SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પત્નીની કુક્ષિએ સં. ૧૬૦૧ના અશ્વિન વદ પાંચમે સોમવારે એક પુત્ર જનમ્યો. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સં. ૧૬૧૬માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દીક્ષા આપી. તેમના શિષ્ય કલ્યાણવિજય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સં. ૧૬૨૪ના ફાગણ વદ ૭ના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લોકોમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વચ્છત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશોમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના અધિકારી ઇન્દ્રરાજે કરાવેલા ઇન્દ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં સં. ૧૬૪૪માં પાર્શ્વનાથાદિ બિંબોની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રાસાદની પ્રશસ્તિ તેમના પ્રમુખ વિદ્વાન શિષ્ય લાભવિજયજી ગણિએ રચી હતી. શ્રી વિજયહીરસૂરિજી કાળધર્મ પામ્યા પછી સં. ૧૬૫૨માં માગશર વદ બીજને સોમવારે તેમના ભક્ત, ખંભાતના સંઘવી ઉદયકરણે શ્રી વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજયજી તથા પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં શ્રી વિજયહીરસૂરિજીનાં પગલાંની શ્રી શત્રુંજય ગિરિતીર્થે સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી હતી. મહામહોપાધ્યાય વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. તેમણે સં. ૧૬૫૮માં ‘જિનસહસ્રનામ’સ્તોત્ર રચ્યું હતું. તેમણે પાટણમાં શ્રી ધર્મસાગરજીનો ઝઘડો મિટાવવામાં સારો ભાગ લીધો હતો. પં. લાભવિજય, ધર્મવિજય, સંઘવિજય, જયવિજય, સોમકુશળ, સાધુવિજય, શુભવિજય આદિ અનેક તેમના શિષ્યો-પ્રશિષ્યો થયા. (જૈન ગુર્જર કવિઓ' ભાગ-૨, પૃ. ૨૦) (સંકલન : કરમશી ખેતશી ખોના) પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અનોખું છે. ઈસ્વીસનના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં અનેં સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવધ પ્રકારનાં સર્જનોનો ફાળો આપ્યો છે. તેઓશ્રીએ એક પ્રતિભાસંપન્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે Jain Education International ચતુર્વિધ સંઘ ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. કાવ્યકૃતિઓમાંના નિર્દેશો પ્રમાણે તેઓશ્રીનો જન્મ મારવાડમાં સાચોરની પ્રાગ્ધાટ (પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પૂજ્યશ્રીનો પ્રથમ ગ્રંથ ‘ભાવશત’ સંસ્કૃત ભાષામાં રચેલો મળી આવે છે, તેની રચના સાલ સં. ૧૬૪૧ છે. તેમાં વિ પોતાનો ઉલ્લેખ ‘ગણિ સમયસુંદર' તરીકે કરે છે. એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત આઠ-દસ વર્ષની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શક્યા. તે પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુંદરજી મહારાજ તરીકે જાહેર થયા. તેઆશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, મારવાડી, હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષાઓ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કરી શક્યા. પરિણામે, અસાધારણ પ્રતિભા, તીક્ષ્ણબુદ્ધિ, અગાધ અભ્યાસ અને તપસ્વી સાધુજીવનથી પ્રભાવિત થઈને પં. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ‘ગણિ’ પદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર પછી સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથેના ૩૧ સાધુઓમાં સમયસુંદરજી પણ હતા. આ પ્રસંગે કવિ સમયસુંદરજીએ રાનાનો વવર્તે સૌથમ્-આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, આ ‘અષ્ટલક્ષી’ કૃતિ વડે અકબર બાદશાહને અત્યંત પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે સં. ૧૬૪૯ના ફાગણ સુદ બીજને દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને ‘વાચનાચાર્ય’ની પદવી આપી હતી. તે સમય પછી રચાયેલી કૃતિઓમાં કવિ સમયસુંદરે પોતાનો ઉલ્લેખ ‘વાચક’ તરીકે કર્યો છે. સં. ૧૬૮૦ પછી, આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા પછી, ખરતરગચ્છમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીર્ઘ દીક્ષાપર્યાયવાળા મુનિવર તેઓશ્રી જ હતા, તેથી તમને ‘મહોપાધ્યાય’નું પદ આપવામાં આવ્યું હશે એમ સ્વાભાવિક કલ્પના થાય છે. આ સમય દરમિયાન કવિશ્રી સમયસુંદરજીએ ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીતો, સ્તવનો, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્યો રચવાં શરૂ કરી દીધાં હતાં. તેઓને ૪૨ શિષ્યો અને પ્રશિષ્યો હતા. છેલ્લે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy