SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સંમેલન મળ્યું. આ સંમેલનને સફળ બનાવવામાં ત્રિપુટી મહારાજનો નોંધપાત્ર ફાળો હતો. જૈન સાધુસંસ્થા ગૌરવ લઈ શકે એવાં ઘણાં કાર્યો આ ત્રિપુટી દ્વારા થયાં. આ ત્રિપુટીએ ઉત્તર પ્રદેશ, મારવાડ–મેવાડથી માંડીને બંગાળ સુધીના પ્રદેશોમાં વિચરી, ચાતુર્માસ સ્થિરતા કરી, પછાત પ્રજામાં સંસ્કારસિંચન કર્યું હતું. તેઓને દારૂ-માંસાહાર આદિનો ત્યાગ કરાવી વ્યસનમુક્ત કર્યા હતા. પૂજ્ય દર્શનવિજયજી મહારાજ મહાન ચિંતક હતા, કવિ અને સાહિત્યકાર હતા, સંશોધક અને ઇતિહાસ લેખક પણ હતા. તેઓશ્રીના સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ થયા છે. જૈન પરંપરાનો ઇતિહાસ'ના ત્રણ ભાગ એ તેઓશ્રીનાં અમૂલ્ય સર્જન છે. આ ગ્રંથો જૈન-જૈનેતરોમાં ઘણો આદર પામ્યા છે. તે પછી જૈન પરંપરાનો ઇતિહાસ'નો ચોથો ભાગ પૂ. આ. શ્રી ભદ્રસેનસૂરિજી મહારાજ દ્વારા પ્રગટ થયેલ છે. એ બતાવે છે કે ત્રિપુટી મહારાજનાં કાર્યો કેટલાં જીવંત, કેટલાં લોકોપયોગી અને કેટલાં ચિરંજીવ છે! ધન્ય છે એ ત્રિપુટી મહારાજને! વંદન હજો એ મુનિવરોને! (સંકલન : 'જૈન' સાપ્તાહિક પત્રમાંથી સાભાર.) શીલપ્રજ્ઞાવંત શ્રમણશ્રેષ્ઠ પં. શ્રી કલ્યાણવિજયજી પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ૮૯ વર્ષની પરિપક્વ વયે, રાજસ્થાનમાં જાલોર મુકામે ગત અષાડ સુદિ ૧૩ ના રોજ કાળધર્મ પામતાં શ્રીસંઘને નજીકનાં ભવિષ્યમાં સહેલાઈથી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે. તેઓ રાજસ્થાનમાં બ્રાહ્મણ-જ્ઞાતિમાં જન્મેલા. જૈન સાધુ-સંતોના સંપર્કને કારણે કહો કે પૂર્વજન્મના સંસ્કારને કારણે કહો, અથવા સુભગ ભવિતવ્યતાના યોગે કહો, એમના અંતરમાં જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા અને રુચિ જાગી ઉઠી. એ પ્રિયવર્યના અંતરમાં ત્યાગ અને સંયમની ભાવના, એ ભાવનાને સફળ બનાવવામાં જે કંઈ કષ્ટ કે મુશ્કેલી આવી પડે એને સહન કરવાની શક્તિ અને પોતાના નિશ્ચિત વિચારનો અમલ કરવાનું દૃઢ મનોબળ એવાં કે છેવટે એમણે વિ.સં. ૧૯૬૪ ની સાલમાં, રાજસ્થાનમાં આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કેસરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી અને તેઓ મુનિશ્રી કલ્યાણવિજયજીના નામે ઓળખાવા લાગ્યા. ભૂખ્યા માનવીને મીઠાં-મીઠાં ભોજન મળે એમ, તેઓ જ્ઞાનની ઉપાસનામાં અને ધર્મક્રિયાની આરાધનામાં એકચિત્ત બની ગયા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ એમની આ નિષ્ઠાભરી જ્ઞાનસાધનાનું તેજ છેક વૃદ્ધ વયે પણ, જિજ્ઞાસુ વૃત્તિથી એમની પાસે જનારને દેખાયા વગર નહોતું રહેતું. તેઓ જૈન ધર્મશાસ્ત્રોના તેમ જ અન્ય આનુષંગિક વિદ્યાઓના પણ મર્મજ્ઞ વિદ્વાન હતા. ધર્મશાસ્ત્રો ઉપરાંત ઇતિહાસ, શિલ્પશાસ્ત્ર તથા ગણિત-જ્યોતિષશાસ્ત્રનું પણ તેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. એમણે આજથી ૪૪ વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૮૭ ની સાલમાં વીરનિર્વાણસંવત્ ઔર જૌન કાલ–ગણના' નામે એક ઐતિહાસિક અને સંશોધનાત્મક મોટો નિબંધ લખ્યો હતો. આ લેખ બનારસથી પ્રગટ થતી ‘નાગરી-ઝાચારિણી પેજ઼ાકા' નામે ખૂબ પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ થયો હતો. આ લેખને જૈનજૈનેત્તર વિદ્વાનો તરફથી ઘણો આવકાર મળ્યો હતો; એટલું જ નહીં, એમાંનાં સંશોધનની નક્કરતાને કારણે અત્યાર સુધી પણ એની ઉપયોગિતા ટકી રહી છે, અને તે સંશોધનના એક ઉત્તમ નમૂના રૂપ ગણાય છે. આ નિબંધમાં પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીની એક ઇતિહાસકાર તરીકેની સત્યશોધક અને સ્વચ્છ દૃષ્ટિનાં આહ્લાદકારી દર્શન થાય છે. આ નિબંધના ઉપસંહારમાં તેઓશ્રીના આ શબ્દો સંશોધન પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો ખ્યાલ આપે છે : “છેવટે એક નિવેદન કરવું ઉચિત લાગે છે; તે એ છે કે જે મહાનુભાવો આ વિષય ઉપર લખવા ઇચ્છે છે, તેઓ પોતાની ઇચ્છા મુજબ ભલે લખે, પણ એમની એ લેખનપ્રવૃત્તિ જિજ્ઞાસાથી પ્રેરાયેલી અથવા શોધક– બુદ્ધિથીયુક્ત હોવી જોઈએ; કારણ કે જ્યાં-ત્યાં નવું શોધી કાઢવાની વૃત્તિથી અથવા કેવળ પોતાનો શોખ પૂરો કરવાની દૃષ્ટિથી લખવાથી ન તો લેખની સાર્થકતા થાય છે કે ન તો પરિશ્રમની સફળતા.' એમણે હિંદી ભાષામાં ‘ટ્ટામણ ભગવાન મહાવીર' નામે એક આધારભૂત મહાવીર-ચારિત્ર લખ્યું છે. એમાં પણ મહારાજશ્રીની વિદ્વત્તા, બહુશ્રુતતા અને સત્યમૂલક સંશોધનદૃષ્ટિ જોવા મળે છે. આ પુસ્તક વિ.સં. ૧૯૯૮માં બહાર પડ્યું હતું. તેમાં કેવળજ્ઞાન પછીનાં ભગવાન મહાવીરનાંત્રીસ ચોમાસાનાં સ્થળોની જે રૂપરેખા નક્કી કરી આપી છે, તે આ વિષયના જિજ્ઞાસુઓ અને વિદ્વાનોને માટે સારા પ્રમાણમાં અનુકરણીય અને ઉપકારક બની છે. આ રૂપરેખાને પ્રીતિતિકર બનાવવા માટે મહારાજશ્રીએ જે સાધક–બાધક પ્રમાણોની પર્યાલોચના કરી છે, તે એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી છે. મહારાજશ્રીનું સાહિત્યસર્જન ઘણું વિપુલ છે, અને એની Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy