SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શોભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહીં તણાવાની, સત્યના નિરૂપણમાં સિંહ જેવો નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિદીક્ષા મેળવી હતી, પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી? તેથી તેઓ સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતો, પણ સત્ય નહોતું. તેથી અંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મોટે ભાગે હિન્દીમાં જ બોલતા અને બોલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તો એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજા-મહારાજને શરમાવે રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાનો એવો સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તીઓને ય ત્યારે એમ થઈ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનોની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે ઘરના કે પરનાનો ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેનો ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તો તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલો મર્યાદાનો સાર્વત્રિક લોપ જોઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લોગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈ. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પોતાની જાતનો વિચાર કર્યા વિના જે ન્યોછાવરી દાખવી તે વિરલ કહી શક્રાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતો નીચે પ્રમાણે છે : Jain Education International For Private ૨૪૫ જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલા, પ્રખર વ્યક્તિત્વના ધારક એવા શાસનના સમર્થ સેનાની, સકલાગમ રહસ્યવેદી, જ્યોતિષમાર્તંડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂઢ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઊજવાયો ત્યારે શ્રી વીરવિજયજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને શોભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્ય હતા, પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ–પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સમર્પિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાં બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તો મૂલ જ થાય તેમ નથી! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમકાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં! તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યના વેત્તા હતા. તેથી ‘સકલાગમ રહસ્યવેદી' તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો! સાધુસંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યોનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક–આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy