SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સમર્પણયોગ છે; તેમજ શ્રી જિનાગમોનાં સઘળાં રહસ્યો છે. આ સ્તવનો એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણોમાં, પાંચ ઇન્દ્રિયોમાં અને છઠ્ઠા મનમાં તેમ જ સાડાત્રણ કરોડ રૂંવાડામાં પરમાત્મભક્તિ પ્રતિષ્ઠિત હતી, જેમનામાં અસ્થિમજ્જાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી, આનંદઘન-ચોવીશી : વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થંકરદેવોનાં આ ૨૪ સ્તવનોમાં ક્રમશઃ અધ્યાત્મ-રવિનો વધતો જતો ઉદ્યોત વર્તાય છે. આનંદધન એ અંતરતમ આત્મા છે. અણુઅણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સર્વ નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે યોગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચોવીસે સ્તવનો એક અજોડ ઇલાજ છે. બધાં સ્તવનોમાં આનંદઘન આત્માની વાણી છે, આનંદઘન આત્માનો ઉજાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે, આત્મિક ખુવારીની હવા છે, યોગ અને અધ્યાત્મની સ્પર્શનાનું સંગીત છે, કર્મબળ અને ધર્મબળનું નિર્મળ પ્રતિપાદન અને ષગ્દર્શનની મુખ્યતા છે, અવંચક આદિ ત્રણ યોગોનું નિરૂપણ છે, સમ્યક્ત્વ ગુણનું પ્રતિપાદન છે, અઢાર મુખ્ય દોષોથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનું વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવનો એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતરોદ્ગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યનો આવો આબેહૂબ નકશો અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જર્મન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના ‘શાકુંતલ’ને માથે મૂકીને નાચ્યો હતો, તેમ આ મનમોહક સ્તવનોને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણાનો ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશક્તિ જગાડવાની આ સ્તવનોમાં અદ્ભુત શક્તિ છે. ‘આનંદઘન–ચોવીસીનાં સ્તવનોમાં તો અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીની ઊંડા તત્ત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. આવા નિઃસ્પૃહી અને નિર્લેપ મહાત્માને કોટિ કોટિ વંદન હજો! જેમની વાણી અક્ષર રહીને યુગો સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે! [આ સિવાય આનંદઘનજી રચિત પદો તથા કેટલીક સજ્ઝાયો પણ મળે છે. એ વાત ઉલ્લેખનીય છે.] Jain Education International For Private ૨૨૫ જિનાગમોના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિનો પુત્ર છે; જે આકાશમાં વિરાજે છે અને ઉપા૦ સકલચંદ્રજી શેઠ ગોવિંદાનો પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોતેર કળાવાળો છે. ચંદ્રની કળા વધે–ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ ઓરડામાં ભમે છે, જ્યારે સકલચંદ્ર સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કોઈને અમી દેતો નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે. એવા પોરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા સકલચંદ્રને સૌ વંદન કરે છે.'' શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનાગમોના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેઓ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજય-દાનસૂરિએ વિ. સં. ૧૬૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપા૦ ધર્મસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જન : શ્રી સકલચંદ્ર ગણિએ ઘણા ગ્રંથો રચ્યા છે, તે આ પ્રમાણે છે—૧. હરિબલ રાજર્ષિ રાસ (વિ.સં. ૧૯૪૨માં), ૨. મૃગાવતી આખ્યાન (વિ. સં. ૧૯૪૩), ૩. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, ૪. વીરવર્ધમાનજિન-ગુણવેલીસુરવેલી (કડી : ૬૬), ૫. ગણધરવાદ સ્તવન, ૬. મહાવીર સ્તવન, ૭. ઋષભસમતાસરલતા સ્તવન, ૮. દિવાલી-વીર સ્તવન, ૯. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરસ્વામી સ્તવન, ૧૦. પ્રતિષ્ઠાકલ્પ, ૧૧. એકવીશપ્રકારી પૂજા, ૧૨. સત્તરભેદી પૂજા, ૧૩. બારભાવના સજ્ઝાય, ૧૪. ગૌતમપૃચ્છા વગેરે ૨૦ સજ્ઝાયો, ૧૫. દેવાનંદા સજ્ઝાય, ૧૬. સાધુકલ્પતા, ૧૭. ધ્યાનદીપિકા શ્લોક : ૨૦૪ શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્યો હતા; તેમાં ૧, ઉપા૦ શાંતિચંદ્ર અને ૨. ઉપા૦ સુરચંદ્ર પ્રસિદ્ધ‘ છે. (‘જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ-૩માંથી સાભાર ઉદ્ધૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાવંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મેહમૂદશાહ (પહેલો; ‘મહમદ બેગડો')એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુંજી નામની Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy