SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ સળંગ ૩૬મા વર્ષીતપના આરાધક સૂરિવર અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સા.ના પટ્ટધર તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. સા. એક મહાત્મા છેલ્લાં ૩૬ વર્ષોથી સળંગ વર્ષીતપની આરાધના કરી રહ્યા છે. પરિણામે “તપસ્વીરત્ન' તરીકે સુપ્રસિદ્ધ તવારીખની તેજછાયા કહે તો કોઈ એમને એમ પણ કહી શકે કે “એવી તો ભૂલ થઈ જાય, એમાં વાંધો નહીં.” પરંતુ આમાં કોઈને નહીં, પણ ખુદ એમના ક્રિયાપાત્ર આત્માને વાંધો હતો અને ખપી આત્મા ક્યારેય પોતાની જાતને છેતરે નહીં. આચાર્યશ્રીએ પોતે જ સામેથી જાહેર કર્યું કે મારે કાયોત્સર્ગ કરવાનો રહી ગયો છે માટે હું નૂતન દીક્ષિતને યોગોદ્દવહન અને વડીદીક્ષા નહીં કરાવું, પણ થોડા જ દિવસમાં બીજા આચાર્ય મહારાજ પધારવાના છે, તેમના હસ્તે બધું થશે. ક્રિયાની આવી અભિરુચિ, ભૂલ પરત્વે આટલી સજાગતા અને આવી નિષ્ઠા અનુમોદનીય જ નહીં, વંદનીય ગણાય. આ આચાર્ય ભગવંતના નામનો પૂર્વાર્ધ એટલે આપણા ૮ આત્મપ્રદેશો કે જેઓ કદીપણ કર્મથી ઢંકાતા નથી તેમના માટે વપરાતો શબ્દ અને ઉત્તરાર્ધ એટલે જ્યોતિષી દેવોના એક ઇન્દ્ર! (પ. પૂ. આ. ભ. શ્રી રુચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.). સળંગ ચોવિહારા ૩૦ વર્ષીતપના તપસ્વી પૂ. આ.શ્રી વિજયવસંતસૂરીશ્વરજી મ.સા. એક મહા તપસ્વી મહાત્મા છેલ્લાં ૩૭ વર્ષથી સળંગ, ચોવિહારા ઉપવાસથી વર્ષી તપો કરી રહ્યા છે. તેમાં પણ ૧૦ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠ દ્વારા કર્યા. એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે આયંબિલથી કર્યું અને એક વર્ષીતપ ચોવિહાર અટ્ટમના પારણે અટ્ટમથી કર્યું! ( ૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત થયેલા આ મહાત્માએ ૨૮ વર્ષની ઉંમરથી સળંગ વર્ષીતપોનો પ્રારંભ કર્યો છે! તેઓ અવારનવાર હસ્તિનાપુરમાં ધ્યાનશિબિરો ચલાવે છે. તા. ૧૩-૪-૯૪ના ચૈત્ર સુદિ ૩ના પાલિતાણામાં તેમનાં દર્શન થયાં હતાં! ત્યારે તેઓ ઉપાધ્યાય પદે બિરાજમાન હતા. હાલ તેઓ આચાર્યપદે આરૂઢ થયા છે. તેમના ગુરુ એક સુપ્રસિદ્ધ આચાર્ય ભગવંત હતા કે જેમના નામનો અર્થ પણ “પ્રિય” એવો થાય છે. હવે તો આ ગુરુ-શિષ્યની જોડીને ઓળખી જ ગયા હશો ને? હાલ તેઓ ૪૦ જેટલા સાધુ ભગવંતો તથા લગભગ ૨૧૦ જેટલાં સાધ્વીજી ભગવંતો ધરાવતા ગચ્છનું નેતૃત્વ સંભાળતા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે. ૮ વર્ષ પહેલાં તેમના વરદ હસ્તે કચ્છમાં ૭૨ જિનાલય તીર્થની અંજનશલાકા પ્રતિષ્ઠા થયેલ તથા ગત વર્ષે 1000 યાત્રિકોની ૯૦ દિવસીય ભવ્યાતિભવ્ય ૯૯ યાત્રા પણ તેઓશ્રીની નિશ્રામાં યોજાયેલ. તેઓશ્રીના નામમાં ઉપરોક્ત તીર્થના પ્રેરક તેમના ગુરદેવશ્રીનું નામ પણ સમાઈ જાય છે! વળી તેઓશ્રીના નામ દ્વારા સૂચિત બાબત જેમના પણ જીવનમાં હોય તેઓ આ જગતમાં સર્વત્ર સમ્માનનીય બને છે. કહો જોઉં-કોણ હશે આ ગુરુ-શિષ્યની જોડી? (અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર તપસ્વીરત્વ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.). પ્રથમ રાખ વહોરાવાય તો જ પારણું કરવાનો ગુપ્ત અભિગ્રહ!!! પ.પૂ. આ. શ્રી નવરત્નસાગરસૂરિજી મ. ગત વર્ષે વર્ધમાન આયંબિલ તપની ૧૦૦ ઓળી પરિપૂર્ણ કરનાર એક મહાત્મા પ્રાયઃ દરેક ઓળીનાં પારણા વખતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરતા. એક વખત અટ્ટમના પારણા પ્રસંગે તેમણે એવો અભિગ્રહ મનમાં ધારેલ કે કોઈ પ્રથમ રાખ વહોરાવે તો જ પારણું કરવું નહીંતર ઉપવાસ ચાલુ રાખવા! ઘણા ઘરે ગોચરી માટે ગયા પરંતુ રાખ કોણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy