SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અકસ્માતની શક્યતામાંથી પણ પૂજ્યશ્રી દૈવી પ્રભાવે અદ્ભુત રીતે ઉગરી ગયા હતા. પરંતુ કર્મસત્તાને લાગ્યું કે હવે આ અલગારી આત્માએ પોતાની અનાદિકાલની સંસારની પેઢી સમેટવાની પૂરી તૈયારી કરેલ છે એટલે પોતાનું બાકી રહેલું લેણું જલ્દી વસૂલ કરવા માટે પૂજ્યશ્રીના શરીરે કમરમાં કોઈથી ન કળી શકાય તેવો અસાધ્ય અને અસહ્ય રોગપરિષહ ઉત્પન્ન કરી દીધો! ત્યારે ભયંકર વેદનાની વચ્ચે પણ તેઓશ્રી પરમાત્માને વંદના કરવાનું ચૂકતા નહીં. ક્યારેક રાત્રે ઊંઘ ઉડી જાય ત્યારે પણ, “મને પ્રતિક્રમણ કરાવો...પડિલેહણ કરાવો'' ઇત્યાદિ બોલતા! શિષ્યો કહેતાં કે “ગુરુદેવ! પ્રતિક્રમણ-પડિલેહણ કરાવી દીધું છે.” ત્યારે પૂજ્યશ્રી કહેતા કે મારો ઉપયોગ બરાબર ન હતો માટે ફરીથી કરાવો!!! જૈફ વયે તેઓશ્રી બંને ટાઇમ ઉભાં ઉભાં જ પ્રતિક્રમણ શિષ્યોની સાથે માંડલીમાં કરતા!!! આવા આવા અનેકવિધ ગુણોના ભંડાર યથાર્થનામી પૂજ્યશ્રીના ગુણોનું વર્ણન એક નાનકડા લેખ દ્વારા કેટલું કરી શકાય? તેઓશ્રીની વિદાય (સં. ૨૦૪૪ ભા.વ. ૩૦) પૂજ્યશ્રીનાં ચરણોમાં અનંતશઃ વંદના. ગચ્છાધિપતિશ્રીની અનુમોદનીય અને અનુકરણીય ક્રિયાનિષ્ઠતા... નિયમિતતા તથા વાત્સલ્ય! ૫.પૂ. આ. ભ.શ્રી સુબોધસાગરસૂરિજી મ. એક મહાન શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીના જીવનમાં રહેલી ક્રિયાનિષ્ઠા અને સમયની નિયમિતતા ખરેખર ખૂબ જ અનુમોદનીય તથા અનુકરણીય છે. દરરોજ સેંકડો ભક્તો તેમનાં દર્શન-વંદનાર્થે આવતા હોય, કેટલાય સંઘોના આગેવાન શ્રાવકો પણ શાસનનાં વિવિધ કાર્યો માટે તેમનું માર્ગદર્શન તેમજ આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છતાં પણ પ્રતિક્રમણાદિ દૈનિક ક્રિયાઓમાં તેમની સમય આદિની ચોક્કસાઈ ખૂબ જ અનુમોદનીય છે. સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે પ્રતિક્રમણની આરાધનામાં તેમનું ‘શ્રમણ સૂત્ર’ અચૂક ચાલુ હોય જ! ગમેતેવાં અગત્યનાં કામો હોય તો પણ આ બાબતમાં તેઓ કદી બાંધછોડ કરતા નથી!!! રાત્રે પણ ૧૨ વાગ્યે ઊઠીને ત્રણેક કલાક સુધી સળંગ જાપ-ધ્યાન આદિ સાધના પણ નિયમિતપણે વર્ષોથી તેઓશ્રી કરી રહ્યા છે. પરિણામે દૈવી તત્ત્વોની કૃપા પણ તેમણે સારી સંપાદન કરી છે. અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રતિકૂળ Jain Education International ચતુર્વિધ સંઘ સંયોગોમાં તેઓશ્રીની કૃપાથી ઘણી રાહત થઈ છે. ગોચરીની માંડલીમાં પણ બધા શિષ્ય-પ્રશિષ્યાદિને વાત્સલ્યભાવે ગોચરી પોતાના હાથે વહેંચીને પછી જ તેઓ વાપરે છે. તેમની પ્રેરણાથી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થાય છે. એક વિશિષ્ટ તીર્થની સ્થાપના પણ તેઓશ્રીની પ્રેરણાનું પરિણામ છે. તેઓશ્રીના નામનો અર્થ સમ્યજ્ઞાનનો દરિયો' એવો થાય છે! વંદનીય ક્રિયાપાત્રતા : પ. પૂ. આ. ભ. શ્રી રુચકચંદ્રસૂરિજી મ.સા. સુકૃતનું અભિમાન મારે છે. સુકૃતની અનુમોદના તારે છે. સુકૃત કોઈનું પણ હોય, પોતે કરેલું હોય તોય અને અન્યનું હોય તોય, તેની અનુમોદના જ હોય અને એ અનુમોદનાથી આત્મા સૌમ્ય, ગુણપક્ષપાતી અને પછી ગુણિયલ બને. અન્યના થોડા એવા પણ સદ્ગુણ કે સુકૃતથી જો હૈયે હર્ષ ન થાય તો જાણવું કે હજી આપણે અવગુણી અને ગુણદ્વેષી અને તેથી ભારેકર્મી છીએ. આપણી દૃષ્ટિ જો ખુલ્લી રાખીએ તો આપણી આજુબાજુમાં જ એવા કેટલાક વિશિષ્ટ ગુણ ધરાવતા લોકો વર્તતા જ હોય છે કે જે દેખાવમાં નાના કે અજ્ઞાત હોવાં છતાં જેની કરણી અથવા વિચારસરણી અનોખી જ હોય. આ સ્થળે આવા જ એક પ્રસંગવિશેષની વાત કરવી છે. એક આચાર્ય ભગવંતનો પ્રસંગ છે. તેઓશ્રીના હાથે એક કુમારિકાની દીક્ષા થઈ હતી. તે પછી તેમને જોગ કરાવીને વડી દીક્ષા પ્રદાન કરવાની હતી. હવે મુનિજીવનની એક વિશિષ્ટ મર્યાદા એવી છે કે ચૈત્ર મહિનામાં ત્રણ દિવસ ‘અચિત્તરજઉડ્ડાવણી'નો ખાસ કાયોત્સર્ગ કરેલો હોય તો જ જોગ વગેરે વિશિષ્ટ ક્રિયાઓ કરી-કરાવી શકાય. ભૂલમાં પણ તે કાયોત્સર્ગ રહી ગયો હોય તો તે આ બધું કરીકરાવી ન શકે. યોગાનુયોગ, અનાભોગાદિવશ પૂ. આચાર્યશ્રીથી તે વર્ષે કાયોત્સર્ગ નહીં થયેલો. હવે જો તેઓ આ વાત કોઈને કરે નહીં, તો આચાર્યશ્રીને કોઈ પૂછવાનું કે ટોકવાનું નહોતું, બલ્કે કદાચ આવી વાત કોઈને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy