SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૩૩ સાગરમાંથી મોતી યશવંતા જૈન સાધુઓ -પૂ. મુનિ વાત્સલ્યદીપ મ. વિદ્યમાન સમયકાળમાં વિસ્તરેલા અને જૈનશાસનની પ્રભાવનામાં યશોજ્જવલ સહભાગી બની રહેલા સાગર ગચ્છના મૂળિયાં જગગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સમયકાળમાં–શાસનકાળમાં રોપાયાં જણાય છે. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીના સમકાલીન શ્રી સહજસાગરજી ઉપાધ્યાય થયા. સચ્ચારિત્રવેત, જ્ઞાની અને પ્રતિભાશાળી શ્રી સહજસાગરજીનાં સમ્રાટ અકબરના દરબારમાં પ્રતિષ્ઠાવંત સ્થાન-માન હતાં. સમ્રાટ અકબર તથા અન્યોએ કરેલાં દાનપત્રોમાં ઉપાધ્યાય સહજસાગરજીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. આ લેખમાળામાં અંતે જેમના શુભ નામનો ઉલ્લેખ છે તે પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા. હતા. તેમના શિષ્ય અનુયોગાચાર્ય પંન્યાસપ્રવરશ્રી મહોદયસાગરજી મ.સા., તેમના શિષ્ય પ.પૂ. શાંતમૂર્તિ આ.શ્રી દુર્લભસાગરસૂરિજી મ.સા., તેમના શિષ્ય તે આ લેખમાળાના લેખ પૂ. મુનિશ્રી પ્રેમપ્રભસાગરજી મ.-મુનિ વાત્સલ્યદીપ પોતાની વડીલ ગુરુ પરંપરાનું ગૌરવ એક સિદ્ધહસ્ત સાહિત્યકારની સમર્થતા સાથે પ્રગટાવે છે ત્યારે સૌને ચારિત્ર્યની સુગંધથી સમ્મોહિત કરે છે. સંપાદક ઉપાધ્યાય સહજસાગરજી મ. આદિ. ઉપાધ્યાય સહજસાગરજી મંત્રવેત્તા હતા. અકબરના ના દરબારમાં આવી ગયેલો એક અમદાવાદી જુવાન, શાંતિદાસ, તેમનો સેવક અને શિષ્ય બની ગયો. ઉપા. સહજસાગરજીએ તેને ચિંતામણિ' નામના મંત્રની સાધના કરાવી ને એના પ્રતાપે જૈન સંઘને સાંપડ્યા નગરશેઠ શાંતિદાસ. એ બાહોશ, દીર્ધ દૃષ્ટિસંપન અને શ્રાવકશ્રેષ્ઠી શાંતિદાસે પોતાના ગુરુ ઉપાધ્યાય સહજસાગરજીની છાયામાં અનેક ધર્મકાર્યો કર્યા. ઉપાધ્યાય સહજસાગરજી દિલ્હી ઉપરાંત, મેવાડ અને મારવાડ થઈને અમદાવાદ સુધી વિચર્યા. એમના ચારિત્રની સુવાસથી સર્વત્ર ધર્મભાવના વધી. ઉપા. સહજસાગરજીની પાટે આવ્યા ઉપાધ્યાય જયસાગરજી, ગણિવર્ય શ્રી મતિસાગરજી અને મુનિશ્રી જીતસાગરજી મહારાજ. તેઓ મુખ્યત્વે ઉદયપુર અને તેની આજુબાજુના પ્રદેશોમાં વિચર્યા. તેમના સમયમાં અધિકાંશ જૈનસમાજવાળા પ્રદેશોમાં શ્રીપૂજ્યો તથા યતિઓનું વર્ચસ્વ વધ્યું. ધન, દેરાસર, ઉપાશ્રય અને ધાર્મિકવિધિ-વિધાનો તેમને આધીન થયાં અને તેટલે સુધી એ વ્યાપ વધ્યો કે ચુસ્ત ક્રિયાવાદી તથા સંયમી સાધુઓએ પણ તેમને અધીન રહેવું પડે. ઝનૂની મોગલાઈ જમાનામાં જૈનધર્મ અને પ્રભાવનું સંરક્ષણ બેશક શ્રીપૂજયો અને યતિઓએ કર્યું, પરંતુ નિર્મળ વ્રતધારી સાધુઓએ પણ તેમને અધીન રહેવું પડે તે અતિ હતું. એ પછી, શ્રી વીરપ્રભુની ૬૩મી પાટે, ષડ્રદર્શનશાતા શ્રી મયગલસાગરજી અને તેમની પાટે શ્રી પરમસાગરજી થયા. તેમની પાટે શ્રી સુજ્ઞાનસાગરજી થયા. આ વિદ્વાન સાધુપુરુષે ઉદયપુરના ગ્રંથભંડારનો ખૂબ વિકાસ કર્યો તથા સં. ૧૮૧૭માં શ્રી અજિતનાથજીની અંજનશલાકા તથા તેનાં બે વર્ષ પછી પદ્મનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. એમનું નિર્મળ જીવન અને ક્રિયા સાધના જ યતિઓ સામે પડકારરૂપ હતાં. શ્રી સુજ્ઞાનસાગરજીએ ઉદયપુરમાં એક શ્રાવિકાને દીક્ષા આપીને તેનું નામ રાખ્યું મયણશ્રીજી. સાધુત્વના મહત્ત્વમાં વૃદ્ધિ થઈ પણ શ્રી સુજ્ઞાનસાગરજીની પોતાની પરંપરા અહીં પૂર્ણ થઈ. તેમની પાટે તેમના ગુરુબંધુ શ્રી સ્વરૂપસાગરજી આપ્યા. તેમની પાટે શ્રી નાણસાગરજી આવ્યા. તેઓ ઉગ્રવિહારી અને પ્રતિભાશાળી ધર્મપુરુષ હતા. તેમણે જોધપુરના એક યતિને શ્રી વિરપ્રભુનો ધર્મ, પરંપરા અને ક્રિયાની શુદ્ધ પ્રરૂપણા કરીને પોતાના શિષ્ય બનાવ્યા. એમનું નામ મયાસાગરજી. આ મયાસાગરજી વિ. સં. ૧૮૮૩માં અમદાવાદ વિહાર કરતાં પધાર્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy