SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ વિહારમાં ૮૪મી ઓળી સાથે રોજ ચાર વખત વાચના તથા વ્યાખ્યાન આપતા મુનિવર પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા. દશેક વર્ષ પૂર્વે વિહાર દરમ્યાન બે મહિનાના સમયગાળામાં જુદા જુદા છ ગામોમાં થોડા થોડા દિવસોના આંતરે દશેક ઠાણાના એક ગ્રુપ સાથે મળવાનું થયું. વૈરાગ્યદેશનાદક્ષ તરીકે સુપ્રસિદ્ધ એ આચાર્ય ભગવંતે ગૃહસ્થપણામાં પ્રેમસગાઈ થયા પછી જિનવાણી શ્રવણના પ્રભાવે વૈરાગ્ય પામી લગ્ન કર્યા વિના જ દીક્ષા લઈ લીધી! (૫. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.). એમની સાથે એમના એક પ્રભાવક શિષ્યરત્ન છે કે જેઓ તેમનાં દરેક કાર્યોમાં જમણા હાથ તરીકે સારો એવો સહયોગ આપી રહ્યા છે. એ મહાત્માએ ૮૪મી ઓળીનું પારણું ચૈત્ર મહિનામાં-ગરમીના દિવસોમાં કર્યું. રોજના ચાલુ વિહારોમાં પણ એ મહાત્મા ૮૪મી વર્ધમાન આયંબિલ તપની ઓળી કરતા અને સાથે વ્યાખ્યાન વાંચતા તથા સહવર્તી મહાત્માઓને ‘દશવૈકાલિક સૂત્ર' વગેરે જુદા જુદા, ચાર વિષયોની વાચના આપતા. વિહાર, સળંગ આયંબિલ, વ્યાખ્યાન, ચાર વખત વાચના આ બધું હોવાં છતાં એ મહાત્માના મુખ ઉપર જે પ્રસન્નતા અને સાહજિકતા હતી તે ખરેખર અનુમોદનીય હતી. નવા આંગતુકને ખ્યાલ પણ ન આવે કે આ મહાત્માની આટલી મોટી ઓળી ચાલતી હશે ! ૨ વર્ષ પહેલાં તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી લીધી છે. આ ઉપરાંત લેખન-જાપ તેમજ યુવા શિબિર, નવપદજીની સામૂહિક ઓળી, પ્રાચીન સાહિત્યનો ઉદ્ધાર, વિવિધ મહોત્સવો વગેરેનું આયોજન પણ મુખ્યત્વે આ મહાત્મા સંભાળતા. આચાર્ય ભગવંતનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હોવા છતાં આ મહાત્માના આવા સાથ સહકારથી ખૂબ જ રાહત રહે છે. પરિણામે આવા વિનીત શિષ્ય ઉપર તેમની પૂરેપૂરી કૃપા ઊતરે એ સહજ છે. ધન ધન શાસન મંડન મુનિવર !!! આ મહાત્માનાં દર્શન તો કલ્યાણકારી છે જ પરંતુ તેમના નામનો પૂર્વાર્ધ પણ કલ્યાણરૂપ છે અને ઉત્તરાર્ધ એટલે ‘જય વીયરાય' પ્રાર્થના સૂત્ર દ્વારા વીતરાગ પરમાત્મા પાસે જે લોકોત્તર એવી ૧૩ બાબતોની માંગણી કરવામાં આવે છે તેમાં સૌથી છેલ્લી બાબતને સૂચવતો બે અક્ષરનો શબ્દ ! (પ.પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.) Jain Education International For Private ચતુર્વિધ સંઘ રોજ બે-ત્રણ કલાક પ્રભુજી સમક્ષ ઉભા ઉભા વંદના.....અનુમોદના.... ગર્ભાના અદ્ભુત આરાધક પ્રવર્તક પદે બિરાજમાન એક મહાત્માનો ઘણા વર્ષોથી એક અદ્ભુત નિત્યક્રમ ચાલી રહ્યો છે. તેઓશ્રી રોજ જિનાલયમાં પ્રભુજી સમક્ષ ૨ થી ૩ કલાક સુધી સતત ઉભા ઉભા પરમાત્મ વંદના, મહા પુરુષોને વંદના, સત્પુરુષોનાં સુકૃતોની અનુમોદના, તથા સ્વદુષ્કૃતોની ગર્હ ખૂબ જ ગદ્ગદ્ હૈયે ભાવિભોર બનીને મંદસ્વરે ઉચ્ચારપૂર્વક કરે છે ત્યારે તેમની આંખોમાંથી અહોભાવ તથા પશ્ચાત્તાપભાવજન્ય અશ્રુઓની ધારા વહેતી હોય છે. આ અશ્રુધારામાં અગણિત કર્મોનો કાટમાળ ધોવાઈને સાફ થઈ જતો હોય છે. આ આરાધના દ્વારા અદ્ભુત ચિત્ત પ્રસન્નતાની અનુભૂતિ તેઓશ્રી કરી રહ્યા છે. તેઓશ્રીના એક શિષ્ય પણ એ જ રીતે આરાધના કરી રહ્યા છે. કેટલાક સંઘોમાં પણ તેમણે આ આરાધના કરાવતાં બધાંને ખૂબ જ આનંદ થયેલ છે. આ મહાત્માએ બાળભોગ્ય શૈલીમાં ‘સંસ્કારધન’ નામની પુસ્તિકાઓનો સેટ તૈયાર કરેલ છે, જે બાળકોમાં જૈનતત્ત્વના સંસ્કારોનું સિંચન કરવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલ છે. બીજાં પણ કેટલાંક સુંદર પુસ્તકોનું આલેખન તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીના લઘુબંધુએ પણ સંયમ સ્વીકારેલ છે. તેઓ આજે આચાર્ય પદે બિરાજમાન છે. આગમો તથા કર્મસાહિત્યના સારા અભ્યાસી તેઓશ્રીએ લોકભોગ્ય શૈલીમાં સંખ્યાબંધ પુસ્તકોનું આલેખન કરેલ છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો તો ખૂબ જ લોકપ્રિય થયેલ છે. વળી તેમનાં સુમધુર પ્રવચનો પણ ઘણાનાં જીવનમાં ‘ટર્નિંગ પોઇન્ટ’ લાવવામાં નિમિત્તભૂત બન્યાં છે. ઉપરોક્ત પ્રવર્તક મહાત્માના નામનો પૂર્વાર્ધ તારક તત્ત્વત્રયીના એક તત્ત્વનો સૂચવનારો છે, જ્યારે ઉત્તરાર્ધનો અર્થ ‘છુપાયેલ’ એવો થાય છે. તેઓશ્રીના લઘુબંધુ આચાર્ય ભગવંતના નામના પૂર્વાર્ધનો અર્થ ‘કલ્યાણ’ એવો થાય છે. ઉત્તરાર્ધ ઉપર મુજબ જાણવો. વંદન હો એ બંધુયુગલ મહાત્માઓને. Personal Use Only (પ. પૂ. પ્રવર્તક શ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા., પ. પૂ. આ. ભ. શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.). www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy