SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ તવારીખની તેજછાયા શિરોમણિ તપસ્વ ચારિત્રધર પ.પૂ.આ.શ્રી કુમુદચંદ્રસૂરિજી મ.સા. પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રી સમુદાયના મુગટમણિ તપસ્વીરત્ન સુવિશુદ્ધ ચારિત્રધર પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ.નો જન્મ સં. ૧૯૫૪ના માગશર વદ-૧ને દિવસે થયો હતો. પરંતુ સંયમમાર્ગે સંચરવાનો સુયોગ સાંપડ્યો મોટી ઉંમરે એટલે કે સં. ૧૯૯૭ના માગશર સુદ-૨ને મંગલ દિને શ્રી શાસનદેવના સામ્રાજ્યમાં એક ઉગ્ર તપસ્વીરૂપે અમર થવા અવતાર લીધો હોય તેમ પૂજ્યશ્રી વયોવૃદ્ધ અવસ્થામાં પણ એકધારી તપસ્યા કરતા રહ્યાં. આ તપસાધના દરમિયાન તેઓશ્રીને ૨૦૧૩ના માગશર સુદિ ૧૦ને દિવસે ગણિપદ, સં. ૨૦૧૪ના અષાઢ સુદિ ૧૦ને દિવસે પંન્યાસપદ. સં. ૨૦૨૪ના પોષ વદિ ને દિવસે ઉપાધ્યાયપદ તથા સં. ૨૦૨૯ના માગશર સુદ-૨ને દિવસે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. તપસ્યા જ પૂજ્યશ્રીના જીવનનો પર્યાય છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૧૭૪ ઓળી, નમસ્કાર મહામંત્રના સતત (સંલગ્ન) અપ્રમત્તભાવે ૬૮ ઉપવાસ, પંચ મંગલ મહાકૃત સ્કંધના પદવાર ૬૮ ઉપવાસ સિદ્ધિતાપૂર્વક ૪૫ ઉપવાસ, ૧૯ સિદ્ધિતપ, ૨ માસક્ષમણ, ૧ શ્રેણીતપ (૬૮ ઉપવાસ + ૨૮ પારણા=૧૧૨ દિવસ) ૧૨૭ નવપદજી ભગવંતની ઓળી, વર્ષીતપ ૨, ૪૮ વર્ષથી પ્રાયઃ એકાસણા, ૫૦૦ આયંબિલ સતત બે વાર, શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૧૮૦૦ ઉપર યાત્રા, શ્રી ગિરિનારજીની ૧૦૮ યાત્રા, ચત્તારી-અટ્ટ-દશ-દોય, બીજી પોરસીનું પાણી, અને બીજી પોરસીનો આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામંત્રનો કરોડોનો જાપ-વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિનો લાખોની સંખ્યામાં વિધિપૂર્વક જાપ શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર, મારવાડ, ચોરવાડ, કચ્છ વગેરેની પંચતીર્થી તથા સમેતશિખર, શંખેશ્વર, ભોંયણી, પાનસર, શેરિસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૮ જિનની આરાધના તેમજ તેઓશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ ૧૦૨ જિનબિંબોની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાનો, યાત્રા સંઘો, અનેક ધર્મકાર્યો સંપન્ન થયા. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ ૨૦૪૮માં પાલનપુરમાં થયો. આ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન! – સંપાદક लमहासुयक (નમક) " नमो अरिहताण नमो सिद्धार्थ नमो आयरियाण नमो उबज्झायाण नमो लोए सन्य साहूण एसो पंचनमुकारों सव्य पायप्पणासणो मंगलाण च सब्चेसि पटम हवा मेगलं ' UN Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy