SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રી ગુજરાતી, કચ્છી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, જૂની ગુજરાતી, અર્ધમાગધી આદિ ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. પૂજ્યશ્રીની જ્ઞાનારાધના અસાધારણ છે. ૧૮ વર્ષની ઉંમરે શ્રી હરિભદ્રસૂરિકૃત “અનેકાંતવાદ-પ્રવેશ' ગ્રંથ પર ગુજરાતી વિવેચન લખેલું ત્યારથી તેમની કલમ ચાલતી જ રહી છે. લોકભોગ્ય અને વિદ્રહ્મોગ્ય–બંને પ્રકારનું સાહિત્ય તેમના હાથે સર્જાયું છે. તેમની કલમ વિવિધ વિષયોમાં ગતિ કરી શકે છે અને તેમની મેધા કોઈપણ વિષયમાં તરત ઊંડી ઊતરીને મર્મ પકડી શકે છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર તેમનો સારો અધિકાર છે. એ સિદ્ધસેન દિવાકરજીની રચેલી ધાત્રિશત્ વાર્નાિશિકા' ગ્રંથમાંથી ચૂંટી કાઢેલા ૧૦૦ શ્લોકો પર પૂજ્યશ્રીએ કરેલું વિવરણ વિદ્વજગતમાં આવકાર પામ્યું છે. “સમણસુત્ત'નો ગુજરાતી અનુવાદ 2]\L\ તેઓશ્રીએ કર્યો. તેની બે આવૃત્તિઓ છપાઈ–એમાં જ પુસ્તકની ઉપયોગિતાનો નિર્દેશ મળી જાય છે. પૂજ્યશ્રી દ્વારા સર્જાયેલા સાહિત્યની યાદી ખાસી લાંબી છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અને ગુલાબ દેઢિયાના તંત્રી પદે “સંકલ્પ' નામે એક માસિક છ વર્ષ સુધી નિયમિત પ્રગટ થયું હતું અને જૈન-જૈનેતર વિચારશીલ વર્ગમાં આદરપાત્ર બન્યું હતું. સાહિત્ય અને સાધનામાં સવિશેષ વે છે તેમ છતાં સંઘ-સમાજ પ્રત્યેની જવાબદારી પરી સજ્જતાથી નિભાવે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦ કા.વ. ૭ના મોટીખાખર તીર્થથી તેરા તીર્થ સુધીનો કચ્છની પંચતીર્થનો ૧૫ દિવસીય છ'રીપાલિત સંઘ નીકળ્યો. ટુન્ડાના દેરાસરનો જીર્ણોદ્ધાર, કોડાયના સદાગમ ટ્રસ્ટના જ્ઞાનમંદિરનો જીર્ણોદ્ધાર, ભદ્રેશ્વરના ગુરુમંદિરનું નિર્માણ, નાની ખાખરમાં નૂતન જ્ઞાનમંદિર, ખંભાત-વીરમગામ-ક્રોડાયના હસ્તલિખિત ભંડારોનો ઉદ્ધાર આદિ શાસન સંબંધી કાર્યો માટે તેઓ સમય-શક્તિનો ભોગ આપતા રહે છે. વસઈ (વિરાર)માં પાર્થચંદ્ર ચ્છનો ઉપાશ્રય સ્થપાયો. તેમાં તેઓશ્રીની પ્રેરણા તથા પૂ. શ્રી મનોશચંદ્રજી મ.સા.ના પુરુષાર્થનો મુખ્ય ફાળો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “કચ્છ પ્રદેશ પાર્થચંદ્રગચ્છ સમિતિનું નિર્માણ થયું છે. જેથી સંઘનું કાર્ય વ્યવસ્થિત ચા રહે છે. વળી દેશલપુર ગામે પૂજ્યશ્રીની પ્રેરણાથી “ધર્માલયમ્' નામની સંસ્થા આકાર પામી રહી છે. આ સંસ્થાના ઉપક્રમે બાળકો માટે “સંસ્કાર શિબિરો યોજાય છે, જે ઉત્તરોત્તર લોકપ્રિય બની રહી છે. પૂજ્યશ્રીએ ગયા વર્ષે ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું છે. પૂજ્યશ્રી નિરામય શતાયુ પ્રાપ્ત કરે, સંઘ તેમજ શાસનમાં મહાનશ્રેષ્ઠ કાર્યો એમના વરદ હસ્તે સંપન્ન થાય, સ્વ સાથે પરનું શ્રેય સાધે એ જ શુભેચ્છા સહ પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદન! – સંપાદક અધ્યાત્મક્ષેત્રે આત્મશુદ્ધિના એક સાધન તરીકે તપ સર્વસ્વીકૃત છે. જૈન પરંપરાએ તપને બાહ્ય અને આત્યંતર એવા બે વિભાગમાં વહેંચીને એક પ્રયોગાત્મક વિધિ રૂપે તપનો ઉપયોગ કર્યો છે. અનશન, ઉરોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા–એવા છ પ્રકાર બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ-આ આત્યંતર તપના પ્રકાર છે. આત્યંતર તપ મુખ્ય છે, પરંતુ બાહ્ય તપ તેમાં સહાયક બને છે. જેની સાધનામાર્ગમાં મનોવિજય માટે શરીરવિજય પણ આવશ્યક અને ઉપકારક ગણાય છે. શરીરના દોષોને જીતવા માટે બાહ્ય તપની અને મનના દોષને જીતવા માટે આત્યંતર તપની જરૂર પડે છે. રસાયણશાસ્ત્રમાં ‘તાપ” (અગ્નિ)નું જેવું સ્થાન છે તેવું જ સ્થાન અધ્યાત્મક્ષેત્રમાં તપનું છે. માનવશરીરમાં કેટલી શક્તિ છે, માનવી કેટલા બધા ઓછા આહારથી ચલાવી શકે છે, શરીરની ક્રિયાઓને રાસાયણિક રીતે કેટલી હદે બદલી શકાય છે વગેરે તથ્યો મહાન તપસ્વીઓનાં જીવનમાંથી જાણી શકાય છે. જૈન મુનિઓનો તપ કોરો તપ નથી હોતો. તપની સાથે ભક્તિ, સ્વાધ્યાય, સેવા વગેરે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy