SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ કોઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના કરેલો. જેસલમેરના રાજા આ જાણી તાજ્જુબ થઈ ગયા હતા! વિનંતી કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને વિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલિંકત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યાં. ૫૪ વર્ષનો સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની–તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન! શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ, પાવાપુરી સમવસરણમંદિર-તીર્થ સરળતા, સૌમ્યતા, સ્નેહાદતા, ઉદારતા, નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સંયમમગ્નતા સાથે નિખાલસતાનો સુભગ સંયોગ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવો ભાગ્યે જ બીજે જોવા મળે. એક વાર તેઓશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતું નહીં. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૮ના અષાઢ વદ ૮ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના સલૂંબર ગામે થયો હતો. પિતા કસ્તૂરચંદજી અને માતા કુંદનબહેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. ધર્મે દિગંબર જૈન હતાં. બાળક ચૂનીલાલ બાલ્યાવસ્થાથી જ સાધુવરોના પરિચયમાં આવવા માંડ્યા હતા અને એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કોડ જાગવા માંડ્યા હતા. અઢારમે વર્ષે ધંધાર્થે ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠ્યાં! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના નાંડલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી Jain Education International For Private तस्मै श्री गुरवे नमः હું વિજય મળે જ ૩૨૫ સરળતા, સૌમ્યતા સ્નેહાઈતા અને ઉરતાનો પ્રકાશપુંજ કવિ et પણ એ Personal Use Only (૧) પ.પૂ. આ.શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ.શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી પધુમ્નસૂરીશ્વરજી મ.સા. મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી બનીને ત્યાગના માર્ગે ડગ માંડ્યાં. ગુરુનિશ્રામાં રહીને ગુરુદેવની ભક્તિ કરવા સાથે તપત્યાગ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવા-ભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજૈયનંદસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાંકરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય અને આગમગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગર ગણિ પદ અને અમદાવાદમાં પંન્યાસ પદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ.આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક ઉપાધ્યાય પદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રનાં ચાર પ્રસ્થાનની આરાધના કરી. સં. ૨૦૨૬થી ૨૦૪૭ દરમ્યાન અનેક સ્થળોએ કરેલાં ચાતુર્માસ www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy