SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ વહોરાવે!!! તેથી મૌનપૂર્વક પાછા ફર્યા. આખરે તેમના સંસારી માસીના ઘરે ગયા. તેમણે પણ . વહોરાવવા લાયક અનેકવિધ વસ્તુઓનાં નામ લીધાં, પરંતુ મહાત્માએ મસ્તક ધુણાવી ઇન્કાર જ કર્યો ત્યારે માસીથી રહેવાયું નહીં અને બોલી જવાયું કે-“આટલી બધી વસ્તુઓ હોવા છતાં તમે કશું વહોરતા નથી ત્યારે શું હવે તમને રાખ વહોરાવીએ?!” મહાત્માએ મસ્તક હલાવી ‘હા’ પાડી અને રાખ વહોરવા માટે પાતરું બહાર કાઢ્યું. માસીના આનંદનો અને આશ્ચર્યનો પાર ન રહ્યો. આખરે તેમણે પ્રથમ રાખ વહોરાવી અને ત્યારબાદ બીજી વસ્તુઓ વહોરાવી. ધન્ય છે આવા ઉગ્ર અભિગ્રહધારી તપસ્વી મહા મુનિવરોને! આજ મહાત્માએ ૯૫મી ઓળીના પારણા પ્રસંગે ભોપાવરમાં તા. ૨૧-૧-૯૪ના મનમાં અભિગ્રહ ધારેલ કે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીની ઉપસ્થિતિ હોય, 100 ઓળીના આરાધક પાંચ તપસ્વી હાજર હોય તેમજ એક જ દિવસના નૂતન દીક્ષિત ૩ ઠાણા (૨ સાધુ તથા ૧ સાધ્વીજી) ઉપસ્થિત હોય તથા ચતુર્વિધ શ્રી સંઘ પારણા માટે વિનંતિ કરતો હોય તો જ પારણું કરવું! એમના ઉત્કૃષ્ટ પુણ્ય યોગે આવો વિશિષ્ટ અભિગ્રહ પણ એક જ દિવસમાં બપોરે ૪ વાગ્યે પૂર્ણ થયેલ! પાંચ વર્ષમાં ૧૦૮ અઠ્ઠમ તેઓશ્રીએ પૂર્ણ કર્યા. તેમાં પૂનામાં એક વખત અટ્ટમના પારણા પ્રસંગે મનમાં ધારેલ અભિગ્રહ પૂર્ણ ન થતાં ઉપવાસ ચાલુ રાખ્યા. આખરે ૧૧ ઉપવાસ બાદ અભિગ્રહ પૂર્ણ થતાં પારણું કર્યું? ૮૯મી ઓળી ઠામ ચોવિહાર અવઢ આયંબિલ દ્વારા ફક્ત અલૂણા મગથી પૂર્ણ કરી!... ઓળી સિવાયના દિવસોમાં પણ દર મહિને ઓછામાં ઓછા ૨ ઉપવાસ, ૪ આયંબિલ તથા બાકીના દિવસોમાં એકાસણા હોય જ. ૧00 ઓળી પૂર્ણ થયા બાદ બીજીવાર પાયો નાખીને ૨૫ ઓળી પૂર્ણ કરી છે. આ મહાત્મા દરરોજ સવારે નવકાર-સૂરિમંત્ર આદિનો જાપ કલાકો સુધી કરે છે. પુરિમઢ સુધી જાપ પૂર્ણ કર્યા પછી ચતુર્વિધ સંઘ જ પચ્ચકખાણ પારે. ઉનાળાના વિહારોમાં પણ જાપ પૂરા ન થાય ત્યાં સુધી પાણી પણ વાપરે નહીં. વળી સાંજે પણ કાયમ સૂર્યાસ્તથી ૨ ઘડી પહેલાં જ ચોવિહારનું પચ્ચકખાણ સ્વીકારી લે! રોજ ત્રિકાળ દેવવંદન કરે છે. ગમે તેવી માંદગીમાં પણ બંને ટાઇમ ઊભાં ઊભાં અપ્રમત્તપણે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે છે. સ્વભાવે અત્યંત નિખાલસ છે. ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર આ મહાત્મા ૧૧ વર્ષ પહેલાં મુનિવરમાંથી સૂરિવર બન્યા છે. એક વાર તો અચૂક તેમનાં દર્શન-વંદન કરવા યોગ્ય છે. આ મહાત્માનું શુભ નામ-અકબર બાદશાહના દરબારમાં બિરબલ વગેરે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ માટે વપરાતો શબ્દ છે! સળગ ૧૦૮ ઉપવાસ તથા ૫૦૦ અઠ્ઠાઈના તપસ્વીull પૂ. પં.શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. તા. ૨૧-૧-૯૪ના રોજ ઘોઘા બંદર પાસે તણસા ગામમાં એક તપસ્વી મહાત્માના દર્શન થયા હતા. ભાવનગર જિલ્લાના મેથલા ગામમાં જન્મ પામેલ આ મહાત્માએ સં. ૨૦૦૮માં ૧૯ વર્ષની વયે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૨૦૩૨માં તેઓ પંન્યાસ પદવી પામ્યા હતા. આ મહાત્માએ દીક્ષાથી અગાઉ સં. ૨૦૦૨થી (૧૩ વર્ષની ઉંમરથી) પ્રાયઃ દર મહિને એક અઠ્ઠાઈ તપ કરવાનો પ્રારંભ કરેલ. ઉપરોકત દિવસે અમને મળ્યા ત્યારે તેમની ૪૯૬, અઠ્ઠાઈ પૂર્ણ થઈ હતી. કુલ ૫૦૦ અઠ્ઠાઈ કરવાની તેમની ભાવના હતી જે ક્યારની પરિપૂર્ણ થઈ ચૂકી હશે! આ ઉપરાંત પણ આ મહાત્માએ પોતાના જીવનમાં નીચે મુજબ તપ-તપની આરાધના કરેલ છે. ઉપવાસ સંવત ૧૦૮ ૨૦૨૫ મુંબઈ-ગોડીજી ૨૦૧૨ સુરત ૬૮ ૨૦૦૭ મહુવા ૨૦૦૯ વાલકેશ્વર સ્થળ ૮૧ ૫૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy