SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પ્રાચીન જૈન કવિઓની ધવલૌજ્વલ પરંપશ (વિ.સં.ની ૧૦મીથી ૧૬મી સદીના સંદર્ભમાં-) પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ‘પ્રાચીન જૈન કવિઓની ધવલોજ્જ્વલ પરંપરા’ લેખમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ પ્રાચીન ગુજરાતીનો આરંભ ક્યારથી ગણવો? અને અપભ્રંશ પછીની ભાષા ભૂમિકાને-ગુજરાતીને શું નામ આપવું? તે અંગે વિવિધ વિદ્વાનોના મત અને મતભેદની ફૂલગુંથણીથી લેખનો પ્રારંભ કર્યો છે. ગુજરાતી ભાષાના મૂળ જેમાંથી ફૂટ્યાં છે તે અપભ્રંશ ભાષાનું સાહિત્ય પણ કેટલું માતબર છે તેની નોંધ લઈને પછી વિક્રમ સંવતની દશમી સદીથી સોળમી સદીના જૈન કવિઓ અને તેમની કૃતિઓને પરિચયાત્મકરૂપે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં આવશ્યકતા લાગી ત્યાં કાવ્ય પંક્િતઓ પણ ટાંકી છે આમ છતાં ગુજરાતી ભાષાના બધા જ પ્રાચીન જૈન કવિઓનો સમાવેશ લેખના મર્યાદિત પૃષ્ઠોમાં ન થાય તે સ્વાભાવિક છે પરંતુ આ રીતે જૈન સાહિત્યમાં ડોકિયું કરવાનો પ્રયાસ લેખક અને વાચકને ભીતરના ખજાના પ્રત્યે જિજ્ઞાસા પ્રેરીને સુફલ આપનારો બની શકે! ૧૯૧ જૈન કવિઓની ઉજ્વલ પરંપરામાં દશમી સદીમાં ૧૮,૦૦૦ શ્લોકવાળા ‘હરિપુરાણ'ના રચિયતા મહાવિ ધવલ, બારમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રજી--વ્યાકરણ ગ્રંથ, સિદ્ધહેમ શબ્દાનુશાસન’, ‘અભિધાન ચિંતામણિ’ (શબ્દકોશ), ‘ક્રયાશ્રય’ કાવ્ય વ. લખ્યાં જેથી ડૉ. પિટરસન તેમને ‘જ્ઞાનનો મહાસાગર' ગણાવે છે! તેરમી સદીમાં અઢાર હજાર ગાથાનો ‘છકમ્બુવએસો’ (ષટ્કર્મપ્રવેશ) ગ્રંથ ગોધરામાં રચનાર મહાકવિ અમરકીર્તિ--આ સૌએ પોતાને તથા જૈન સાહિત્યને ઉજાળી અમર બનાવેલ છે. આ ઉપરાંત જિનપ્રભસૂરિ, પ્રબંધ ચિંતામણિ’ (સં. ૧૩૬૧)ના રચયિતા ‘મેરુત્તુંગ’, ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ'ના રચયિતા શાલિભદ્રસૂરિ, ગુજરાતી કવિતાનો વિકાસ તપાસવા ઉપયોગી બને તેવી કૃતિ ‘રેવંતગિરિરાસ’ના લખનાર વિજયસેનસૂરિ, વિક્રમની પંદરમી સદીના ઉત્તમ જૈન કવિ જયશેખર કે જેમણે સં. ૧૪૩૬માં-૧૨,૦૦૦ શ્લોકનો પ્રાકૃતમાં મહાનગ્રંથ ‘ઉપદેશ ચિંતામણિ' રચ્યો, તેના ભાવાનુવાદરૂપે સં. ૧૪૬૨માં પ્રબોધ ચિંતામણિ' રચ્યો, ગુજરાતી ગદ્ય-પદ્ય બંનેમાં સાહિત્ય પ્રવૃત્તિ કરીને સોમસુંદરસૂરિ (જન્મ સં.૧૪૩૦) વગેરેને મોટી માત્રામાંથી થોડાંક દૃષ્ટાંતરૂપ જ ગણીએ! પ્રાચીન અને મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે ત્યારે હસ્તપ્રતોની સાચવણી અને પ્રકાશન પુણ્યકર્મ બની રહે છે. આ લેખમાળા રજુ કરનાર પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા (તા. ધંધુકા, જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. ૧૯૮૧ થી જે. એમ. શાહ આર્ટ્સ કોમર્સ કોલેજ, જંબુસરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘ વેદવાણી’, ‘ પરોપકારી’ જેવા ઉચ્ચ સામયિકોમાં લેખ પ્રકાશિત થવાથી ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાને આર્ય લેખક કોશમાં સ્થાન આપ્યું. અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે અવારનવાર તથા છ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના ૧૯૯૦ થી ૧૯૯૩ સુધીમાં અને ૨૦૦૪માં અભિલેખાગાર કચેરી, વડોદરામાં, ‘ભરૂચ જિલ્લાના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ, સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદી પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. આ ગ્રંથ સંાદકના મોટા ભાગનાં સંપાદનોમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કૃતિઓ આપતા રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy