SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ પ્રાપ્ત કરતા રહ્યા. પ્રતાપી વ્યક્તિમત્તા ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય આચાર્યશ્રી જૈન-જૈનેતર—સૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજ્વલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતો પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની સૂઝ–સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો. આટ-આટલી કીર્તિ, પ્રતિષ્ઠા, માન-સન્માન હોવા છતાં પૂજ્યશ્રી અંતરથી સાવ નિઃસ્પૃહી હતા. સમયેસમયે રાજા– મહારાજાઓ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરાતી ભેટ, સાધુજીવનને શોભે તેમ, સ્વીકારતા નહીં. સં. ૧૯૬૬માં કદંબિગિરમાં અનેક દરબારોને હિંસા, ચોરી, વ્યસનો આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબારો તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેનો સ્વીકાર કર્યો નહીં! પૂજ્યશ્રી માત્ર ધર્મશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર રહેતા અને તે કાર્ય સાંગોપાંગ પાર ઉતારતા. આમ, જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જૈનશાસનના ઇતિહાસમાં ‘શાસનસમ્રાટ’ તરીકે અમર થઈ ગયા. પ્રતાપી વ્યક્તિમત્તા ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્ચા તેમ જ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય ખૂબ જ જ (સંકલન : પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.) પૂજ્યપાદ આ.ભગવંત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના દિવ્ય આશીર્વાદથી પૂ.આ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ.આ. શ્રીમદ્ વિજય પદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી Jain Education International ચતુર્વિધ સંઘ ‘સેવા સમાજ’ની સ્થાપના દ્વારા જૈન યુવકોની કાર્યશક્તિને વેગ આપનારા, રૈવરિ તીર્થના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય સાકાર બનાવનારા પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરિજી મહારાજ સંતો અને શૂરવીરોને જન્મ આપનારી ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં આવેલ વાંકાનેર નગરે સં. ૧૯૦૩ના પોષ સુદ ૧૧ને દિવસે પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનો, સ્વ પરને ધર્મમાર્ગે નૌનિહાલ કરવા ઉદય-જન્મ થયો હતો. નામ પણ એવું જ હતું–નિહાલચંદ. પિતા ફૂલચંદ નેણસી પારેખ, જ્ઞાતિએ દશાશ્રીમાળી, ધંધો શરાફીનો, જ્ઞાતિમાં અગ્રણી અને રાજદરબારે માનભર્યું સ્થાન હતું. માતા ચોથીબહેન પણ એવાં જ આદરણીય અને સ્નેહાળ, સુશીલ અને ધર્મપરાયણાં સન્નારી હતાં. તેઓને ૪ પુત્રો અને ૨ પુત્રીઓ હતાં. તેમાં સૌથી નાના પુત્ર નિહાલચંદ હતા. નાના એટલે લાડકોડમાં ઊછર્યા. આ સુખી સંપન્ન પરિવારમાં ધર્મસંસ્કાર પણ અજવાળાં પાથરી રહ્યા હતા. તેમાંયે નિહાલચંદને પૂર્વભવના પુણ્યયોગે ધર્મ પ્રત્યે વધુને વધુ જાગૃત અને પ્રવૃત્ત બનાવતા રહ્યા. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને વ્યાખ્યાનશ્રવણ એ તેમના જીવનક્રમ બની ગયાં. સંસારમાંથી જ રુચિ ઊઠી ગઈ. ઊંડે ઊંડે દીક્ષાની ભાવના જાગી હતી. ૧૯૪૯ના અષાઢ સુદ ૧૫ને દિવસે, ૧૯ વર્ષની યુવાન વયે, મહેરવાડાના માર્ગમાં એક વૃક્ષ નીચે સ્વયં સંસારી કપડાંનો ત્યાગ કરી, સાધુ વેશ ધારણ કરી લીધો. પૂ. પ્રતાપવિજયજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા ગ્રહણ કરી, તેમના શિષ્ય બની, મુનિશ્રી નીતિવિજયજી નામે ઘોષિત થયા. તે દિવસે આખા ગામને જમાડવામાં આવ્યું હતું. દીક્ષા પછી પ્રથમવાર સં. ૧૯૬૨માં જન્મભૂમિ વાંકાનેર પધાર્યા. ગામના આ નવરત્નનું સમસ્ત શહેરે સામૈયું કર્યું. પૂજ્યશ્રીની પ્રભાવક વાણી સાંભળી ગામ ધન્ય ધન્ય બની ગયું. સં. ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન બે છ’રીપાલિત સંઘો, ઉપધાન તપ અને શંખેશ્વરતીર્થે ભમતીમાં પ્રભુપ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો પ્રવર્તાવ્યાં. સં. ૧૯૬૯માં વીરમગામમાં પૂજ્યશ્રીના ઉપદેશથી સાધુ-સાધ્વીજી માટે, સંસ્કૃત-પ્રાકૃતના ધર્માભ્યાસ માટે, પાઠશાલા સ્થપાઈ, સં. ૧૯૭૨માં પાટણ પધારતા શ્રી હેમચંદ્રાચાર્ય સભાના સંચાલકોને જ્ઞાનમંદિર સ્થાપવા અને ગ્રંથાવલિ શરૂ કરવા ઉપદેશ આપ્યો. એ વર્ષે ચાણસ્મા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy