SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ દરમ્યાન જિનબિંબોના તથા ગૌતમસ્વામી આદિ બિંબોના ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા, ઉપધાન તપ, શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્યો, શિષ્યોને પદવીપ્રદાન પ્રસંગો ઊજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છ'રીપાલક સંઘો નીકળ્યા. વર્ધમાનતપની ઓળીના પારણાં-પ્રસંગો, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, અનેક ચતુષ્ઠાનો ભવ્ય રીતે ઊજવાયા. વિ. સં. ૨૦૪૮નું ચાતુર્માસ જામનગર અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો તથા આરાધનાઓથી ધમધમતું થયું. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ ભાવનગર થયું. ચાતુર્માસ બાદ શિહોરથી શા. વર્ધમાનભાઈ થોભણના શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં નીકળેલા સંઘમાં ગયા. ત્યાંથી વિહાર કરી કદંબગિરિ તીર્થમાં લાકડાવાળા દેરાસરમાં શ્રી સીમન્ધરસ્વામી ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પ્રસંગે ગયા. વિ. સં. ૨૦૫૦નું ચાતુર્માસ પાલિતાણામાં કેસરિયાજીનગરમાં ખૂબ ઠાઠમાઠથી થયું. ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા ભવ્યતાપૂર્વક ભણાવાઈ. ચાતુર્માસબાદ શા ભોગીલાલ આશારામ પિરવાર હ : જ્યોત્સનાબહેન પ્રવીણચન્દ્ર તરફથી બાર ગાઉની પ્રદક્ષિણારૂપ છ'રી પાળતો સંઘ નીકળ્યો તથા મોટા ખૂંટવડાથી ગોરસવાળા ચંદુલાલ જેઠાલાલ તરફથી સિદ્ધગિરિજીનો સંઘ નીકળ્યો. અમદાવાદ હઠીભાઈની વાડીમાં કીર્તિસ્તંભમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવાયો. ત્યારબાદ ડુંગરપુર શ્રી સંભવનાથ સોસાયટીના નૂતન જિનાલયમાં પ્રભુજીનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. પૂજ્યશ્રીની જન્મભૂમિ સલૂંબરમાં નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન તથા કનૈયાલાલજી સાલગિયા પરિવાર તરફથી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતો સંઘ નીકળ્યો. સં. ૨૦૫૨નું ચાતુર્માસ અમદાવાદ પાંજરાપોળ થયું. ચાતુર્માસ બાદ કારતક વદમાં જૈનનગર, પાલડીમાં આચાર્ય પદ-પ્રદાન તથા દીક્ષાનો મહોત્સવ શરૂ થયો. માગસર સુદ૬ના પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજીની આચાર્ય પદવી તથા ભાઈ જિતેશ ચંદુલાલ સુરેન્દ્રનગરવાળાની દીક્ષાનો મંગલમય પ્રસંગ ચિરસ્મરણીય બની રહે તે રીતે ઊજવાયો. નૂતન દીક્ષિતનું નામ મુ. જગચ્ચન્દ્ર વિજય રાખવામાં આવ્યું. અનેકવિધ વિશિષ્ટતાઓથી સભર એવા આ મહોત્સવથી લોકો ઘણાં પ્રભાવિત થયાં. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી શંખેશ્વર પધાર્યા, ત્યાં પોષ દશમીની આરાધના થઈ તથા મુનિ જગચ્ચન્દ્રવિજયજીની વડી દીક્ષા માગસર વદ-૬ના ઉલ્લાસપૂર્વક થઈ. ત્યાંથી પાટણ પધાર્યા ત્યાં લીમડીના પાડાના નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠામહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી વડસ્મા સાલગિરિ પ્રસંગે પધારતાં પં. શ્રી દાનવિજયજી તથા પં. શ્રી ચન્દ્રસેનવિજયજી ગણિની આચાર્ય પદવીનો પ્રસંગ ઊજવાયો. ત્યાંથી નવસારી પધાર્યા, ત્યાં આ. શ્રી હેમચન્દ્રસૂરિ મ. તથા સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. આદિનાં વરસીતપનાં પારણાંનો પ્રસંગ ઉલ્લાસથી ઊજવાયો. તે નિમિત્તે તડકેશ્વર, ગંભીરા આદિ ગામોના ઉપાશ્રયોનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો. વિ.સં. ૨૦૫૨નું ચાતુર્માસ સુરત, નાનપુરા દિવાળી બાગમાં થયું. ચાતુર્માસમાં ૪૫ આગમ ત૫, ૪૫ આગમની પૂજા તથા વ્યાખ્યાનવાણી સારા ઉત્સાહથી થયાં. સુરતથી વિહાર કરી સાબરમતી આવ્યા. ત્યાંથી પૂજ્યશ્રીની નિશ્રામાં શા. રૂપચંદ ડાહ્યાભાઈ તરફથી શ્રી સિદ્ધગિરિનો છ'રી પાળતો ૭૦૦ માણસોનો સંઘ નીકળ્યો. ત્યાંથી ભાવનગર પધાર્યા. ત્યાં નવનિર્મિત બે દેવકુલિકાઓમાં ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો તથા સિદ્ધાચલરચનામાં પણ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ. વિ. સં. ૨૦૫૩નું ચાતુર્માસ ભાવનગર (કૃષ્ણનગર)માં થયું ત્યાં અ. સુ. ૧૩ના દિવસે શા કાન્તિલાલ ધૂડાલાલને દીક્ષા આપી. ચાતુર્માસમાં આરાધના સુંદર થઈ. ચાતુર્માસ બાદ વિહાર કરી મિનગર (સરાંછી) નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. પ્રતિષ્ઠા કરાવી પુનઃ ભાવનગર આવ્યા. ત્યાંથી પાલિતાણા પધાર્યા. ત્યાં શા ચિરાગભાઈ નગીનદાસની દીક્ષા ૨૦૫૪ મહા સુદ-૫-ના રોજ થઈ તથા પાલિતાણામાં પૂજ્યશ્રીના વડપણ નીચે જયતળેટીની દેરીઓનો જીર્ણોદ્ધાર થયેલો, તેથી ઘણા આચાર્ય ભગવન્તોની હાજરીમાં પગલાં વગેરેની પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. સં. ૨૦૫૪નું ચાતુર્માસ આંબાવાડી, અમદાવાદમાં થયું. મુનિશ્રી ગુણશીલવિજયજી તથા મુનિશ્રી રાજહંસ વિજયજીને ભગવતીજીના જોગ કરાવ્યા તથા ચાતુર્માસ બાદ બન્નેની ગણિ પદવી મા. સુ.-૧૦ના ઉલ્લાસપૂર્વક થઈ. ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy