SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મહામહોત્સવપૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યોગોદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદશ્રી ‘શાસનસમ્રાટ’થી વિશેષ ખ્યાત થયા. સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબિયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિર્યામણાનો આવ્યંતર ઉપચાર શરૂ થયો. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયો હતો ! ! જીવનસિદ્ધિ : પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવૃક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયો. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાઓથી સોહી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી શોભાયમાન હતા. એક જ વ્યક્તિ આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે એ પણ આ સમયનું એક આશ્ચર્ય જ મનાયું! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવનધ્યેયો નક્કી કર્યાં હતાં અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં : ૧. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રોના અધ્યનનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તો નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તો પરકલ્યાણનું પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા, ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા, એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાનો સુધીના માટે ધાર્મિક પાઠશાળાઓ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી–સ્થપાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબિગિર અને મહુવાના વિશાળ જ્ઞાનભંડારો એના સાક્ષીરૂપે Jain Education International ૨૦૯ આજે પણ ઊભા છે. આ ભંડારોમાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારો પ્રતો જળવાઈ રહી છે. ૨. શિષ્યપરંપરા : પૂજ્યપાદશ્રીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા રચવાનું. આ કાર્યથી જૈનશાસનનો વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા અને એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠોર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા જૈન ધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. ૩. જીવદયા આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધ્યેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકોમાં ત્યાંનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હતો, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઇલોનો વિહાર કરીને, જાનના જોખમે હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી ઘાતકી પ્રથાઓ બંધ કરાવી. ૪. તીર્થોદ્ધાર : આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા અને વિરાટ હતું. એમનાં રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતો. કદંબંર તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થનો ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દોરવણી અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતનો સરવાળો છે. માતર, રાણકપુર, સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયોનાં કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશગાથા સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત, તીર્થોના હકો અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારના તીર્થ માટે જૂનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી ભારતભરનાં જૈન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy