SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સારો પરિશ્રમ કર્યો હતો. શ્રી ગૌતમસાગરજીને શિષ્ય થયા તે શ્રી ઝવેરસાગરજી અને તેમના શિષ્ય તે પ્રસિદ્ધ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી રવિસાગરજી મહારાજ પુણ્યશાળી સાધુપુરુષ હતા. તેમના સમયમાં કહેવાતું કે ચારિત્ર્ય અને ક્રિયા તો શ્રી રવિસાગરજીના જ.' શાંત, નિરભિમાની, મૌન પાળે અને વૈરાગ્યથી સમૃદ્ધ શ્રી રવિસાગરજીએ ગુરુની જેમ જ સુવિશુદ્ધ સંયમનું પાલન કરીને કીર્તિ મેળવી. ગુજરાતમાં તેમનો બહોળો ભક્તવર્ગ ઊભો થયો. શેઠ દલપતભાઈ ભગુભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબહેન (વિજાપુરવાળા) તેમના અનન્ય સેવક હતા. શ્રી નેમિસાગરજી મહારાજના ભવિષ્યકથન મુજબ શેઠ દલપતભાઈએ શ્રી શત્રુંજય તીર્થના બે સંઘ કાઢ્યા. ગંગાબહેને તેમની નિશ્રામાં ઉપધાન તપ કર્યું. તેમના ઉપદેશથી શેઠ હેમાભાઈનાં પુત્રી અને શેઠ હઠીસિંહનાં પ્રથમ પત્ની શ્રી રુકમણી શેઠાણીએ પાંજરાપોળમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. શ્રી રવિસાગરજી મ.ને પ્રભાવશાળી શિષ્યો મળ્યા. શ્રી રત્નસાગરજી, શ્રી શાંતિસાગરજી, શ્રી વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી, હીરસાગરજી, ગુણસાગરજી, ભાવસાગરજી, સુખસાગરજી આદિ શિષ્યગણ છે. આ શિષ્યોમાં શ્રી રત્નસાગરજી મૂળ પાટણના. વિ.સં. ૧૯૧૭માં તેમણે દીક્ષા લીધી. સંસારી નામ રામચંદ્ર શાહ, દીક્ષા પછી રત્નસાગરજી. શ્રી રત્નસાગરજી શાસ્રોના પારગામી અને આગમના મર્મજ્ઞ હતા. શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી ઋદ્ધિસૂરિજી તેમની પાસે ભણેલા. શ્રી મોહનલાલજી મહારાજના અનેક શિષ્યો પણ તેમની પાસે ભણ્યા. સુરત, નવસારી, ગણદેવી તરફ લગભગ તેઓ ૩૦ વર્ષ સુધી વિચર્યા. તેમના નામની ‘શ્રી રત્નસાગરજી સ્કૂલ' આજેય સુરતમાં છે. તેમણે બારવ્રતધારી શ્રાવક કલ્યાણભાઈ તથા ફૂલચંદભાઈને આગમના અર્થ સમજાવ્યા તથા શા. ચૂનીલાલ છગનલાલને પ્રકરણગ્રંથો ભણાવ્યા તેવો એક ઉલ્લેખ સાંપડે છે. શ્રી ગુણસાગરજી નાની ઉંમરમાં કાળધર્મ પામ્યા. શ્રી ભાવસાગરજી શ્રી રત્નસાગરજી મ. પાસે પ્રતિબોધ પામ્યા. તેઓ કવિ હતા અને સંગીતના જાણકાર પણ હતા. મૂળ નામ ફૂલચંદભાઈ. તેમની સાથે જ સાંકળચંદ નામના યુવાને પણ Jain Education International For Private ૨૩૫ રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી, તે શ્રી સુખસાગરજી મહારાજ. મહેસાણામાં તેમણે યશસ્વી પાઠશાળાની સ્થાપના કરી– શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. આ પાઠશાળા આજે પણ ચાલુ છે. શ્રી રવિસાગરજી મહારાજનો ભક્તવર્ગ જેમ મોટો હતો તેમ એમના વિશાળ ચાહક વર્ગમાં સાધુજનો પણ હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં મહેસાણામાં રહ્યા ત્યારે શ્રી વિજયાનંદસૂરિજી ખાસ મહેસાણા આવીને તેમના ઉત્કૃષ્ટ ચારિત્ર્યની અનુમોદના કરી ગયા. શ્રી મોહનલાલજી મહારાજ ભોયણીથી દર્શન–વંદન માટે મહેસાણા આવ્યા. પં. સિદ્ધિવિજયજી પણ મહેસાણા પધાર્યા. પંજાબી મુનિશ્રી દાનવિજયજી તથા સન્મિત્ર શ્રી કપૂરવિજયજી તેમના પ્રત્યે અહોભાવ સેવતા હતા. મહેસાણામાં તેઓ કાળધર્મ પામ્યા. એ સમયે તેમની નિશ્રામાં અનેક શ્રાવકો તથા શ્રી સુખસાગરજી મહારાજ તથા સાધ્વીગણ ઉપસ્થિત હતો. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. ત્યારે સંસારી અવસ્થામાં, બહેચરદાસરૂપે હાજર હતા. તેમણે નોંધ્યું છે કે, ‘રવિ અસ્ત થયો.' શ્રી સુખસાગરજી મહારાજ શ્રી સાંકળચંદભાઈ મૂળ પાટણના. સં. ૧૯૦૭ના શ્રાવણ સુદિ ૧૪ના તેમનો જન્મ. વીસા પોરવાડ જ્ઞાતિના શ્રાવક આલમચંદભાઈ તેમના પિતાનું નામ અને માતાનું નામ જડાવબાઈ. સાંકળચંદભાઈ શ્રી રવિસાગરજી મ.ના ખૂબ સંપર્કમાં રહેલા અને ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરેલા. જુવાનીમાં સાંકળચંદભાઈ ભરૂચ અર્થોપાર્જન માટે ગયા. ભરૂચમાં અનુપચંદ મલુકચંદ નામે શ્રાવક રહે. તેમણે સાંકળચંદભાઈના હૃદયમાં પડેલી વૈરાગ્યપ્રીતિને પોષી. સાંકળચંદભાઈ ત્યાંથી સુરત ગયા. સુરતમાં શ્રી રત્નસાગરજી મ.એ તેમના વૈરાગ્યને દૃઢ બનાવ્યો. સાંકળચંદભાઈ દીક્ષા માટે મક્કમ થઈ ગયા. તેમણે માતા-પિતાની સંમતિ મેળવીને વિસાગરજી મ. પાસે દીક્ષા લીધી ને નામ ઠર્યું સુખસાગરજી મહારાજ. શ્રી સુખસાગરજી મહારાજ ભદ્રિકપરિણામી, અને સચ્ચારિત્ર્યવંત સાધુ તરીકે પંકાયા. તેમણે અખંડ ગુરુસેવા કરી. શ્રી રવિસાગરજી મહારાજે જીવનના અંતિમ સમયે તેમને પોતાની પાટે નીમ્યા. શ્રી સુખસાગરજી મહારજને એક સુપાત્ર શિષ્ય સાંપડ્યા તે પ્રસિદ્ધ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વર મહારાજ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy