SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ તવારીખની તેજછાયા શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૨ ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન શાસનના સ્વપર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હૂકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો વડે શોભી રહી અનેકોને પ્રેરણાનાં પીયુષ પાતી રહી. અપ્રમત્તતાના ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, તપસ્વીઓનું બહુમાન, યાત્રા સંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાનઉજમણાં, દીક્ષા પ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સબોધની સરિતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કોટિશઃ વંદન હજો એવી વિભૂતિને! પ.પૂ. આચાર્ય શ્રીમવિજય જયાનંદસૂરીશ્વરજી મ.સા. જન્મભૂમિ : કરાંચી (પાકિસ્તાન), જન્મતિથિ : વિ.સં. ૧૯૭૨, કારતક સુદ ૭. કર્મભૂમિ : ચૂડા-સૌરાષ્ટ્ર, સંસારી પિતા-મણિલાલ કપાસી * સંસારી માતા : અમરતબહેન કપાસી. સંસારી નામ-જયંતીભાઈ * ભાગવતી પ્રવ્રજ્યાદિન : વિ. સં. ૧૯૮૮, માગશર સુદ-૩, કેશરિયાજી તીર્થ (રાજ. મેવાડ). ભાગવતી પ્રવ્રજયા નામ : પૂ. મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા. તે દીક્ષાગુરુ : ૫.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજય દર્શનસૂરીશ્વરજી મ.સા. પરંપરાસમુદાય : શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. ગણિ પદ : વિ. સં. ૨૦૦૭, મહા સુદ-૫, સુરેન્દ્રનગર, પંન્યાસ પદ : વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદ-૩, અમદાવાદ હઠીભાઈની વાડી. ઉપાધ્યાય પદ : વિ. સં. ૨૦૦૧ મહા સુદ-૩, વરતેજ-ભાવનગર-સૌરાષ્ટ્ર, જ આચાર્ય પદ : વિ. સં. ૨૦૨૧, મહા સુદ-૫, વરતેજભાવનગર-સૌરાષ્ટ્ર, 2 સ્વર્ગગમન : વિ. સં. ૨૦૪પ, પોષ વદ-૧૩મેરૂત્રયોદશી–અમદાવાદ. - સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન સંઘ 10, હંસપુકુર 1લી લેઈન, કોલકત્તા-૭ પૂ. વિદ્વાન વ્યાખ્યાતા- સરલ સ્વભાવી આચાર્ય શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મહારાજ ઐતિહાસિક સંસ્મરણોથી વિખ્યાત દર્ભાવતી-ડભોઈ નગરી તીર્થ સમાન છે, જ્યાં અર્ધ પદ્માસન સ્થિત શ્યામવર્ણી શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની અદ્ભુત અને અલૌકિક મૂર્તિ સૌનાં હૈયાંને ભાવવિભોર કરે છે. આ પુણ્યભૂમિમાં જન્મેલા લગભગ સોએક યુવક-યુવતીઓએ રત્નત્રયી–મુક્તિમાર્ગનો સ્વીકાર કરીને જૈનશાસનની ધર્મધ્વજા ફરકાવી છે. એ પૈકી પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૮૧ના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy