SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ચતુર્વિધ સંઘ પ્રકરણ, ભાષ્ય-કર્મગ્રંથાદિનો" અર્થાભ્યાસ કરાવવા દ્વારા અભુત પ્રેરણાનું પીયૂષ પાયું. સંઘવી સંઘરન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલાએ પણ અધ્યયનાદિ માટે અનુમોદનીય વ્યવસ્થા કરી આપી. પાંચ પાંચ વર્ષના અનેક પ્રયત્નો છતાં પણ પિતાશ્રી રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧માં મહા સુદિ–૩નાં, કચ્છ-દેવપુર ગામમાં પોતાના વડીલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી વીરગુણાશ્રીજી મ.) સાથે પ્રવજ્યાના પુનિત પંથે પ્રસ્થાન કર્યું અને મનહરમાંથી મુનિશ્રી મહોદયસાગરજી બની અચલગચ્છાધિપતિ, ભારતદિવાકર, તીર્થપ્રભાવક, પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચ દ્વા ગુરુકૃપા પ્રાપ્ત કરી, જેની ફલશ્રુતિ સ્વરૂપે નીચે મુજબની વિશેષતાઓના તેઓશ્રી સાક્ષી બની શક્યા છે. | * પાંચ વર્ષ સુધી આત્મસાધનાર્થે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની પ્રબળ ઝંખના હોવા છતાં ગુરૂઆશાને શિરોમાન્ય કરીને કચ્છ-બિદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ૪ મહિના સુધી સુંદર પ્રવચનો આપ્યાં. * પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧ હજાર યાત્રિકોની ૧૦૦ દિવસ સુધી ૯૯ યાત્રા દરમ્યાન ગુરુ આજ્ઞાથી માત્ર ‘નમો અરિહંતાણં' પદ પર મનનીય પ્રવચનો આપ્યાં. * કુલ ૪ વખત સિદ્ધાચલજીની ૯૯ યાત્રા દરમ્યાન તથા ૧ વાર ગિરનાર ૯૯ યાત્રા દરમ્યાન પ્રવચનો આપ્યાં. * ૪૫ આગમોનું વાંચન ન થાય ત્યાં સુધી મિષ્ટાન્નફરસાણ ત્યાગ તથા કાપમાં સાબુ આદિનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા પૂર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમોનું સાંગોપાંગ વાંચન કર્યું. * દીક્ષા-પ્રતિષ્ઠા આદિનાં ધાર્મિક મુહૂર્તો કાઢવા માટે પણ ગુરુ આજ્ઞાથી જ્યોતિષમાં સારી પ્રગતિ સાધી. * સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે, તપસ્વીરત્ન, પ.પૂ. આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન, નિશ્રામાં સં. ૨૦૩૭માં કચ્છ–કોટડામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. કે નાલાસોપારા-ડોંબીવલી-જામનગર તથા માંડવીના ચાતુર્માસો દરમ્યાન ૪ મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરોડો નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. * “બહુરત્ના વસુંધરા” તથા “જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર,' વગેરે ૨૫થી વધુ લોકપ્રિય પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. * છ'રી પાલક સંઘોમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુ આજ્ઞાથી ૬૭ સાધુસાધ્વીજીઓને “છ કર્મગ્રંથ', બૃહત્સંગ્રહણી’, ‘ક્ષેત્ર સમાસ' આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. * વર્ધમાન તપની ૩૬ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્યતપનો પણ સુંદર સમન્વય સાધ્યો. * “છ’રી સંધ અનુમોદના શતક', વગેરે સંસ્કૃત શ્લોકબદ્ધ અનેક રચનાઓ પણ વિવિધ છંદોમાં કરી છે. * તેજસ્વી વક્તા પૂ. મુનિ શ્રી દેવરત્નસાગરજી મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ, તપસ્વી પૂ. મુનિ શ્રી કંચનસાગરજી મ. તથા તપસ્વી પૂ. મુનિ શ્રી અભ્યદયસાગરજી મ. આદિ ૪ સુવિનીત શિષ્યો પૂજ્યશ્રીને સાધના તથા શાસન પ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. * સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બાદ એક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪-૪ છ'રી પાલક સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં સુંદર રીતે નીકળેલ. * બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી “ભગવતી સૂત્ર’નાં યોગોદ્દહનપૂર્વક સં. ૨૦૪૭માં મુનિવરમાંથી ગણિવર બની સંઘ-સમાજ માટે સવિશેષ ઉપકારક બની શાસનની શાન બઢાવી રહ્યા છે. ગયે વર્ષે કચ્છ ૭૨ જિનાલય મધ્યે ૫૦થી અધિક સાધુ સાધ્વીજી તેમજ મુમુક્ષુઓ સમક્ષ સળંગ ૪ મહિના સુધી રોજ સાડા ત્રણ કલાક ઉપમિતિભવપ્રપંચા. જ્ઞાનસાર, પંચસત્ર ગ્રંથો પર મનનીય વાચનાઓ આપી. પજ્યશ્રીની પ્રેરણાથી નાલાસોપારા તથા અમદાવાદમાં ઉપાશ્રય નિર્માણ તથા ઉદયપુર (મેવાડ)માં અચલગચ્છ જૈન ભવન તેમ જ શિખરબંધી જિનાલયનું નવનિર્માણ તથા પ્રતિષ્ઠા થયેલ છે. આ સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy