SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી મયાસાગરજી સચ્ચારિત્ર્યના પાલક, ઓછું બોલનારા અને ક્રિયાશીલ સાધુરત્ન હતા. શ્રી નેમિસાગરજી મહારાજ વિ. સં. ૧૯૦૩ના મહા વદિ ૫ ના રોજ અંજનશલાકા તથા વદિ ૧૧ના રોજ શેઠ હઠીસિંહના દેરાસરની ભવ્ય પ્રતિષ્ઠા અમદાવાદમાં થઈ. એ સમયે મારવાડ પાલીથી ખાસ આમંત્રિત નગરાજજી અંજનશલાકા વગેરેની વિધિ કરાવવા આવ્યા. ઊંચો દેહ, પ્રતાપી મુખમુદ્રા, અણિશુદ્ધ વ્રતધારી જીવન અને નીતિમય કાર્યશેલી. નગરાજજીના વહેવાર–વર્તનથી સૌ પ્રભાવિત થયા. એમનું ન્યાયથી જ મેળવેલા ધનને રાખવાનું વ્રત એવું દઢ છે કે એકવાર એમના રસોઈયાએ શેઠ હઠીસિંહના રસોડેથી દામ ચૂકવ્યા વિના લાકડાં લાવીને રસોઈ બનાવી ને તેમણે જાણ્યું ત્યારે દુઃખનો પાર નહીં. પાલીથી અમદાવાદ પ્રતિષ્ઠા નિમિત્તે આવ્યા ત્યારે સાથે એક બટવો (Pocket) લાવેલા. એમણે મનમાં નિયમ કરેલો કે જ્યાં સુધી બટવામાં પૈસા છે ત્યાં સુધી સંસારમાં રહીશ ને ખૂટશે તે દિવસે દીક્ષા લઈશ! આ ભાવના તો ખરી જ અને બટવામાંથી રૂપિયા જલ્દી ખૂટે તે માટે ધર્મકાર્યમાં છૂટથી વાપરતા પણ હતા! હઠીસિંહના દેશની પ્રતિષ્ઠા દરમિયાન ઊભરાતો અખૂટ માનવમહેરામણ, વિપુલ સાધુ-સાધ્વી સમુદાય જોઈને નગરાજજીને જલદી દીક્ષા લેવાની ઇચ્છા થઈ. તેમની નજર સામે ગુરુપદે હતા અવધૂત જેવા ફક્કડ અને પવિત્રતાના અવતાર એવા શ્રી મયાસાગરજી મહારાજ, શુભમુહૂર્તે એમની પાસે દીક્ષા લીધી. નામ પડ્યું શ્રી નેમસાગરજી. શ્રી મયાસાગરજીના જીવનનાં એ છેલ્લાં ચાર વર્ષો તેમણે અભુત સેવાભક્તિ કરી. સિત્તેર વર્ષની વયે વિ. સં. ૧૯૦૭ માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા ત્યારે નમસાગરજીને કહ્યું કે, “ઉત્કૃષ્ટ સાધુતાનું પાલન કરજે અને સંવેગી સાધુઓનો મહિમા પ્રસારજે. હું તો વૃદ્ધ થયો પણ તું ઘણું કરી શકીશ. કરજે.” શ્રી નેમિસાગરજી સાચા સાધુ બની ગયા હતા. પ્રતિક્રમણ કરતાં તેમને પૂરા ત્રણ કલાક થતાં, સાબરમતી નદી ઉપયોગપૂર્વક ઓળંગતા ને તેમાં એક કલાક થતો; તપ અને ક્રિયા અને શુદ્ધ સમાચારીનું પાલન તેઓ દઢતાથી કરતા. બને ત્યાં સુધી સાધુઓ માટે નિર્માણ પામેલ ઉપાશ્રયમાં પણ ન ઊતરે, કપડાં અને આહાર પણ અત્યંત પરિમિત સ્વીકારે. શ્રી રૂક્ષ્મણી શેઠાણીએ પાંજરાપોળનો બંધાવેલો ઉપાશ્રય કે વિજાપુર–પેથાપુરમાં બંધાવેલી ધર્મશાળામાં પણ ન ઊતરે, અમદાવાદ પધારે ત્યારે શેઠ ચતુર્વિધ સંઘ સૂરજમલના ડહેલામાં ઊતરે. પછી તે આંબલીપોળનો ઉપાશ્રય બન્યો. શ્રી રુક્ષમણી શેઠાણી, શેઠ સૂરજમલ, શેઠ દલપતભાઈ ભગુભાઈ આદિ તેમનામાં ખૂબ શ્રદ્ધા રાખે. જે જીતે તે પૂજાય તે ન્યાયે શ્રી નેમિસાગરજી પ્રત્યે શ્રાવકોમાં જયકાર વધ્યો. શ્રી નેમિસાગરજી એ સર્વપ્રત્યે નિરીહ હતા. એ દૂર સુધી ગોચરી વહોરવા જતા. પોતાનો સામાન ખુદ ઊંચકતા. એક જ વખત આહાર ગ્રહણ કરતા. સંથારામાં ઓશિકાની જગ્યાએ ઈટ મૂકતા અને ચોમાસામાં પાટની જરૂર પડે તો ખુદ ઊંચકી લાવતા. આંબેલનું તપ, મુહપત્તિનો ઉપયોગ વગેરે બરાબર રાખતા. શાસનમાતા પદ્માવતી દેવીમાં તેમને શ્રદ્ધા હતી. નરોડા દર્શનાર્થે જતા. એકદા શેઠ દલપતભાઈ તથા તેમના માતુશ્રી ત્યાં આવ્યો ત્યારે આ સાધુવર બોલી ગયા કે, “માઈ ! તેરા લડકા બીસ લાખ કા આસામી હોગા ઔર સિદ્ધાચલ કા સંઘ નિકલેગા.” સાધુની વાણી સાચી ઠરી. શેઠ દલપતભાઈએ પાછળથી સંઘ કાઢ્યો હતો. શ્રી નેમિસાગરજી મહારાજનો પ્રભાવ ગુજરાતમાં ગામડે ગામડે પ્રસર્યો. આણંદ, ગોધાવી, વીરમગામ, રામપુરા, માંડલ, મહેસાણા, ચાણસ્મા, પાલનપુર, પાટણ, વીજાપુર, માણસા, પ્રાંતિજ, ઈડર ઇત્યાદિ ગામો તેમના ભક્તસમૂહ બની ગયા. ઠેર ઠેર તેમણે વ્યવહારશુદ્ધિ તથા સચ્ચારિત્રની શિખામણ આપી અને ત્યાગનો મહિમા વધાર્યો. થોડાંક જ વર્ષના ચારિત્રપર્યાયમાં નેમિસાગરજીને અસીમ લોકપ્રિયતા સાંપડી. એકદા, હંમેશાં તોળી તોળીને બોલનારા એ સાધુજનથી પેથાપુરમાં વ્યાખ્યાનમાં બોલાઈ ગયું કે, “અબ યહ શરીર જલદી છૂટ જાયેગા!” અને એવું જ બન્યું. શંખેશ્વર તીર્થનાં દર્શન કરીને પાછાં વળતાં મુંજપુર ગામમાં તેઓ કાળધર્મ પામ્યા. જવાના સમયે તેમણે પોતાની પાટે શ્રી રવિસાગરજીને નીમ્યા. રવિસાગરજી સિવાયના સાધુઓનો થોડોક જ પરિચય મળે છે : શ્રી ધર્મસાગરજી મૂળ અમદાવાદના રહીશ હતા અને તેમણે વિ.સં. ૧૯૦૮માં દીક્ષા લીધી. શ્રી રવિસાગરજી સાથે તેમણે ખભેખભા મેળવીને સાગરગચ્છ માટે અથાગ મહેનત કરી અને આ બન્ને ગુરભાઈઓ વિ.સં. ૧૯૫૪માં કાળધર્મ પામ્યા. શ્રી કપૂરસાગરજીની ગુરુભક્તિની બધે જ પ્રશંસા થતી. તેઓ ખરા બપોરે સૂર્યની આતાપના લેતા, એકાસણું ક. તા. શ્રી વિવેકસાગરજી મૂળ અમદાવાદના અને લગ્ન કર્યા પછી મોટી વયે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થામાં પાંજરાપોળના ઉપાશ્રયમાં તેમણે ૧૫ થી ૨૦ ચોમાસાં કર્યા. કહે છે કે શ્રી આત્મારામજી મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે રાજેન્દ્રસૂરિજી સાથેના વિવાદમાં તેમણે Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy