SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા “મેરી ભૂંગલ ઢોલ ઘણા ધમધમ નીસાણા ખેલા નાચઇ રંગભરે નવનવા સુજાણા, ધામિણિ દિઈ રાસ કર સંગ્રહ આવી, મધુરી વાણિહિ ભણઈ ભાસા કવિકંન સુહાવી.’ ઉદયધર્મઃ-આગમ-ગ. મુનિ સિંહસૂરિ-વિજયસિંહ ઉ.-મુનિ (તિ) સાગરશિષ્ય-ધર્મકલ્પદ્રુમ’ તથા સં. ૧૫૪૩માં ‘મલયસુંદર રાસ,’ સં. ૧૫૫૦માં ‘કથાબત્રીસી' લખી. વચ્છઃ—સં. ૧૫૪૪ પહેલાં ‘મૃગાંકલેખા રાસ’ ૪૦૧ કડીનો લખ્યો. હનુમાનની માતા અંજનાસુંદરીની કથા અને મૃગાંકલેખાની ચિરત્રકથા વચ્ચે ઘણું સામ્ય છે. વચ્છભંડારીઃ—નવપલ્લવ પાર્શ્વનાથ કલશ' લખ્યો. દેપાલ કવિના સમકાલીન જણાય છે. વચ્છ અને વચ્છભંડારા કદાચ બંને એક જ હોવાનો સંભવ. સર્વાંગસુંદરઃ-(વડતપગચ્છ—જયશેખરસૂરિ જિનસુંદર-સૂરિ-જિનરત્નસૂરિ-જયસુંદર. શિષ્ય) સં. ૧૫૪૮માં ‘સાર શિખામણ રાસ' લખ્યો. તેમાં જીવહિંસાત્યાગ, રાત્રિભોજનનિષેધ, ગાળેલું પાણી પીવું, અભક્ષ્યત્યાગ આદિ શિખામણની વાતો છે. તેમના એક શિષ્ય હેમસુંદરગણિ હતા. હેમવિમલસૂરિઃ-(તપોગચ્છ, ૫૫મા પટ્ટધર) સં. ૧૫૪૮ પછી ને ૧૫૬૮ પહેલાં ‘મૃગપુત્ર સઝાય’ રચી. તેમનો જન્મ વડગામમાં સં. ૧૫૨૨માં, પિતા ગંગારાજ, માતા ગંગારાણી. મૂળનામ હાદકુમાર સં. ૧૫૩૮માં દીક્ષા. આચાર્યપદ પ્રાપ્તિ સં. ૧૫૪૮. 4 લાવણ્યસમયઃ—(તપોગચ્છ સોમસુંદરસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ સમયરત્ન શિષ્ય) મૂળનામ લઘુરાજ. સોળમાં સૈકાના મધ્યમાં થઈ ગયેલ સમર્થ કવિ. જન્મ સં. ૧૫૨૧માં, લક્ષ્મીસાગરસૂરિએ દીક્ષા આપી. સમયરત્નગુરુએ વિદ્યા આપી. તેમની કાવ્યસામગ્રી—‘સિદ્ધાંત ચોપઈ’–લંકા વદન ચપેટા સં. ૧૫૪૩ની, જેમાં મૂર્તિનિષેધક લોંકાશાનું ખંડન છે. સં. ૧૫૫૩માં ‘સ્થૂલિભદ્ર એકવીસો,’સં. ૧૫૫૪માં ‘ગૌતમપૃચ્છા ચઉપઈ', સં. ૧૫૬૨માં ‘આલોયણ વિનંતિ,' તે જ વર્ષે નેમિનાથ હમચડી' અને ‘સેરીસા પાર્શ્વનાથ સ્તવ’ ઉપરાંત રાવણમંદોદરી સંવાદ' તથા વૈરાગ્યવિનતિ' સં. ૧૫૬૭મા ખંભાત મુકામે ‘સુરપ્રિય કેવલી રાસ’, સં. ૧૫૬૮માં પાટણ પાસેના કોઈ (માલસુંદ?) ગામડામાં ‘વિમલપ્રબંધ' રાસ, સં. ૧૫૭૫માં ‘કરસંવાદ’, સં. ૧૫૮૫ ‘અંતરીકપાર્શ્વજિનછંદ'; Jain Education International For Private ૨૦૫ ‘ખિમૠષિ (બોહા) રાસ' અમદાવાદ મુકામે રચ્યો. ‘બલિભદ્ર યશોભદ્રાદિરાસ,' સં. ૧૫૮૯. ‘બલિભદ્રરાસ,’ ‘યશોભદ્રસૂરિ રાસ,' ‘દેવરાજ વચ્છરાજ ચોપાઈ,' ‘સુમતિ સાધુ સૂરિ વિવાહલો,’ ‘રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ’, ‘દેઢપ્રહારી સઝાય’ ૩૭ ટૂંકનું કાવ્ય ‘પાર્શ્વજિન સ્તવન પ્રભાતી’, ‘ચતુર્વિશતિ જિનસ્તવન' રચ્યાં. ‘સુમતિસાધુસૂરિ વિવાહલો' ૮૨ કડીની ટૂંકી રચના છે, જેમાં કવિએ રચના સમય જણાવ્યો નથી. તેમાં સુમતિસાધુના જીવન અને દીક્ષા પ્રસંગ. પંડિતપદ પરની તેમની પ્રતિષ્ઠા વખતના સંઘ-ઉત્સવ વ.નાં વર્ણનો છે. રાવણમંદોદરી સંવાદ' આદિરાગ શ્રી રાગ “સૂતેલો સિંહ જગાવીઉ, નડીઓ વાસગ નાગ રે, સીત હરી હિંસ્યું કર્યું, રૂઠા રામના પાગ ૨-૧ સાંભલિ રાવણ રાજીયા, જાસે મહિયલ મામરે, સતી સીતા તઇ કાં હરી, વિરી વંકડો રામ રે ૨. સાંભલિ.’ નરપતિઃ-સં. ૧૫૪૫માં ‘નંદબત્રીસી’ રચી. અજ્ઞાતકવિઃ-દ્વારા ‘મુનિપતિ રાજઋષિ ચરિત્ર’ લખેલ છે. સં. ૧૫૫૦માં. પરંતુ પાટણની ટીપમાં ૧૫૮૫ સંવત ટાંકયો છે જે વધુ વિશ્વસનીય ગણાય. શાંતિસૂરિઃ—સાંડેરગચ્છ સુમતિસૂરિશિષ્ય. સં. ૧૫૫૦ની આસપાસ ‘સાગરદત્તરાસ' (દાન માહાત્મ્ય ઉપર) લખ્યો. તેઓ સં. ૧૫૯૭ સુધી વિદ્યમાન હતા. તેમના શિષ્ય ઈશ્વરસૂરિ હતા. ચિ. ડા. દલાલના મંતવ્ય પ્રમાણે આ........ ૧૩૭ ગાથાનો રાસ ખરેખર રસમય હોઈ તેમાં ગાથા, રાસઉ, કુંડલિઓ, ધાત-ધત્તા, અડયલ્લ, માલિનીરૂપક, છપ્પય, પાઘડી (પડિકા) રાસાબંધ વગેરે વિવિધ છંદો વાપરેલા છે. કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે......’ કીર્તિહર્ષ:-કક્કસૂરિ શિષ્ય? તેમણે ‘સનતકુમાર ચોપઈ’ સં. ૧૫૫૧માં રચી. ઉપરાંત ‘કુલધ્વજ કુમારરાસ’ લખ્યો. ક્ષમાકલશ-(આગમગચ્છ. અમરરત્નસૂરિ– સોમરત્નસૂરિ–કલ્યાણરાજ શિષ્ય) સં. ૧૫૫૧માં ‘સુંદરરાજા રાસ’ સં. ૧૫૫૩માં ઉદયપુરમાં ‘લલિતાંગ કુમાર રાસ' રચેલ. મૂલપ્રભસાધુઃ—સં. ૧૫૫૩માં ‘ગજસુકુમાલ સંધિ ઢાલબદ્ધ' લખેલ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy