SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રાઓ કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિત અને વાચકપદનાં દાન કર્યા હતા. વિ.સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીનો સંઘ તેમના ઉપદેશથી કાઢ્યો હતો. તેમનું વિહારક્ષેત્ર મોટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાનો ઉલ્લેખો સાંપડે છે. વિ.સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી વિ.સં. ૧૭૩૩માં સકલાર્વતસ્તોત્ર પર સુરતમાં દબો રચ્યો. વિ.સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. તેમની કાવ્યશક્તિ અભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લોકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથો રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંથો મુખ્ય છે : નવભવદિä તોવનયમાલા, પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ, સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ, શ્રીપાલચરિત્ર, સંયમતરંગ, નવતત્ત્વ બાલાવબોધ, આનંદઘન ચોવીશી બાલાવબોધ, ૩૫૦ ગાથાના સ્તવનનો બાલાવબોધ, દીવાલીકલ્પ બાલાવબોધ, આધાત્મકકલ્પદ્રુમ બાલાવબોધ, પાક્ષિકસૂત્ર બાલાવબોધ, ધ્યાનમાલા ઉપર ટબો, પ્રશ્નદ્વાર્વિશિકાસ્તોત્ર, જિનપૂજાવિધિ, વિશસ્થાનકતપવિધિ, જ્ઞાનવિલાસ, તીર્થમાલા, સૂર્યાભનાટક, સાધુવંદનારાસ, જંબુસ્વામીરાસ, શ્રી ચંદ્રકેવલીરાસ, બે ચોવીશીઓ, દશદૃષ્ટાંતની સજ્ઝાય, યોગષ્ટિની સજ્ઝાય. ઉપરાંત સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવનો, રાસો, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષનો સુદીર્ધ ચારિત્રપર્યાય હતો. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસો વદ ૪ ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયો હતો. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમનો સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમારોએ પણ ધંધો બંધ રાખ્યો હતો. સુરતના સૈયદપરામાં નંદીશ્વરદ્વીપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ અસ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થાપાઈ ચતુર્વિધ સંઘ હોવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણાથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણોથી અજવાળી છે. અલગારી. નિઃસપહી. યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ | મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યોગી અને કવિવર હતા. તેમને યોગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિઃસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક-યોગીરાજ-અવધૂત હતા. શ્રી આનંદઘનજીનો સમય આશરે વિ. સં. ૧૬૯૦ થી ૧૭૩૦ સુધીનો મનાય છે. તેમનો જન્મ પ્રાયઃ બુંદેલખંડના કોઈ ગામમાં થયો હતો. તેમનું દીક્ષાવસ્થાનું નામ “લાભાનંદ' હતું અને “આનંદઘન' એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સંપર્કમાં મહોઈ યશોવિજયજી અને પંન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં મહોબ યશોવિજયજી તો ત્યાં સુધી કહે છે કે –“પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો!” જ્યારે પં. સત્યવિજયજી તેમની સાથે કેટલોક સમય વનમાં રહ્યા હતા. પં. સત્યવિજયજી દ્વારા ક્રિયોદ્ધાર, શ્રી આનંદઘનજી દ્વારા અધ્યાત્મયોગ અને મહોઇ યશોવિજયજી દ્વારા જ્ઞાન-એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગનો ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયો હતો. પંચાસજી દ્વારા ક્રિયોદ્ધાર કરવામાં આવ્યો ત્યારેતે સમયમાં જે શિથિલાચાર વગેરે પ્રદૂષણ પ્રવર્તી રહ્યાં હતાં તેનો ચિતાર શ્રી આનંદઘનજી અને મહોબ યશોવિજયજીનાં પદો, સ્તવનો, સક્ઝાયો વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરનો અને વસંતનો–એમ બંને રીતે પ્રવર્તિત હતો એમ કહી શકાય. શ્રી આનંદઘનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમનો સમાગમ વગેરે જોતાં તેઓ “તપાગચ્છ'ના હોય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મોટા ભાગે એકાંતમાં કે જંગલમાં અધ્યાત્મ-યોગસાધનાર્થે રહેવાનું જે અલગારીપણું હતું, તેથી ગચ્છ કે સંપ્રદાયથી તો તેઓ પર જ હતા, એટલું જ નહીં, તેમનું જીવન અને કવન કોઈપણને પોતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલા યોગીવર્ય શ્રી આનંદઘનજીનાં સ્તવનોમાં ભક્તિયોગ છે, જ્ઞાનયોગ છે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy