SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા માટેની શાહી ત્રણ દિવસ પછી સચિત્ત ન થઈ જાય માટે દર ત્રણ દિવસે પેનમાંથી શાહી કાઢી નાખતા, સંપૂર્ણ પેન કોરી કરી પછી જ નવી શાહી ભરીને લખતા. સવારે ચશ્માં ખોલતાં પહેલાં દાંડીના જોઇન્ટ્સને પણ મુહપત્તીથી પૂજી લેતા, રખેને રાત્રિના સમયે કોઈ જીવ એમાં ભરાઈ ગયો હોય તો! રાત્રે ચૂનાના પાણીની ટોક્સી ભીની ન રહેવી જોઈએ એવો મહારાજજીનો આગ્રહ રહેતો. ભીની ટોક્સીમાં કોઈ કંથવા જેવા જીવ ચોંટી જાય તો એને મોત સિવાય બીજું કાંઈ ન મળે–આવી તો ઝીણી ઝીણી અનેક વાતોમાં મહારાજજીનો ઉપયોગ રહેતો. અહીં તો આટલેથી જ સંતોષ માનીએ. (૪) તપાચાર : જિનશાસનના તૃતીયપદે બિરાજમાન થવા છતાં, શાસનના અનેક કાર્યોથી સતત ઘેરાયેલા રહેવા છતાં પણ તપના ક્ષેત્રે પણ પ્રગતિ કરનારા આચાર્ય ભગવંતો બહુ વિરલ સંખ્યામાં હોય છે. લાંબા વિહારો હોય કે શિબિર દરમિયાન સાત-સાત કલાકનાં પ્રવચનો હોય, ઉનાળાની ભયંકર ગરમી હોય કે બે ડિગ્રીનો તાવ હોય વર્ધમાનતપની ઓળી કરવામાં આ મહાપુરુષે પાછું વાળીને જોયું નથી. કુલ ૧૦૮ જેટલી વર્ધમાનતપની ઓળી પોતાના જીવન દરમ્યાન પૂજ્યશ્રીએ કરી હતી. એ સિવાય પણ અંજનશલાકાપ્રતિષ્ઠાના વિશેષ પ્રસંગોમાં પાંચ-સાત આયંબિલ તો અવારનવાર કર્યા હતા. એ સિવાય પણ બાહ્ય અને અત્યંતર તપનાં તમામ અંગો પૂજ્યશ્રીને આત્મસાત્ હતા. (૫) વીર્યાચાર : જ્ઞાનાચારાદિ તમામ આચારોમાં પોતાનું વીર્ય સ્ફોરવવું એનું નામ વીર્યાચાર. મહારાજજીના પ્રત્યેક યોગો અત્યંત ઉત્સાહપૂર્વક અને સ્ફૂર્તિપૂર્વક થતા. ૮૦ વર્ષની પાકટ વયે પણ બંને ટેંક પ્રતિક્રમણ ઊભાં ઊભાં જ કરતા. વિહાર લગભગ ચાલીને જ કર્યો છે. છેક છેલ્લી ઉંમરમાં પણ ચાલતી વખતે એવી સ્ફૂર્તિ રહેતી કે સાથે ચાલવાવાળાને રીતસર દોડવું પડતું. પાંચે આચારના પાલનથી સુશોભિત પૂજ્યશ્રીનું જીવન હતું. એવા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના. Jain Education International ૨૬૫ વિશુદ્ધ ચારિત્રપાલક, યોગવિદ્યાના આરાધક, ભૂગોળ–ખગોળના શાસ્ત્રવેત્તા, સમર્થ સાહિત્યકાર, આગમ-વાચનાકાર, નમસ્કાર મહામંત્રના પ્રચારક, માલવોદ્ધારક : જંબુદ્રીપ યોજનાના નિર્માતા પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી વિજ્ઞાનના મતે ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયો. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો! શું વેદો અને શું પુરાણો! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને નર્કને નામે, ધર્મગુરુઓ ધૂતે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુદી ઝંઝાળમાંથી બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું!–આવું આવું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઊઠ્યું, હૃદય પોકારી ઊઠ્યું : “અરે, જે સકળ જીવન લોકકલ્યાણૢ અર્થે ખર્ચે તે મહાત્માઓ પર આવું આળ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક! પેટ માટે પસીનો પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે જગતને જણાવવી પડશે'' અને એ મહાત્માએ પરદેશના લેખકો-ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી. વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહીં, પાંચ-સાત નહીં, જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલોથી પચીસ-પચીસ પુસ્તકો બહાર પાડ્યાં. “ઓ વિજ્ઞાનીઓ! તમે સાચા નથી. તમારી માન્યતામાં કંઈક મણા છે. ધર્માચાર્યોને જૂઠા બોલવાની કોઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ભારતીય ધર્મો અને તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ કોટિના છે. એ પ્રતિપાદિત સત્ય સાથે ભારતનાં શાસ્ત્રો, ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ઉચ્ચ કોટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે તેમ જ ભૌગોલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે’–એવી એવી દલીલો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જૈનશાસનના ગૌરવ રૂપ હતા. ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું ઉનાવા (મીરાદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ માંતીલાલ (મુનિશ્રી મહોદયસાગરજી મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સુલસાશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઊછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા પુત્રના આગમન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy