SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ધર્મો જોડાયેલા જ હોય. ભિક્ષાટન, પાદવિહાર, આવશ્યક ક્રિયા, પ્રવચન આદિ નિયમોનો પણ નિર્વાહ તેમણે કરવાનો હોય છે. આથી તપની કઠિનતા વધી જાય છે. શ્રમણ ભગવાન મહાવીરે સાડા બાર વર્ષના સાધનાકાળ દરમ્યાન કરેલા તપનું રોમાંચક વર્ણન મળે છે. ભ. મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી હંમેશાં છટ્ટના પારણે છટ્ટ (બે ઉપવાસ) કરતા. ધન્ના, કાકંદી, પ્રસન્નચંદ્રરાજર્ષિ, અવંતી સુકુમાલ, ખંધક મુનિ જેવાં અનેક તપસ્વી મહામુનિઓનાં નામ જૈન ઇતિહાસનાં પાને પાને પથરાયેલાં છે. આમ તો પ્રત્યેક શ્રમણ-શ્રમણીનું જીવન તપોમય હોય છે. આયંબિલની ઓળીઓ અને ૮-૧૦-૧૬ ઉપવાસ જેવી તપશ્ચર્યાઓ જૈન સંઘમાં એક સ્વાભાવિક વાત ગણાય. એથી ય ઉગ્ર તપશ્ચરણ૨૦૦-૩૦૦ ઓળી, છટ્ટ–અટ્ટમથી વર્ષીતપ, સંખ્યાબંધ માસખમણ, સળંગ ૧૦-૧૫-૨૫ વર્ષીતપ જેવી લાંબી તપસ્યાઓના આરાધકો ચતુર્વિધ સંઘમાં આજે પણ મોટી સંખ્યામાં મળે. અહીં તો જૈન ઇતિહાસમાં નોંધાયેલ કેટલાક તપસ્વીઓની તવારીખ ટૂંકમાં જોઈએ. * ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી બાર વર્ષનું ધ્યાન ધરવા માટે નેપાલમાં ગયા હતા. * આ. શ્રી શીલભદ્રસૂરિએ બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી, તે દિવસથી જ તેમણે છ વિગઈ દ્રવ્યો (ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને તળેલું)નો ત્યાગ કર્યો હતો. તેમનું બીજું નામ ફલ્ગુમિત્ર હતું. તેઓ યુગપ્રધાન ગણાયા છે. * નવ અંગસૂત્રોની સંસ્કૃત ટીકાઓ રચનારા શ્રી અભયદેવસૂરિ પ્રખર વિદ્વાન અને પ્રવચનકાર હતા. ગુરુના આદેશને શિરોધાર્ય કરીને તેમણે હંમેશાંને માટે છ વિગઈ દ્રવ્યોનો ત્યાગ કર્યો હતો. આહારમાં માત્ર જુવારની વસ્તુ જ લેતા. * શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય શ્રી માનદેવસૂરિએ સૂરિપદ સ્વીકાર્યું તે જ દિવસથી જીવનપર્યંત માટે વિગઈઓનો સર્વથા ત્યાગ કરેલો. * તાર્કિક શિરોમણિ મુનિચંદ્રસૂરિએ પણ જાવજીવ સર્વ વિગઈ દ્રવ્યોનો ત્યાગ કર્યો હતો. * શ્રી પરમદેવસૂરિએ આંબિલ વર્ધમાનતપ કરેલો, જેનું પારણું સં. ૧૩૦૨ના માગસર સુદ પના કરપદ (કડોદ) ગામે થયેલું. Jain Education International For Private ૧૮૦ * શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ નવ વર્ષ અખંડ આંબિલ, * સંતિકરૂં સ્તોત્રના કર્તા શ્રી મુનિસુંદરસૂરિએ જીવનપર્યંત આયંબિલનો તપ કરેલો. * વર્ધમાનસૂરિએ વસ્તુપાલના સ્વર્ગગમન બાદ પોતાના જીવનના અંત સુધી આયંબિલ કરેલા. * બાદશાહ અકબરને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મ.નો પરિચય થવામાં નિમિત્ત બનનાર ચંપાશ્રાવિકા એક મહાન તપસ્વિની હતા. તેમણે છ મહિનાના ઉપવાસ કર્યા હતા અને તેથી જ અકબર તેમને મળ્યા અને ચંપાબાઈ પાસેથી વિજય હીરવિજયસૂરિજીનું નામ તેમણે સાંભળ્યું. * શ્રી પ્રભસૂરિ છ વિગયના ત્યાગી હતા, એકાંતરે ઉપવાસ કરતા. * શ્રી ભદ્રેશ્વરસૂરિએ આજીવન છ વિગયનો ત્યાગ. * શ્રી વર્ધમાનસૂરિએ ૧૦૦ આંબિલની ઓળીનું પારણું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરીને કરવાની ભાવનાથી વિહાર કર્યો પણ માર્ગમાં જ કાલધર્મ પામ્યા. * શ્રી ધર્મઘોષસૂરિએ આચાર્યપદ પછી વિગયનો સર્વથા ત્યાગ કરેલો અને માત્ર જુવારનો રોટલો વાપરતા. * શ્રી વીરાચાર્યે યાવજ્જીવ અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈઓ કરેલી. * શ્રી ક્કડસૂરિએ બાર વર્ષ સુધી છટ્ટના પારણે આંબિલ કરેલા. . * આ. શ્રી પદ્મપ્રભસૂરિની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રભાવિત થયેલા નાગોરના રાણાએ તેમને ‘તપા' અર્થાત્ તપસ્વી એવું બિરુદ આપેલું. આ ઘટના વિ. સં. ૧૧૭૭માં બનેલી. એમની પરંપરા નાગોરી તપાગચ્છ તરીકે ઓળખાઈ. * ચૈત્રવાલ ગચ્છના આ. શ્રી જગચંદ્રસૂરિએ બાર વર્ષ બાદ નિરંતર આયંબિલનું તપ કરેલું. આઘાટપુરના રાજા જેતસિંહે પ્રભાવિત થઈને તેમને ‘તપા’ બિરુદ પ્રદાન કર્યું. તેમની પરંપરાને તપાગચ્છ નામ મળ્યું. * નાગોરી તપાગચ્છના-પાર્શ્વચંદ્રગચ્છના આ. શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય શ્રી પૂંજા ૠષિના કઠોર તપના ઐતિહાસિક ઉલ્લેખો મળે છે. ૩૮ વર્ષના દીક્ષાપર્યાયમાં તેમણે બધા મળીને ૧૧૩૨૧ ઉપવાસ કર્યા હતા. માસખમણ ૪૫ કે તેથી વધુ કર્યાં, એક વાર ૪૦ ઉપવાસ કરેલા. સિત્તેર દિવસ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy