SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કરુણાથી તરબતર હોય એમાં ક્યાં સવાલ છે? ૬૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ કોઈ સ્ત્રી કે સાધ્વીની સામે આંખ ઊંચી કરીને વાત નથી કરી. વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે એમનાં નયનો નીચાં ઢળેલાં રહેતાં. એક જ્યોતિર્વિદે પૂજ્યશ્રીની કુંડલી જોઈને કહ્યું હતું. “આ મહાપુરુષને પોતાની જિંદગીમાં ક્યારેય લેશમાત્ર વિકાર સ્પર્શો નથી.” પૂજ્યશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ તો જુઓ! પોતાની દૃષ્ટિ ક્યાંય ફસાઈ ન જાય એ માટે વર્તમાનપત્રો, સચિત્ર પુસ્તકો કે ફોટાઓના આલબમ તરફ પણ તેઓ નજર ન કરતા. સહવર્તી સાધુઓને પણ આ વિષયમાં સાવધ રહેવા માટે વારંવાર પ્રેરણા કરતા. (૫) શ્રોત્રેન્દ્રિય : અંતિમ ઇન્દ્રિય છે કાન. કાન દ્વારા વિકથાનું શ્રવણ તો તે કદી ન કરતા, સાથે વિકાર ઉત્પન્ન થાય તેવા શબ્દોથી પણ દૂર રહેતા. આજુબાજુમાં સ્ત્રીઓનો વસવાટ હોય તો તેવી વસતીમાં વાસ ન કરતા. એમની નિશ્રામાં બહેનો ગીતો-ગહુંલી ગાઈ ન શકતા. મીઠા-મધુરા શબ્દો કાન દ્વારા અંદર પ્રવેશી જઈને ક્યાંક પોતાની સાધનાને ખળભળાવી ન નાખે એ ગણતરીથી. આમ પાંચે ઇન્દ્રિયોના આશ્રવો ચિત્તમાં પ્રવેશીને ચિત્તની પ્રસન્નતા ચોરી ન જાય તે માટે પળેપળ-ક્ષણેક્ષણ પૂજ્યશ્રી એલર્ટ રહેતા. કોટિકોટિ વંદન પૂજ્યશ્રીના ચરણકમળમાં. વડોદરા મુનિસંમેલનના મોભી, શાસહિતૈષી પૂ. આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સંવેગી સાધુતાના પાલક પિતા, વડોદરાના મુનિસંમેલનના આદ્ય પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જૈનસંઘમાં અનેક રીતે વિખ્યાત છે. તેમનો શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પરનો અદ્વિતીય પ્રભાવ અને શાસનહિ આજ સુધી ચિરસ્મરણીય રહ્યાં છે. મૂળે રાધનપુરના વતની, પણ વર્ષોથી પાલિતાણા આવીને વસેલા કોરિડયા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદ નેમચંદ અને માતાનું નામ મેઘબાઈ હતું. આ ખાનદાન, આબરૂદાર, રાજ્યમાન્ય અને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. ૧૯૧૩માં ચૈત્ર સુદ ૩ ને સોમવારે ચોથા પુત્ર તરીકે તેમનો જન્મ થયો. તેમનું સંસારી નામ કલ્યાણચંદ્ર હતું. કલ્યાણચંદ્રનો અભ્યાસ ભાવનગરમાં થયો. ભણવામાં તેઓ ખૂબ જ હોશિયાર હતા. તેમની વિદ્યાર્થી અવસ્થામાં જ સં. ૧૯૨૭ના જેઠ વદ પાંચમને દિવસે પિતાનું અવસાન થયું. ત્યાર પછી Jain Education International ૨૪૦ ભાઈની પ્રેરણાથી ધર્મનો રંગ લાગ્યો. દિવસે દિવસે ધર્મના રંગે રંગાવા લાગ્યા. થોડો સમય વીત્યો ત્યાં તેમના ભાઈ-ભાભી મૃત્યુ પામ્યાં. આ દુઃખદ બનાવથી તેમનો આત્મા પૂર્ણપણે વૈરાગ્ય તરફ ઢળી ગયો. આ વૈરાગ્ય રૂપી વેલ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના સમાગમ રૂપી અમૃત મળતાં પાંગરતી ચાલી અને વિ. સં. ૧૯૩૬ના વૈશાખ વદ ૮ને દિવસે અમદાવાદ પાસેના ગામે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મહારાજના શિષ્ય શ્રી કમલવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીને સં. ૧૯૩૭ના કારતક વદ ૧૨ને દિવસે વડીદીક્ષા અમદાવાદ મુકામે આપવામાં આવી. મુનિશ્રી કમલવિજયજીએ સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો અને એક યા બીજા સાધુવર્ય પાસે રહી ન્યાય, વ્યાકરણ, કોષ, કાવ્ય આદિનો અભ્યાસ પૂરો કર્યો. ‘સૂત્રસિદ્ધાંત’ના જાણકાર શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસેથી આગમો પ્રાપ્ત કરી લીધા. વિ. સં. ૧૯૪૬માં શ્રી મૂળચંદજી મહારાજ કાળધર્મ પામતાં સમુદાયની સગવડ સાચવવા યોગોદ્દહન કરીને તેઓશ્રી સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૩ના દિને પંન્યાસપદથી અલંકૃત થયા, પરંતુ પૂજ્યશ્રીની ક્રિયાશીલતા અને વિદ્વત્તાથી આખો જૈનસમાન મુગ્ધ બની ગયો હતો. તેથી તેઓશ્રીને અમદાવાદમાં ૧૦-૧૨ હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ ને રવિવારે આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઠેર ઠેર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ઉપદેશ આપતાં કે, માનવસમાજનાં દુઃખ દૂર કરવા માટે જૈનોનો અહિંસા ધર્મ જ વધારે અનુકૂળ છે. તેઓશ્રીએ ઘણી જગ્યાએ ઝગડાઓ મિટાવ્યા હતા. વડોદરામાં શ્વેતાંબર શ્રમણસંઘનું સંગઠન તેમનાથી થયું હતું. પ્રખર વિદ્યાભ્યાસી હોવા છતાં સમાજમાં શાંતિ માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવામાં શિથિલતા દાખવતા નહીં. તેથી પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં શાંતિનો પરિચય થતો. આ કાર્ય માટે તેઓશ્રી સતત પરિશ્રમ કરતા. ઊઠો, જાગો અને મંઝિલે પહોંચો નહીં ત્યાં સુધી વણઅટકી કૂચ ચાલુ રાખો.' એ ધ્યેયમંત્ર તેમના ચારિત્રમાં ચરિતાર્થ થયો હતો. પૂજ્યશ્રીએ પ ચાતુર્માસ અમદાવાદમાં, ૬ પાલિતાણામાં, ૫ સુરતમાં, ૩ વડોદરામાં, ૨ પાટણમાં, ૨ કપડવંજમાં અને ધોરાજી, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, લીંબડી, વઢવાણ, પાદરા, મુંબઈ, પૂના, યેવલા, બુરાનપુર, ડભોઈ, બીજાપુર, ખેડા આદિ શહેરોમા એક એક ચાતુર્માસ કર્યા હતા. વડોદરા મુકામે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy