SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તપત્યાગ, તેજસ્વિતા, તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચોટ વ્યાખ્યાતા, અગણિત શિષ્યસમુદાયના પ્રેર–પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિ મહારાજ મુનિ મહાબોધિ વિજય જો આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ ન થયા હોત તો આજે દેરાસર અને ઉપાશ્રયોમાં યુવાનો દેખાતા ન હોત.’—એક સમર્થ જૈનાચાર્યએ કરેલું પૂજ્યશ્રી માટેનું આ વિધાન અક્ષરશઃ સાચું છે. પૂજ્યશ્રી ખરેખર વૈજ્ઞાનિક હતા. જેમ જેમ એમના જીવનને, એમના ગ્રંથોને, એમના ચિંતનોને નજીકથી જોવાનું થાય છે તેમ તેમ તેઓશ્રીની વૈજ્ઞાનિકતા છતી થાય છે. જિનશાસનના દ્વિતીય પદે બિરાજમાન હોવા છતાં નાનામાં નાના સાધુને પાળવા યોગ્ય આચારને પાળવામાં તેઓશ્રી અત્યંત ચુસ્ત હતા. ‘પંચિંદિયસૂત્ર’માં બતાવેલા આચાર્યના ૩૬ ગુણોમાંથી કયો ગુણ એમનામાં ન હતો તે પ્રશ્ન છે. આપણે એમાંથી પંચવિહાયા. પાલણ સમત્યો' નામના ગુણને નિહાળીએ. પૂજ્યશ્રી પાળે પળાવે પંચાચાર' એ ન્યાયે પોતે તો પાંચ આચારનું પાલન કરવામાં માહિર હતા, સાથે શિષ્યો—આશ્રિતો પાસે પણ પાંચે આચારનું પાલન કરાવવાના આગ્રહી હતા. આપણે ક્રમશઃ એકેક આચારને વિચારીએ. (૧) જ્ઞાનાચાર : જ્ઞાનના કયા ક્ષેત્રમાં તેઓશ્રીએ પ્રવેશ ન'તો કર્યો એ સવાલ છે. દીક્ષા લીધા પછી અધ્યયનકાળમાં નવ્યન્યાયના અભ્યાસાર્થે કાશી-બનારસથી આવેલા પંડિત પાસે દિવસના નવ-નવ કલાક પાઠ લેતા અને બીજા નવ કલાક એની તૈયારીમાં ગાળતા. આમ દિવસમાં ૧૮-૧૮ કલાકનો સ્વાધ્યાય ચાલતો. સ્વાધ્યાયમાં વિક્ષેપ ન પડે એ માટે છઠને પારણે છઠ કરતા. પા૨ણે એકાસણું કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનો અને વાચનાઓ વૈરાગ્ય–ભરપૂર રહેતાં. ૨૦૦૭-૨૦૦૮-૨૦૦૯માં મુંબઈમાં ભાનુવિજયજી એટલી હદે છવાઈ ગયા હતા કે લોકોમાં એમ કહેવાતું જે ભાનુવિજયજીની ઝપટમાં આવી ગયો એ સાધુ બની ગયા વગર ન રહે. યુવાનો વેકેશનનો સદુપયોગ કરે એ ગણતરીથી પૂજ્યશ્રીએ ૨૧ દિવસીય યુવાશિબિરનો પ્રારંભ કર્યો. Jain Education International For Private ચતુર્વિધ સંઘ વર્ષો સુધી ચાલેલી આ શિબિરમાં હજારો યુવાનો ધર્માભિમુખ બન્યા તો અનેક ચારિત્રના માર્ગે જોડાયા. પૂજ્યશ્રી ભલે આજે હયાત નથી, પરંતુ પૂજ્યશ્રીએ ચાલુ કરેલી શિબિરનો યજ્ઞ વિવિધ સમુદાયમાં વિવિધ નામે આજે પણ ચાલુ છે. દિવ્યદર્શનના માધ્યમથી લખાયેલાં અનેક ચિંતનો પૂજ્યશ્રીની ગીતાર્થનાઆગમજ્ઞતા અને વિદ્વતાને છતાં કરે છે. ‘લલિતવિસ્તરાં’, પંચસૂત્ર’ અને ‘ધ્યાનશતક' જેવાં શાસ્ત્રો ઉપર લખાયેલા વિવેચનો આજે પણ વિદ્વદર્ગમાં હોંશેહોંશે વંચાય છે. આ સિવાય પણ અનેક પુસ્તકો પૂજ્યશ્રીની ગેરહાજરીમાં પૂજ્યશ્રીની સ્મૃતિ તાજી કરાવતાં આજે પણ જોવા મળે છે. (૨) દર્શનાચાર : પરમાત્મભક્તિ એ પૂજ્યશ્રીનો પ્રાણ હતો. પ્રભાતના સમયે જિનાલયમાં પરમાત્મા સમક્ષ વિવિધ રાગોમાં ભાવથી સ્તવનો ગાતાં પૂજ્યશ્રીને જોવા એ પણ જીવનનો એક લહાવો હતો. પૂજ્યશ્રીને અનેક ચોવીશીઓ કંઠસ્થ હતી. મહો. શ્રી યશોવિજયજી મહારાજ આદિ અનેક મહાત્માઓ રચિત સ્તવનો ઉપર આપેલી વાચનાઓને વાંચતાં ખ્યાલ આવે કે પૂજ્યશ્રીએ એકેક પંક્તિઓનાં રહસ્યોને કેવી ખૂબીથી બહાર કાઢ્યાં છે. દેરાસરમાં ગયા પછી પૂજારી જો પરમાત્માની વાળાકૂંચી વગેરેથી અશાતના કરતો દેખાય તો એમનું હૈયું ચીસ પાડી ઊઠતું. તેઓ જાતે પૂજારીને સમજાવતા અને છતાં ય ન સમજે તો ક્યારેક ગરમ પણ થઈ જતા. આ સિવાય પણ અનેક આત્માઓને પ્રભુવચનો પ્રત્યે શ્રદ્ધાવાન બનાવવા, ગુણવાનની ઉપબૃહણા કરવી, મંદશ્રદ્ધાવાળાને સ્થિર કરવા, શ્રી સંઘ પ્રત્યેના વાત્સલ્યભાવરૂપ દર્શનાચારો પૂજ્યશ્રીના જીવનમાં ગગનમાં સૂર્ય ઝળહળે તેમ ઝળકતાં રહ્યા હતા. (૩) ચારિત્રાચાર : ચારિત્રપાલનમાં પૂજ્યશ્રી અત્યંત ચુસ્ત હતા. અષ્ટપ્રવચનમાતાનું તેઓશ્રીએ જિંદગીના અંતિમ દિવસ સુધી જતન કર્યું હતું. કલકત્તા, સમ્મેતશિખરજી અને પાછલી ઉંમરમાં સાઉથના લાંબા વિહારોની વચ્ચે પણ નિર્દોષ ગોચરીનો જ પૂજ્યશ્રીનો આગ્રહ રહેતો. દહીં, કેળાં, સાથવો અને જાડા રોટલાથી એકાસણાં અને આયંબિલ કરવાનો પ્રસંગ એમની જિંદગીમાં અનેકશઃ આવ્યો હતો. પૂજવા–પ્રમાર્જવામાં તેમનો સતત ઉપયોગ રહેતો. સાધુઓ જરાક પણ આ બાબતમાં ગાફેલ રહે તો ટકોર કરતા. ચાલતી વખતે પૂજ્યશ્રીનાં નયનો સદા નીચાં રહેતાં. પ્રાયઃ કરીને એક પણ ફોટો પૂજ્યશ્રીનો એવો જોવા નહીં મળે, જેમાં ચાલતી વખતે એમનાં નયનો નીચાં ન હોય. લખવા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy