SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શિષ્ય ન કરવાનો તથા વ્યાખ્યાન ન વાંચવાનો તેમનો દૃઢ સંકલ્પ હતો!!! બે મુમુક્ષુઓએ એમની પાસે જ દીક્ષા લેવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છતાં પણ તેઓ પોતાના સંકલ્પથી જરાપણ વિચલિત ન થયા. આખરે મુમુક્ષુઓને પ્રેમથી સમજાવીને બીજાના શિષ્ય બનાવરાવ્યા! તમામ મિષ્ટાન્ન, ફૂટ, મેવો વગેરે અનેક વસ્તુઓનો તેમણે કાયમ માટે ત્યાગ કર્યો હતો. ગૃહસ્થપણામાં ગ્રેજ્યુએટ થતી વખતે રોજ ઇસ્રીટાઇટ અપટુડેટ કપડાં પહેરવાના શોખીન હોવાં છતાં પણ દીક્ષાબાદ ‘ઓધનિયુક્તિ’ આદિના શાસ્રવચન મુજબ વર્ષમાં ફક્ત એક જ વાર વત્ર પ્રક્ષાલન કરતા. ધીરે ધીરે એમના ગ્રુપમાં એમના ગુરુદેવ સહિત લગભગ તમામ મુનિવરો અને અનેક સાધ્વીજી ભગવંતો પણ તેમનું અનુસરણ કરીને આજે પણ વર્ષમાં ફક્ત એક જ વાર વસ્રપ્રક્ષાલન કરે છે!!! અનેક મુનિવરોને તેમણે ખૂબ જ ઉદારતાપૂર્વક જ્ઞાનદાન કર્યું છે. અનેક સંઘોમાં જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા છે. અજોડ વિદ્વત્તા હોવા છતાં પણ તેમનામાં ગુરુસમર્પણભાવ અને ગુરુદેવ તથા ગ્લાન-વૃદ્ધ આદિ મુનિવરોની સેવા કરવાની વૃત્તિ પણ અત્યંત અનુમોદનીય કોટિની હતી! જિનશાસનના અણમોલ ઝવેરાત સમાન આવા મુનિરત્ન માત્ર ૨૯ વર્ષની નાની વયમાં તા. ૨-૫-૮૭ના રોજ વિહાર દરમ્યાન પાછળથી ઘસમસતી આવતી ટ્રકની અડફેટમાં આવી જતાં કાલધર્મ પામ્યા છે!...... કર્મની ગતિ કેવી વિચિત્ર છે!!! તેમના જીવનચરિત્રને વર્ણવતું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે બરસ રહી અખિયાં’. પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ પુસ્તક અચૂક વાંચવા જેવું છે. તેમણે વાંચેલા ૪૨૫ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની નામાવલિ પણ એ પુસ્તકમાં છે. આ મુનિવરના નામનો અઢી અક્ષરનો પૂર્વાર્ધ એટલે સહુ ધર્મી જીવોનું મુખ્ય ધ્યેય અને અઢી અક્ષરનો ઉત્તરાર્ધ સહુ સંસારી જીવોને ખૂબ જ ગમે છે. હવે તો સમજી ગયા ને કોણ હશે આ મહામુનિવર?! શાબાસ! એમના ગુરુદેવશ્રી એટલે વર્તમાનમાં શિબિરોના માધ્યમથી હજારો યુવાનોના જીવનમાં ‘ટર્નિંગ પોઇન્ટ’ લાવનારા, યુવા જાગૃતિપ્રેરક, શાસનપ્રભાવક, ઉત્તમ આરાધક, આચાર્ય ભગવંતશ્રી! Jain Education International For Private ૨૮૩ કોટિ કોટિ વંદન હોજો આવા આચાર્ય ભગવંતોને તથા મહા મુનિવરોને ! ! ! (પ. પૂ. મુનિરાજ શ્રી મોક્ષરત્નવિજયજી મ.સા.). ગુરુ : પ. પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.) સંસ્કૃત ભણવા માટે રોજ ૧૨ માઈલ છાણીથી વડોદરા વચ્ચે આવ-જાવ!!! સંઘસ્થવિર ૫. પૂ. આ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. લગભગ સો વર્ષ પૂર્વેની આ વાત છે. જ્ઞાનાભ્યાસ રસિક એક મુનિવર સંયોગવશાત પોતાના વડીલો સાથે છાણીમાં કેટલાક મહિનાઓ સુધી રોકાયા હતા. તે સમયે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાતા. મુનિવરને થયું કે-‘આવા વિદ્વાન પાસે સંસ્કૃત કાવ્ય અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ કરવાનું મળે તો કેવું સારું!'.....આખરે વિનયપૂર્વક વડીલોની અનુમતિ મેળવીને તેઓ રોજ સવારે છાણીથી છ માઇલનો વિહાર કરીને વડોદરા જતા. ત્યાં પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરીને પાછા છ માઇલ પગે ચાલીને છાણી આવી જતા! આ ક્રમ મહિનાઓ સુધી ચાલ્યો! કેવી તીવ્ર અધ્યયનરુચિ હશે એ મહાત્માની! આગળ જતાં એ મહાપુરુષ આચાર્ય પદવી પામ્યા. મહાન શાસનપ્રભાવક બન્યા. ૧૦૫ વર્ષના દીર્ઘાયુષી થયા. તેમાં છેલ્લાં ૩૩ વર્ષ સળંગ વર્ષીતપ કર્યાં!!! તેનાથી અગાઉ ૨૬ ચાતુર્માસ દરમ્યાન દર ચોમાસામાં એકાંતરા ઉપવાસ કરતા, જાપ, ધ્યાન અને હઠયોગના પણ તેઓશ્રી સારા અભ્યાસી હતા. ૮૫ વર્ષની જૈફ વયે તેમણે સિદ્ધગિરિ તથા ગિરનારની યાત્રા પગે ચાલીને કરી હતી. નાનપણથી જ વૈરાગ્યવંત એવા તેમને વડીલોના અતિ આગ્રહથી ન છૂટકે લગ્ન કરવાં પડેલ, પરંતુ ૩ વર્ષના અનાસક્ત લગ્નજીવન બાદ ૨૩ વર્ષની ઉંમરે તેમણે સ્વયં મસ્તકનું મુંડન કરાવીને સાધુવેષ પહેરી લીધો હતો! કુટુંબીઓ સામે થયા, તો ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું મંજૂર રાખ્યું પરંતુ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. આખરે કુટુંબીઓએ સંમતિ આપી હતી. તેમની દીક્ષા પછી પાંચ વર્ષે તેમનાં ધર્મપત્ની, સાસુ તથા સાળાએ પણ દીક્ષા લીધેલ! અઢી અક્ષરના તેમના નામને સહુ મુમુક્ષુ આત્માઓ અવશ્યમેવ ઝંખે છે! Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy