SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શાસનના સમર્થ અને શીલભ સારસ્વત પુરુષો - નિશ્ચલ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ અર્થે પુરુષાકાર પરાક્રમને ફોરવતા શ્રમણો જીવન-સાર્થક્ય પામવા દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધનામાં કાળ નિર્ગમન કરતા હોય છે. તેમાં શ્રદ્ધા સહ જ્ઞાન ઉપાસના કરતા સારસ્વતો, પણ ભગવંત મહાવીરના શાસનની કંડારાયેલી કેડીઓ પર અવિરત મુસાફરી કરતા “પથિક-ગણ”ની માફક શ્રત યાત્રાર્થે સતત પ્રવાસ કરી જ રહ્યા છે. આવા સમર્થ સારસ્વતો ગદ્ય કે પદ્ય સાહિત્ય રચના થકી પોતાની સુવાસ સ્વ મુસાફરીના પંથમાં સતત પ્રસરાવતા માર્ગમાં ડગ માંડે છે. આવા સારસ્વતોના જીવન અને કવનને વાચા આપવામાં આવે તો એક દળદાર ગ્રંથ જ નહીં પણ ગ્રંથ-શ્રેણિનું સર્જન આવશ્યક બની રહે. પ્રસ્તુત લેખમાળામાં ‘સારસ્વત’ શિર્ષકને હૂબહૂ ચરિતાર્થ કરેલ છે. સારસ્વત પાત્રસંખ્યા ચોક્કસ અલ્પ જ છે. તો પણ જે પાત્રોની પસંદગી કરાઈ છે તે સચોટપણે સારસ્વતપદ સાથે સાયુજ્ય સાધે છે. સાર્થકપણે લોકસ્વીકૃતિ પ્રાપ્ત આ સારસ્વતની યાદીમાં પૂ. જ્ઞાનવિમલસૂરજી, પૂ. યશોવિજયજી, પૂ. વીરવિજયજી, ઈત્યાદિ સારસ્વતો પણ સ્મરણીય છે તે જરૂર નોંધવું જોઈએ જ. આ લેખ દ્વારા આવા સારસ્વત શ્રમણોની કિંચિત માત્ર યાદી થકી આછેરી ઝલક કલમમાં ઉતારીને અતિ અલ્પ નિદર્શન કરીને પણ સમષ્ટીના સ્વરૂપને દૃષ્ટિપથે લાવવાનો સફળ પુરુષાર્થ થયો છે. સ્તુતિ- સ્તવન-ચૈત્યવંદન-સજઝાય-રાસ વગેરે ' વિપુલ સાહિત્યના સર્જક આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનો જન્મ વિ.સં. ૧૯૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનું નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતું. તેમણે આઠ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલ ગણિ પાસે સંયમ સ્વીકાર્યું હતું. તે વખતે તેમનું નામ મુનિ નવિમલ રાખવામાં આવ્યું હતું. સંયમ સ્વીકાર્યા પછી તેમણે શ્રી અમૃતવિમલ ગણિ તેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમને સુયોગ્ય જાણી વિ.સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. તેમના ગુરુ વિ.સં. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા. તે સમયના સર્વ ગીતાર્થોએ વિચાર્યું કે, “હાલમાં સંવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણોથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે યોગ્ય પંન્યાસ નવિમલ ગણિ છે.” તેથી તેઓએ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિને પં. નવિમલ ગણિને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્યશ્રી વિજયપ્રભસૂરિએ એ વિનંતીને યોગ્ય જાણી વિ.સં. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સંકેર ગામમાં તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ પાછળ તેમનો વિશાળ જ્ઞાન અનુભવ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યો હતો તે છે. આ સમયે નાગજી પારેખે આચાર્યપદનો મહોત્સવ કર્યો અને સારું દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસંઘના સાધવર્ગમાં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યો હતો અને તેથી તેમણે ક્રિયોદ્ધાર કરી તપસ્વી જીવોને મોક્ષનો માર્ગ સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાવ્યો હતો. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સંવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અદ્ભુત આદર હતો. તેથી તેઓ તેમને ‘વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણાં સ્તવનો ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રીપાલરાસનો ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશોવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy