SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કોઈપણની ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા એ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષો-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કોઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજનો બોલ પ્રમાણ ગણાતો. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાના ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખો નીચે પ્રમાણે છે : જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ, સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૂર્તિ, જૈનશાસનનો સ્તંભ, સિદ્ધાંતમહોદધિ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ —મુનિ શ્રી મહાબોધિ વિજયજી જેમનું નામ અને જેમના કામની નોંધ લીધા વિના વીસમી સદીનો ઇતિહાસ અધૂરો ગણાય તે આચાર્ય ભગવંત એટલે સાદગી-સરળતા અને સાધનાનો ત્રિવેણી સંગમ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન આલેખવા માટે એક વિશાળ કદનો વૉલ્યુમ પણ ઓછો પડે તેમ છે. અગણિત ગુણોના તેઓ સ્વામી હતા. આ લેખમાં એક ગુણ ઉપર વિચારણા કરીએ. એ ગુણ છે પંચેન્દ્રિયસંવર. પંચિંદિયસૂત્રમાં આચાર્ય ભગવંતના ૩૬ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલો જ શબ્દ છે પંચિંદિયસંવરણો. આચાર્ય ભગવંતની પાંચે ઇન્દ્રિયો સંવૃત હોય. પૂજ્યશ્રીનો પોતાની પાંચે ઇન્દ્રિયો ઉપર ગજબનો કંટ્રોલ હતો. પ્રત્યેક ઇન્દ્રિયો ઉપર અદ્ભુત કાબૂ હતો. આપણે એકેક ઇન્દ્રિયો ઉપર ક્રમશઃ વિચારીએ. (૧) સ્પર્શનેન્દ્રિય : અનંતકાળથી આપણી સાથે કોઈ Jain Education International For Private ચતુર્વિધ સંઘ એક ઇન્દ્રિય રહી હોય તો તે છે સ્પર્શનેન્દ્રિય. સ્પર્શનેન્દ્રિયનો અસંયમ જીવને ફરી પાછો અનંત કાળ માટે નિગોદાદી ગતિમાં ધકેલી દે છે. પૂજ્યશ્રી પોતે આ વિષયમાં અત્યંત જાગૃત હતા.....તેથી બને ત્યાં સુધી પોતાનું શરીર પણ બીજા મહાત્માઓ પાસે દબાવતા નહીં. ગમે તેવો થાક હોય તો તેને સહી લેતા. જેવા પોતે જાગૃત હતા. એવા જ પોતાના શિષ્યો માટે પણ આ વિષયમાં ખૂબ કાળજી રાખતા. બે સાધુઓને પણ પરસ્પર બેસતી વખતે અંતર રખાવતા, રાત્રે સૂતી વખતે બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો કરાવતા. અનંતકાળના કુસંસ્કારો નાનકડું નિમિત્ત મળતાં પુનઃ જાગૃત ન થઈ જાય તે માટે તેઓશ્રીની કેવી અદ્ભુત કાળજી હતી! (૨) રસનેન્દ્રિય : પાંચ ઇન્દ્રિયોમાં ખતરનાક ઇન્દ્રિય હોય તો તે જીભ છે. જીભના મુખ્ય બે કામ. બોલવું અને ખાવું. બંને પ્રકાર ઉપર પૂજ્યશ્રીનો અપૂર્વ સંયમ હતો. કામ પડે તો જ બોલવું, બને તેટલું પરિમિત બોલવું અને જેટલું બોલવું પડે તે પણ પ્રિય બોલવું. આ પૂજ્યશ્રીનો સિદ્ધાંત હતો. સાથે આહારની બાબતમાં પણ પૂજ્યશ્રી એટલા જ સાવધ હતા. ૬૮ વર્ષના દીક્ષા પર્યાયમાં મોટાભાગે પૂજ્યશ્રીએ એકાસણાં કર્યાં. આ એકાસણાં પણ બિલકુલ સાદા રહેતાં. મેવો, મીઠાઈ અને ફૂટનો આજીવન તેઓશ્રીને ત્યાગ હતો. ઘણીવાર તો ચોમાસામાં અભિગ્રહ સાથે એકાસણાં કરતા. દાળ અને રોટલી, દૂધ અને રોટલી. આમ બે દ્રવ્યથી એકાસણું કરીને ૭ મિનિટમાં ઊભા થઈ જતા. સાવ સાદો ખોરાક લેવા છતાં તેમાં આસક્તિ ન થઈ જાય એની પણ જાગૃતિ હતી. આચારાંગસૂત્રનું એક વાક્ય છે. णो वामाओ हणुयाओ दाहिणं कुज्जा, णो दाहिणाओ हणुयाओ વામાઞો ભુયં મુગ્ગા । સાધુ વાપરતી વખતે કોળિયો જમણેથી ડાબે ન લઈ જાય, ડાબેથી જમણે ન લઈ જાય. સાપ જેમ દરમાં જાય એવી રીતે એમના મુખમાંથી કોળીયો બંને બાજુ ન ફરતાં એક જ બાજુથી સીધો નીચે ઊતરી જતો. (૩) ઘ્રાણેન્દ્રિય : સાધુપણામાં લગભગ આ વિષયની આસક્તિ નહિવત્ જેવી હોય છે, કારણ કે આ વિષયની આસક્તિ થાય તેવાં સાધનોનો ઉપયોગ જ નથી કરવાનો. સુગંધી બામ કે સુગંધી સાબુ પોતે વાપરતા નહીં, વાપરવા દેતા નહીં. (૪) ચક્ષુરિન્દ્રિય : મનમાં પાપને પ્રવેશવાનું દ્વાર એટલે આંખ, પૂજ્યશ્રીનો પોતાની આંખ ઉપર જબરજસ્ત કમાંડ હતો. એમનાં વિશાળ નેત્રો જોતાં સ્પષ્ટ જણાઈ આવે કે તેઓ કરુણાના ભંડાર છે. જેમની આંખો કરુણાથી ભરપૂર હોય એમનું મન Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy