SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આ આચાર્યભગવંતના ચરણકમળને પખાળીને છાંટેલા પાણીથી મહેતા અંબાપ્રસાદને ચડેલું સાપનું ઝેર ઊતરી ગયું હતું. આબુમાં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ આ આચાર્યને પાટણ એમના ગુરુદેવશ્રી મુનિચંદ્રસૂરિ પાસે જવા કહ્યું, કેમ કે ગુરુદેવનું આયુષ્ય આઠ મહીના જ બાકી હતું. ખરેખર એમ કરવાથી ગુરુદેવના સ્વર્ગવાસ વખતે તે પોતે હાજર રહી શક્યા. આ આચાર્યભગવંતે સિદ્ધરાજની સભામાં દેવબોધિ નામના બ્રાહ્મણ પંડિતે શ્લોક રૂપે મૂકેલી સમસ્યાનું સમાધાન આપ્યું હતું. કુમુદચંદ્ર નામના દિગંબરાચાર્યે શ્વેતામ્બર સાધ્વી સરસ્વતી શ્રીજીની કદર્થના કરી ત્યારે એ સાધ્વીની પ્રેરણાથી વાદિદેવસૂરિએ પાટણની સભામાં આ દિગંબરાચાર્ય સાથે વાદ યોજ્યો. એ વખતે બાળવયમાં રહેલા કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરેના સાથથી શ્રીશાંતિસૂરિ રચિત ઉત્તરાધ્યયન પરની પાઈય ટીકાના આધારે આ આચાર્યભગવંતે એ દિગંબર વાદીને હરાવ્યા. તેથી શ્વેતામ્બરોનો મત ઊભો રહ્યો ને ગુજરાતમાંથી દિગંબરો નીકળી ગયા. રાજાએ આચાર્યભગવંતને એક લાખ દ્રવ્ય વગેરે તુષ્ટિદાનની જાહેરાત કરી. પણ આચાર્યભગવંતે નિઃસ્પૃહતાને શોભાવતાં એનો નિષેધ કર્યો. પછી એ દ્રવ્યમાં ઉમેરો કરી રાજાએ રાજવિહારનામનું ઋષભદેવનું દેરાસર નિર્માણ કરાવ્યું. આચાર્યભગવંતે પ્રતિષ્ઠા કરી. ઠેર ઠેર ઘણા શ્રાવકોએ આ આચાર્યભગવંતના હાથે ઘણાં દેરાસરોમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્યદેવની પ્રેરણાથી શાંતનું મંત્રીએ પોતાના માટે બનાવેલો પ્રાસાદ ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કર્યો. આ આચાર્યભગવંતની પ્રેરણાથી સાડા ત્રણ લાખ નવા જૈનો થયા. રાજાઓ, મંત્રીઓ અને ધનાઢ્ય શ્રાવકો પણ આમના ભક્ત હતા ને આમની પ્રેરણાથી જ જૈનધર્મ પામ્યા હતા. આ આચાર્યદેવે ઘણા ગ્રંથો રચ્યા છે. એમાં પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' નામનો સૂત્રાત્મક ન્યાયગ્રંથ અને તેનાપર ‘સ્યાદ્વાદ રત્નાકર’ (૮૪ હજાર શ્લોક પ્રમાણ) ટીકા અત્યંત પ્રસિદ્ધ છે. એમના પછી થયેલા જૈનાચાર્યો એમની અનેક રીતે પ્રશસ્તિઓ ગાઈ પોતાની સરસ્વતીને સાર્થક કરે છે. આ આચાર્યભગવંત સંવત ૧૨૨૬માં શ્રાવણ વદ સાતમે કાળધર્મ પામી દેવલોકમાં સિધાવ્યા. એમની પાટે આચાર્ય ભદ્રેશ્વરસૂરિજી આવ્યા. આ આચાર્યભગવંતના ભાઈ વિજયે પણ દીક્ષા લીધેલી. તેઓ આચાર્ય વિજયસેનસૂરિ તરીકે પ્રસિદ્ધ થયેલા. Jain Education International For Private ૧૮૩ વિશિષ્ટ કાવ્યકાર, પ્રબંધક અને નાટ્યરચનાકાર આચાર્ય રામચંદ્રસૂરિ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ જૈનશાસન જ નહીં, બલ્કે ગુર્જરદેશરૂપી આકાશમાં સૂર્યસમાન હોવાથી આજે પણ જગપ્રસિદ્ધ છે. એમના વિષયમાં જૈનેતર વિદ્વાનોએ પણ ઘણો પ્રકાશ પાથર્યો છે. તેથી એમની વિગત અહીં નહીં લેતાં એમના પટ્ટધર આચાર્ય રામચંદ્રસૂરિની વાત જણાવીએ છીએ. સિદ્ધારાજ જયસિંહને જ્યારે કલિકાળસર્વજ્ઞ સૂરિદેવ દ્વારા જાણવા મળ્યું કે મારા પછી રાજગાદીએ મારો પુત્ર નહીં, પણ કુમારપાળ આવશે અને પોતાને પુત્ર નહીં થાય, ત્યારે ખૂબ આઘાત લાગેલો. એમણે એક વાર આ સૂરિદેવને પૂછ્યું–“આપ તો સર્વજ્ઞતુલ્ય છો, પણ આપની પાટે કોણ એવો સમર્થ શિષ્ય આવશે?” ત્યારે સૂરિદેવે કહ્યું-“આ રામચંદ્રસૂરિ મારો સમર્થ અને ગુણવાન શિષ્ય છે. એ મારી પાટે આવશે.’ સિદ્ધરાજ પણ આચાર્ય રામચંદ્રસૂરિની કવિતા પ્રતિભાથી પ્રસન્ન હતા ને તેથી એમને ‘કવિકટારમલ્લ’ બિરુદ આપેલું. પાછળથી આંખનું તેજ ગુમાવી બેઠેલા આચાર્ય ભગવંતની આંતર કલ્પનાદૃષ્ટિ ખૂબ જ સતેજ હતી. આ આચાર્યદેવે દ્રવ્યાલંકાર' નામનો જીવ વગેરે પર પ્રકાશ પાડતો ગ્રંથ લખ્યો છે પણ એમની શક્તિનો ખરો ચમત્કાર એમણે રચેલા ‘સત્યહરિશ્ચંદ્ર' વગેરે નાટકોમાં દેખાય છે. એમણે ‘ઋષભ દ્વાત્રિંશિકા’ વગેરે ઘણી પ્રભુભક્તિની સ્તુતિઓ પણ રચી છે. હાલ તેમની કૃતિઓમાંથી ૩૩ કૃતિઓ સાક્ષાત કે નામથી મળે છે. કુમારપાળ રાજાની સભામાં પંડિતો અટપટી સમસ્યાઓ બનાવીને લાવતા ત્યારે આ આચાર્યદેવ પોતાની પ્રતિભાથી સહજ રીતે એ બધાનાં સમાધાન બતાવતા. કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિમહારાજે આચાર્ય રામચંદ્રસૂરિને સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે મારા કુશિષ્ય બાલચંદ્રને આચાર્યપદવી આપીશ નહીં. સૂરિદેવ અને કુમારપાળના સ્વર્ગવાસ પછી રાજા બનેલા અજયપાળે આ બાલચંદ્રની ચઢવણીથી રામચંદ્રસૂરિને રાજાજ્ઞા ફરમાવી કે કાં બાલચંદ્રને આચાર્યપદ આપો, કાં આ અત્યંત તપાવલી તાંબાની પાટ પર સૂઈ જઈ દેહત્યાગ કરો, ત્યારે ગુર્વાશાના પાન ખાતર આચાર્ય રામચંદ્રસૂરિએ ‘સૂર્યનો પણ અસ્ત થાય છે' એમ કહી સહર્ષ મોત સ્વીકારી લીધું, પણ ગુર્વાશાનો ભંગ કર્યો નહીં. ધન્ય છે આવા મહાન ગુરુ ભગવંતને વફાદાર આચાર્યદેવને Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy