SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જ્ઞાનવારિધિ ગુરુવર્ય, તપોમૂર્તિ ધર્માત્મા, આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મ. અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ જીવનને સતુ-ચિતુર્આનંદમય બનાવવાનો ઉપાય છે. જે સાધના અહિંસા અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં અને જે ઉપાસના જીવનના સત્યો પારખવાનીપામવાની શક્તિ ન આપે તે જ્ઞાનોપાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મપુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તો વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વતા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વતાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોજ્ય વ્યક્તિત્વનો વિચાર કરીએ તો તેમનામાં દુવૃત્તિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મોહ, પ્રમાદ, દંભ આદિ દુર્ગુણોને તિલાંજલિ આપી હતી અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાનોપાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા ચતુર્વિધ સંઘ આદિ ગુણોની સ્વીકૃતિ કરી હતી. એવા એ ગુણગરવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમા હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા. પૂ. શ્રી પુણ્યવિજયજીનો જન્મ સં. ૧૯૫૨ના કારતક સુદ પાંચમ (એટલે કે જ્ઞાનપાંચમ-લાભપાંચમ)ને દિવસે થયો હતો. પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યો હતો. તેમનું સંસારી નામ મણિલાલ હતું. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે મહોલ્લામાં લાગેલી આગમાં આબાદ રીતે ઊગરી ગયા હતા, પરંતુ તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગર્યું હોય તેમ, ર૭ વર્ષની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનપાયન માટે વૈરાગ્ય જ સાચો માર્ગ છે એમ માનતાં–સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી, પરંતુ કોઈ ધન્ય પળે એમનામાં વિચાર ઝબક્યા કે, પુત્રને પણ ધર્મમય સંયમપંથે સાથે શા માટે ન લેવો? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવર્યશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. માણેકલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી બન્યા. બે દિવસ પછી ધર્મપરાયણ માતાએ પણ પાલિતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્રી રત્નશ્રીજી મહારાજ તરીકે પ૭-૫૮ વર્ષનો સુદીર્ઘ સંયમપર્યાય પાળી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્યશ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીનો શાસ્ત્રગ્રંથોનો ઉદ્ધાર કરવાનો રસ વધુ ને વધુ કેળવાતો ગયો. અન્ય પાસેથી માર્ગદર્શન મેળવવામાં કંઈ નાનપ નહીં. પંડિતવર્ય શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિઓ અને પ્રતોને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરો નોંધવાં, પાંઠાતરોના નિર્ણય કરવા, પ્રેસકોપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનું સુયોગ્ય સંકલન-સંપાદન કરવું, પ્રકાશનો કરવાં–એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. પરિણામે, પૂજયશ્રી ભારતવર્ષની સંસ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમોના અજોડ અને સમર્થ જ્ઞાતા બન્યા. કોઇ * * * * * * ST DESI Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy