SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૧૮૫ તેજપુંજ લપસ્વીઓ ૬. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનધર્મની ઐતિહાસિક સૃષ્ટિ તરફ નજર નાખતા જ થયેલા તપસ્વીઓ, ત્યાગીઓ અને તેજસ્વીઓથી તરબતર ભૂતકાળ ભાસે છે. જૈનધર્મમાં જે પ્રમાણે તપની વ્યાખ્યાનું ઊંડાણમાં ખેડાણ છે' તેવું સપનું વિશ્લેષણ તો દુનિયાના કોઈ ધર્મમાં નથી જોવા મળતું. જૈનશાસનનાં તેજપુંજ તપસ્વીઓ ઉપરની આ લેખમાળા રજૂ કરનાર શ્રત અને સાધનાના સમર્પિત સાધક મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ જિનશાસનના એક પ્રતિભાશાળી શ્રમણભગવંત છે. જન્મભૂમિ બિદડા-કચ્છ પુણ્યશાળી પિતાશ્રી પદમશીભાઈ નરશી દેઢિયા અને કેશરબાઈ માતાના કુલદીપક છ ભાઈઓમાં સૌથી નાના નામ ધીરજલાલ. જન્મ સં. ૨૦૧૦ જેઠ વદ ૧, તા. ૧૮ જૂન ૧૯૫૪. લઘુવયમાં માતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યાં. સ્કૂલનું ભણતર શક્ય ન બન્યું. પિતાશ્રી બાળકોને લઈને મુંબઈથી કચ્છમાં આવ્યા. પ. પૂ. મંડલાચાર્ય ગણિવર શ્રી કુશલચંદ્રજી મ.સા.ના સંતાનીય પ. પૂ. શાંતમૂર્તિ પ્રીતિચંદ્રજી મ.સા. એ સમયે કચ્છમાં વિચરતા હતા. ધીરજલાલે બે-ત્રણ વર્ષ પૂ. ગુરુમહારાજની સાથે રહીને અભ્યાસ કર્યો અને રાજનગર-અમદાવાદ શહેરમાં સં. ૨૦૨૨માં મહા સુદ ત્રીજના શુભદિવસે આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ.સા. જેવા મહાપુરુષના હાથે દીક્ષા પ્રદાનવિધિ થઈ. “ભુવનચંદ્રજી' નામ અપાયું. ગુરુમહારાજે બાલમુનિની તીવ્રસ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ જોઈ લીધી, એટલે અધ્યયન માટે પંડિત રાખી વ્યાકરણ આદિનો અભ્યાસ શરૂ કરાવ્યો, પણ ત્રણ વર્ષ પછી ગુરુમહારાજે ચિરવિદાય લીધી. ત્યારે મહારાજ સાહેબની ઉંમર પંદર વર્ષની હતી. પૂજ્યશ્રીના સંસારપક્ષે મોટાભાઈ મોરારજીભાઈ વૈરાગી બની લઘુબંધુના શિષ્ય બન્યા. “મનોજ્ઞચંદ્રજી' નામ રાખવામાં આવ્યું. બંધુબેલડી સંઘ તથા સ્થવિર સાધ્વીજી મહારાજોની સ્નેહભાજન બની. પૂજ્યશ્રીને પ. પૂ. અધ્યાત્મપ્રેમી અમરેન્દ્રવિજયજી મ.સા.નો પ્રથમ પરિચય ભદ્રેશ્વર તીર્થમાં સં. ૨૦૩૧માં થયો અને બંનેની વચ્ચે ઊંડો ધર્મસંબંધ રચાયો. પૂ. ભુવનચંદ્રજી મ.સા. અધ્યાત્મ ક્ષેત્રે પૂ. અમરેન્દ્રવિજયજી મહારાજને પોતાના ગુરુ માને છે. ઇગતપુરીમાં પૂ. અમરેન્દ્રવિજયજી મ.સા. સાથે ધ્યાનશિબિરો કરી, દેવલાલીમાં ચોમાસાં કર્યા. વિપશ્યના એ સાક્ષીભાવ, સમભાવ, મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિની સાધના છે. પૂ. મહારાજ સાહેબ આ સાધના–પ્રક્રિયાને જૈન સાધકો માટે ખૂબ ઉપયોગી અને ઉપાદેય માને છે. - પ્રાચીન સાહિત્યનું સંશોધન એ મહારાજ સાહેબનો મુખ્ય રસનો વિષય છે. અત્યાર સુધીમાં તેમણે ચાલીસ હજારથી વધારે પુસ્તકો-પોથીઓ વાંચ્યાં છે. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા છે. વિચારમાં વિશદતા, મૌલિકતા, અધ્યાત્મ અને સમન્વયેષ્ટિ સ્પષ્ટ તરવરે છે. પૂજ્યશ્રીમાં લેખનશકિત, કવિત્વશક્તિ અને વકતૃત્વશક્તિનો ત્રિવેણી સંગમ અદ્ભુત છે. લેખનમાં ભાવસભર ચિંતન અને અધ્યાત્મરસ વાચકને આકર્ષે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy