SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ વડગચ્છ પરંપરાના શતાર્થ' કાવ્યના રચયિતા અને સમર્થ ગ્રંથકાર આચાર્ય સોમપ્રભસૂરિ પ્રભુ વીરની પાટ-પરંપરામાં ૪૩મી પાટે આચાર્ય સોમપ્રભસૂરિ આવ્યા. તેઓ શ્રી વિજયસિંહસૂરિના પટ્ટધર હતા. તેઓ જિનદેવ પોરવાળના પુત્ર હતા. સ્વયં શીઘ્રકવિ હતા. એમના ‘સિંદૂર પ્રકર’ ઉપદેશાત્મક સો શ્લોકમય ગ્રંથ જૈનસંઘમાં વારંવાર પઠનીય-ગોખવાલાયક ગણાયો છે. આના પર ટીકા વગેરે પણ ઘણાં રચાયાં છે. આ ઉપરાંત ‘સુમતિનાહ ચરિય’ અને ‘શૃંગાર-વૈરાગ્યતરંગિણી’ (દ્વિઅર્થી) ગ્રંથ પણ રચ્યા છે. કુમારપાળ રાજાના જીવનચરિત્ર અંગે એમણે રચેલો‘કુમારપાલ પડિબોહો’ ગ્રંથ અત્યંત પ્રમાણભૂત ગણાય છે (રચના સંવત ૧૨૪૧) આ આચાર્યદેવ સંવત ૧૨૮૪માં સવર્ગવાસી થયા. આચાર્ય બાલચંદ્રસૂરિ ગામ : મોઢેરા, પિતા : દારાદેવ. નામના મોઢ વણિક, માતા : વીજળી, સંસારી નામ : મુંજાલ. રાજગચ્છ-દેવેન્દ્રશાખામાં આવેલા આચાર્ય હરિભદ્રસૂરિના ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામી બાલ્યવયે જ દીક્ષા લીધી. આ બાલચંદ્ર મુનિ તીવ્ર મેધા-શક્તિવાળા હતા. એમના પર સરસ્વતી દેવી પ્રસન્ન થયેલી ને વરદાન આપ્યું હતું કે “તમે કવિ કાલિદાસ જેવી કૃતિઓ રચી શકશો.” આમની આચાર્યપદવીના મહોત્સવમાં મંત્રી વસ્તુપાળે સારા એવા રૂપિયા વાપર્યા હતા. વસ્તુપાળ આમની પ્રતિભા અને કવિતા-શક્તિથી પ્રસન્ન હતા. પંડિતોમાં વસ્તુપાળ વસંતપાળ તરીકે ઓળખાતા હતા. તેથી આ આચાર્યભગવંતે વસ્તુપાળના અને પોતાના જીવનને ગૂંથી ‘વસંતવિલાસ' મહાકાવ્યની રચના સંવત ૧૨૮૯માં કરી. એમનું ‘કરુણા વજ્રાયુધ' નાટક જાહેરમાં ભજવાતું. આ આચાર્યભગવંતે ‘વિવેકમંજરી’ પર ટીકા રચી છે. વસ્તુપાળ તેજપાળ આ આચાર્યભગવંતને બહુ માનતા હતા. આચાર્ય રત્નશેખરસૂરિ મહારાજ જન્મ : સંવત ૧૩૭૨, દીક્ષા : સં. ૧૩૮૫, આચાર્યપદ : સં. ૧૪૦૦, કાળધર્મ : સં. ૧૪૨૮ પછી. આ આચાર્યભગવંત મહાજ્ઞાની હતા. તેથી એમને Jain Education International For Private ચતુર્વિધ સંઘ ‘મિથ્યાંધકારનભોમણિ’ (મિથ્યાત્વરૂપઅંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન) એવું બિરુદ મળ્યું હતું. આ આચાર્યભગવંતે રચેલા ‘ગુણસ્થાનક્રમારોહ’, ‘સિરિ સિરિવાલ કહા' (શ્રીપાળ કથા) ‘સંબોધસિત્તરી’, ‘દિનશુદ્ધિ દીપિકા’ અને ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’ આ ગ્રંથો તો જૈન સંઘમાં અત્યંત લોકપ્રિય થયા છે. સંવત ૧૪૦૭માં ફિરોજશાહ તઘલખ આ આચાર્યદેવના ઉપદેશથી ઘણો બોધ પામ્યા અને વિવિધ ફરમાનો લખી આપ્યાં. આ આચાર્યદેવના ઉપદેશથી ૧૦૦૦ ઘરો જૈન થયાં. આચાર્ય કલ્યાણસાગરસૂરિ જન્મ સ્થળ : લોલાડા, તિથિ : સંવત ૧૬૩૩ અષાઢ શુદ બીજ, ગોત્ર : શ્રીમાળી, પિતા : નાનિગ, માતા : નાગિલા, પોતાનું નામ : કોડિનકુમાર. પાંચ વર્ષની ઉંમરે આ બાળક અંચલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી ધર્મમૂર્તિના ખોળામાં બેસી એમની મુહપત્તીથી રમતો હતો. તેથી પિતાએ બાળક આચાર્યભગવંતને સોંપ્યો. એમની દીક્ષા સંવત ૧૬૪૨ના અક્ષયતૃતીયાના દિવસે ધોળકામાં થઈ. સંવત ૧૬૪૯માં આચાર્ય થયા અને સંવત ૧૬૬૯માં યુગ પ્રધાનપદ અપાયું. શ્રી શત્રુંજય તીર્થપર શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ આ બે દેરાસરો એમની પ્રેરણાથી અને એમની નિશ્રામાં વર્ધમાન પદમશીએ બનાવ્યાં તથા એમની નિશ્રામાં સંઘ પણ કાઢ્યો. એમની પ્રેરણાથી જામનગરમાં પણ દેરાસર વગેરે થયાં. આગ્રામાં કુંરપાળ-સોનપાલ લોઢાએ સંવત ૧૬૭૧માં બે દેરાસરોના પ્રતિષ્ઠા અને ૪૫૦ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી ત્યારે જહાંગીર એ તોડવા આવ્યા હતા, પણ આચાર્યભગવંતના પ્રભાવથી પ્રતિમાઓમાંથી ધર્મલાભ વગેરે શબ્દો નીકળવાથી જહાંગીર એ કાર્યથી અટક્યા અને પ્રસન્ન થયા. આ આચાર્યદેવે ભૂજના ભારમલ્લનો રોગ મટાડ્યો. તેથી આ રાજાએ માંસાહાર છોડ્યો અને દેરાસર બનાવ્યું અને પર્યુષણના આઠ દિવસ માટે કાયમ માટે અમારિપ્રવર્તન કરાવ્યું. આ આચાર્યભગવંતે ‘શ્રી શાંતિનાથ ચરિત્ર' વગેરે ગ્રંથોની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ ઉપાધ્યાયો, ૧૧૩ સાધુઓ અને ૨૨૮ સાધ્વીઓ હતાં. તેઓ સંવત ૧૭૧૮માં અક્ષયતૃતીયાના દિવસે જ ભૂજમાં સ્વર્ગવાસી થયા. (સંદર્ભગ્રંથો : પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ઉપદેશતરંગિણી, જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ અને ૨) Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy