન વાડીમાં રૂ।. ૨૫, લાખના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, વડોદરા-કારેલીબાગમાં નૂતન જિનમંદિર તથા નૂતન ઉપાશ્રયનું નિર્માણ, ડભોઈમાં ૭ લાખ રૂપિયાના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, નૂતન શ્રાવિકા ઉપાશ્રયમાં મુખ્ય નામ પેટે ૭ લાખના દાનની પ્રેરણા, મુંબઈ– દહીંસર (ઇસ્ટ)માં દોઢ કરોડનાં ખર્ચે શિખરબદ્ધ જિનાલય–આદિ ભવ્ય કાર્યો થયાં છે. આ કાર્યો પૂજ્યશ્રીની પ્રભાવક પ્રવચનશૈલીને આભારી છે. પોતાના પૂ. દાદા ગુરુદેવશ્રી ‘યુગદિવાકર’ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ દ્વારા થયેલાં શાસનનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી સતત સહયોગ આપતા રહ્યા છે. પૂજ્યશ્રીને સં. ૨૦૩૫ના કારતક વદ પાંચમે પાલિતાણામાં ગણિ પદ તથા માગસર સુદ પાંચમે પંન્યાસ પદ પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે અર્પવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૪ના કારતક વદ સાતમે મુંબઈ-અંધેરી (ઇસ્ટ)માં પૂ. સાહિત્યકલારત્ન આચાર્યદેવશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજની અનુજ્ઞા અને આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આચાર્યદેવ શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે પંચ પરમેષ્ઠીનાં ત્રીજા પદે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. એવા પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયમહાનંદસૂરીશ્રવજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનકાર્યો દ્વારા સિદ્ધિવંત બનો એવી શાસનદેવને અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના! સૌજન્ય : શ્રી પાર્શ્વ પદ્માવતી તીર્થધામ પેઢી વરણામા (વડોદરા પાસે) Jain Education International For Private ચતુર્વિધ સંઘ સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ; પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનના ભૂષણ સમું ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં શ્રાવકોની આરાધના માટે પાંચ પાંચ પૌષધશાળાઓ છે. આ ગામમાં જેઠાજી ભેરાજીનું કુટુંબ છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબહેનની કુક્ષિથી સં. ૧૯૭૨ના આસો સુદ ૧૪ના શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. નામ આપ્યું ચંદનમલ. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય વડીલોનો વિનય ચૂક્યા નથી. ચંદનમલજી જ્યાં યૌવનાવસ્થાના ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વર-લાલબાગમાં દેરાસરઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુ-મહારાજાઓનો સમાગમ અને જિનવાણીશ્રવણનો લાભ મળતો. ઉપરાંત, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોનું પ્રકાશિત પુસ્તક ‘જૈનપ્રવચન’ વાંચવામાં આવ્યું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયો. તેમજ મહાન પુણ્યયોગે લાલબાગના કલ્યાણમિત્ર એવા કેશવલાલ ગૌતમભાઈની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી વૈરાગ્યભાવ અતિ પ્રબળ બનતો ગયો અને તેમના સાથ, સહકાર, લાગણીથી પૂ. ગુરુભગવંતશ્રીના શ્રીમુખેથી દીક્ષાનું મુહૂર્ત જલ્દીથી મળી ગયું. પૂર્વભવે કરેલ સામુદાયિક રત્નત્રયની સુવિશુદ્ધ આરાધના દ્વારા સંચિત કરેલ શુભ અનુબંધના પ્રભાવે આ ભવમાં પણ મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધવા માટે જ પૂર્વભવોના ઋણાનુબંધથી પોતાને ત્યાં જન્મેલ સુસંસ્કારી સંતાનોને પરમાત્માના ત્યાગ માર્ગે મોકલવાની ભાવનાથી શ્રમણ ભગવંતોના સમાગમમાં જ રાખ્યા. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણુ સુધી વિહાર કર્યો. આથી એમની પુત્રીઓ શાંતિકુમારી (ઉ.વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ૯) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી. અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓનો દીક્ષાર્થીસમ્માન– સમારોહ ગોઠવાયો. વર્ષીદાનનો વરઘોડો પણ નીકળી ગયો. પરંતુ ‘શ્રેયાંસિ વદુ વિજ્ઞાનિ' એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy