SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ચતુર્વિધ સંઘ ‘વસુદેવહિંડી'માં અપભ્રંશનો એક શ્લોક આપ્યો છે. ઉદ્યોતનસૂરિ ભિન્નમાલમાં રહી વિ. સં. ૮૩૫માં ‘કુવલયમાલા' નામનો આર્ષમિશ્રિત પ્રાકૃત ભાષામાં રચ્યો છે, જેમાં અપભ્રંશ પદ્યો મૂકયાં છે. આવો આપણે જેનકવિઓની ઉજ્વલ પરંપરાનું દસમી સદીથી સત્તરમી સદી સુધીનું આછેરું અવલોકન કરીએ. દશમી સદી ગુજ. સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ-૨ માં શ્રી રમણલાલ શાહનાં આ વાકયો યાદ કરી શકાય કે ઈ. સ.ના બારમા શતકમાં શરૂ થયેલો પ્રાચીન ગુજરાતી | જૈન સાહિત્યનો પ્રવાહ ઈ. સ.ના ૧૪પ૦થી ૧૬૦૦ સુધીનાં દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ દોઢસો વર્ષના ગાળામાં આપણને બસો કરતાંયે વધુ રાસકૃતિઓ જોવા મળે છે અને નષ્ટ થયેલી કૃતિઓની વાત બાજુ પર રાખીએ તો પણ, ભંડારોમાં કે ! વ્યક્તિઓ પાસે સચવાઈ રહેલી અને નહીં નોંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નોંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તો જૂજ છે, ઘણી ઘણી | કૃતિઓ તો હજી અપ્રકાશિત જ છે અને એ બધી પ્રકાશિત થતાં (જે થતાં અલબત્ત હજુ સહેજે એક સૈકા કરતાં પણ | વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ સમયના સાહિત્યનો ઇતિહાસ નવેસરથી લખવો જરૂરી બનશે.” પ્રાચીન ગુજરાતી પૂર્વેઅપભ્રંશ સાહિત્યમાં જૈન કવિઓનો ફાળો મો. દ. દેસાઈના મંતવ્ય પ્રમાણે અપભ્રંશ સાહિત્યના સંખ્યા પ્રમાણ વિશે આ સદીના પ્રારંભમાં વિદ્વાનોની માન્યતા એ પ્રકારની હતી કે અપભ્રંશ સાહિત્ય ઘણું થોડું છે-હતું. વાસ્તવમાં સમય જતો ગયો તેમ તેમ આ માન્યતા બદલવાની ફરજ પડતી ગઈ. જેમ કે—કાલિદાસના “વિક્રમોવર્સીય’ના ચતુર્થઅંકમાં, પિંગલના પ્રાકૃત પિંગલમાં, હેમાચાર્યના વ્યાકરણસૂત્ર ૪૩૨૯થી ૪૪૬માં જુદાં જુદાં સ્થળોએ અપભ્રંશ ટાંકેલું છે. તેમના જ ‘કુમારપાલ- ચરિત્ર', અથવા “પ્રાકૃદ્ધાશ્રય કાવ્યસંગ્રહ ૮', શ્લોકો ૧૪થી ૮૨ કે જે પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ તરીકે આપ્યા છે. આ ઉપરાંત કાલકાચાર્ય કહા’ અને ‘દ્વારાવતીના નાશની કહા.” જે જૈનકથાઓ છે. “સરસ્વતી કંઠાભરણ” જેવા અલંકાર ગ્રંથ ઉપરાંત દશરૂ૫ અને ધ્વન્યાલંકાર એ બંને પરની ટીકાઓમાં મળી આવતી છૂટી ગાથાઓ આ સિવાય ‘વેતાલપંચવિંશતિકા, “સિંહાસનદ્ધાત્રિશિકા' અને પ્રબંધચિંતામણિ'માં થોડી ગાથાઓ અપભ્રંશમાં છે એમ જ માનવામાં આવતું. જો કે ઉપર ગણાવેલાં નામો પૈકી કાલિદાસ અને પિંગલ સિવાય બાકીનાં બધાં જૈને છે. ઈ. સ. ૫૮૯ પહેલાનાં ભદ્રબાહુ સ્વામીએ રચ્યા ગણાતા ધનપાલ કવિ :-તેણે “ભવિસયત કહા” (સુયપંચમીકહા) નામનું મહાકાવ્ય બનાવ્યું છે, જે ડૉ. જેકોબીએ અમદાવાદમાંથી મેળવેલ. ધનપાલ કવિ ધક્કડ નામના વણિક કુટુંબમાં, પિતા માહેશ્વર અને માતા ધનશ્રીથી જન્મ્યા હતા. દિગંબર જૈન હતા. ૨૨ સંધિ—પ્રકરણોવાળા આ કાવ્યની કથામાં ભવિષ્યદત્ત રાજા નાયક છે અને તેમાં કાર્તિક શુકલપંચમી (જ્ઞાનપંચમી)ના ફળવર્ણનરૂપ વિષય છે. સ્વયંભૂદેવ :-અપભ્રંશમાં “હરિવંશપુરાણ' અને પઉમચરિય’ બે મોટાં કાવ્યો અનુક્રમે અઢાર હજાર અને બાર હજાર શ્લોક ધરાવે છે તે (ચતુર્મુખ) સ્વયંભૂદેવ રચિત છે. તેણે બંને ગ્રંથો અપૂર્ણ મૂકયા હતા તે તેના પુત્ર ત્રિભુવન સ્વયંભૂ પૂર્ણ કર્યા. મહાકવિ ધવલ :-તે અંબસેનનો શિષ્ય હતો અને સુર નામના બ્રાહ્મણનો પુત્ર હતો. ધવલનો સમય દસમી સદીથી અગાઉ ખસેડી શકાય તેમ નથી. ૧૨૨ સંધિ-અધ્યાયવાળા ૧૮,૦૦૦ શ્લોકમાં ‘હરિવંશપુરાણ' રચ્યો છે જેમાં “મહાવીર', ‘નેમિનાથ' તીર્થકરોનાં ચરિત્રવર્ણન ઉપરાંત મહાભારતની કથા પણ છે. ધવલનું નામ આ કાવ્યની દરેક સંધિની છેલ્લી કડીમાં તેમ જ ગ્રંથ પ્રસ્તાવનામાં આવે છે, તેમાં બીજા ગ્રંથકારો અને તેમની કૃતિઓનો ઉલ્લેખ મળે છે. જેમકે ધીરસેન, સમતજુન (પ્રમાણ પરના એક ગ્રંથનો કત) જૈનેન્દ્ર વ્યાકરણનો કર્તા-દેવનંદિ, નય પરના એક ગ્રંથનો વજસૂરિ, ‘સુલોચનાચરિતનો’ કર્તા-મહાસેન, ‘પદ્મચરિત'નો કર્તા રવિષેણ, ‘હરિવંશ પુરાણ”નો કર્તા જિનસેન, જડિલમુનિવરાંગચરિત,' દિનકરસેન-“અનંગચરિત,” પાસેન, સધસેનઅમિજારાહમા’નો કર્તા, ધનદત્તનું “ચંદ્રપ્રભાચરિત,' ઘણાં ચરિતોનો કર્તા વિધ્યસેન, સિંહનંદિ-અનુપ્રેક્ષા'નો કર્તા, આગમ ગાઈને ‘ભવિયવિનોદ' રચ્યું તે સિદ્ધસેન, રામનંદિ કે જેણે ઘણી કથાઓ રચી, ‘વીરચરિત'નો કર્તા આસગ, ‘સનતકુમાર ચરિત'નો કર્તા ગોવિંદ, “જીવઉદ્યોત'નો કર્તા શાલિભદ્ર, ‘પઉમચરિઅ’નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy