SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા વીસમી સદીના શાસન શણગાર સમા તપસ્વી રહ્યો ગણિ શ્રી મહદયસાગરજી મ. તપ એ સાધુજીવનનો પ્રાણ છે. તપ અને સાધુજીવન એ એક સિક્કાની બે બાજુઓ છે. તપ એટલે ઉપવાસ આયંબિલ આદિ એ વ્યાખ્યા સાચી હોવાં છતાં પૂરતી નથી. જૈનદર્શને તપને બાર પ્રકારમાં વર્ણવેલ છે. એની વિગતો રસપ્રદ અને પ્રેરક છે. સાધુજીવનમાં એ બારેબાર કે બારમાંના કોઈ પણ એકની બહુલતા જોવા મળતી હોય છે. તેથી જૈનશાસનમાં તપ અને તપસ્વીઓની ઉજ્જ્વળ પરંપરાનો વિશાળ પ્રવાહ અસ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. પર્યુષણ જેવાં પર્વોમાં તો આ તપસ્યાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. ૨૦મી સદીના ઉગ્રતપસ્વીઓની તેજસ્વી તવારીખ ઉપર નજર કરીએ તો જાણવા મળશે કે ૨૦૧ પૂ.આ.ભ. શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના તપસ્વીસમ્રાટ પૂ. આ.શ્રી હ્રીંકારસૂરીશ્વરજી મહારાજાએ ૧૨૬ અઠ્ઠાઈ, ૫૫૦ અક્રમ, ૫૫૦ છઠ્ઠ તેમ જ હજારો ઉત્કૃષ્ટ પ્રકારનાં આયંબિલ કરેલ. ૫. પૂ. આ.ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ ૧૦૦+૧૦૦+૮૯ વર્ધમાન તપની ઓળી કરેલ. પૂ. શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આ.ભ. શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જામનગરમાં સિદ્ધિતપ બિયાસણાંના બદલે આયંબિલથી કર્યું. પારણું પણ અત્યંત સાદાઈથી કર્યું. પાલિતાણામાં ૩૧ ઉપવાસ કર્યા. દરરોજ ગિરિરાજની જાત્રા કરતા હતા. પારણાના દિવસે પણ જાત્રા કરીને પછી પારણું કર્યું. સાણંદમાં બાપજી મ.ના સમુદાયના સાધ્વીજી મ. એ ૬૬ વર્ષની વય અને ૪૭ વર્ષ સંયમ પર્યાય દરમ્યાન વર્ધમાન તપની ૧૦૦ ઓળી બે વાર પૂરી કરી અને તેમાંય બીજીવારની ૧૦૦- મી ઓળી અમ-આયંબિલ અક્રમથી કરી અને તેમને ત્રીજીવારની ૪૫ ઓળી સં. ૨૦૫૫ની સાલમાં થઈ ચૂકી છે. નાનામોટા આવા ઘણા તપસ્વીઓ વિષે અત્રે ઉલ્લેખનીય નોંધ આપી છે. આ લેખમાળા રજૂ કરનાર અચલગચ્છના ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ 'બહુરત્ના વસુંધરા'ના પ્રયાસ વખતે ઘણી મહેનત લીધી હતી. તેમાંથી થોડા પરિચયો રજૂ કર્યા છે. પૂજ્યશ્રીનો પરિચય જોઈએ. કચ્છ-ચાંગડાઈ એમની જન્મભૂમિ, જન્મ દિવસ વિ.સં. ૨૦૦૮, અષાઢ સુદિ ૭, રવિવાર, તા. ૨૯-૬-૫૨, સંસારી અવસ્થાનું નામ મનહરલાલ. બાલ્યાવસ્થાથી જ ધર્મનિષ્ઠ માતા પાનબાઈના ધર્મસંસ્કારો આપવાના પૂરા પ્રયત્નો હતા. વીઢ, મુંબઈમાટુંગા બોર્ડિંગમાં તથા મુંબઈ–મહાવીર જૈન વિદ્યાલયમાં રહી એલ્ફિન્સ્ટન કોલેજમાં ઇન્ટર સાયન્સ (Int. Sc.) સુધી અભ્યાસ કર્યો. Work while you work and play while you play". આ સિદ્ધાંત એમના જીવનમાં સહજપણે વણાયેલ હોવાથી પ્રાયઃ દરેક ધોરણમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતાં. suda statal ત્યારબાદ કોલેજ છોડી, પાંચ વર્ષ સુધી કચ્છમાં પંડિત શિરોમણિ શ્રી હરિનારાયણ મિશ્ર પાસે સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત શબ્દાનુશાસન, છંદ-કાવ્ય-અલંકાર-કોષ, ષટ્કર્શનના વિવિધગ્રંથો, પ્રાચીન તથા નવ્ય ન્યાયના ગ્રંથો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ‘સંપૂર્ણ ત્રિષષ્ઠી’, ‘ઉપમિતિ’, ‘સમરાઈય્ય કહા’ આદિ સંસ્કૃત-પ્રાકૃત દળદાર ગ્રંથોનું સ્વયં વાચન કર્યું. યોગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા.એ પણ ધર્મમાતા તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy